તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું છે મેટરનલ હાઇડ્રોનેફ્રોસિસ ઇન પ્રેગ્નન્સી, જાણો કેમ થાય છે આ સમસ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: ગર્ભાશયનો આકાર વધવાથી આસપાસનાં અંગો પર દબાણ વધે છે. તેની સૌથી વધારે અસર કિડની પર પડે છે. જેને મેટરનલ હાઇડ્રોનેફ્રોસિસ ઇન પ્રેગ્નન્સી કહે છે. 


મેટરનલ હાઇડ્રોનેફ્રોસિસ ઇન પ્રેગ્નન્સીનાં કારણો


હાઇડ્રોનેફ્રોસિસમાં કિડની ફૂલી જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે કિડનીમાંથી યુરિન કોઈ બ્લોકેજને કારણે બ્લેડરમાં જઈ શકતું નથી. મેટરનલ હાઇડ્રોનેફ્રોસિસ ઇન પ્રેગ્નન્સીમાં ગર્ભના વિકાસને કારણે આ સમસ્યા થાય છે. આ સમસ્યા હંમેશાં ગર્ભાવસ્થાના બીજા તબક્કામાં થાય છે. મોટાભાગની મહિલાઓમાં આ જમણી બાજુ વધારે હોય છે. મેટરનલ હાઇડ્રોનેફ્રોસિસ ઇન પ્રેગ્નન્સી એવી મહિલાઓમાં જોવા મળતી નથી, જેમનું ગર્ભાશય પેલ્વિક બ્રિમને ક્રોસ કરી શકતું નથી. ગર્ભવતી મહિલાઓમાં ગર્ભના વિકાસને કારણે કિડની પર દબાણ આવે છે. જો ગર્ભાશય જમણી બાજુ વધારે વિકસિત થાય છે તો એ બાજુની કિડની પર દબાણ આવે છે અને તેના પર સોજો આવી જાય છે. 

 

જો ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભનો વિકાસ ડાબી બાજુ વધારે થાય તો તે ભાગની કિડની કામગીરીને અસર કરે છે. ઘણી મહિલાઓમાં ગર્ભાશયનો આકાર સામાન્ય કરતાં વધારે મોટો થઈ જાય છે. જેનાથી બંને કિડની પર દબાણ આવે છે અને તેની કાર્યપ્રણાલીને અસર થાય છે. જો ગર્ભાશયનો આકાર સેન્ટરમાં વધે છે તો હાઇડ્રોનેફ્રોસિસની સમસ્યા થતી નથી. આમ તો મેટરનલ હાઇડ્રોનેફ્રોસિસ આ પ્રેગ્નન્સીનું સૌથી મુખ્ય કારણ ગર્ભાશયનો અસામાન્ય વિકાસ છે, પરંતુ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અને ગર્ભાવસ્થા દરમિયાન થનાર હોર્મોનલ પરિવર્તન (પ્રોજેસ્ટ્રોનનું અસંતુલન) પણ તેનું કારણ બની શકે છે.  


કિડનીને અસર થઈ શકે


મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન થાય કે મૂત્રવાહિનીમાં કોઈ અવરોધ આવે તેના લીધે કિડનીમાંથી યુરિન સંપૂર્ણ રીતે બહાર નીકળી શકતું નથી. જેનાથી કિડની ફૂલી જાય છે અથવા તો તેના પર સોજો આવી જાય છે. આ ચિકિત્સાકીય સ્થિતિને હાઇડ્રોનેફ્રોસિસ કહે છે. જ્યારે આ સમસ્યા ગર્ભાવસ્થાને કારણે થાય છે ત્યારે તેને મેટરનલ હાઇડ્રોનેફ્રોસિસ ઇન પ્રેગ્નન્સી કહે છે. એમાં એક કે બંને કિડનીને અસર થાય છે. જો એક કિડનીને અસર થાય તો તેને યુનિલેટરલ હાઇડ્રોનેફ્રોસિસ કહે છે. જો એકસાથે બંને કિડનીને અસર થાય તો તેને બાઇલેટરલ હાઇડ્રોનેફ્રોસિસ કહે છે. 


લક્ષણ


જો મૂત્રમાર્ગમાં કોઈ તકલીફ આવે તો ત્યાં દબાણ ‌વધી જાય છે. આ દબાણને કારણે કિડની પર સોજો આવી જાય છે. મેટરનલ હાઇડ્રોનેફ્રોસિસ ઇન પ્રેગ્નન્સીનું પહેલું લક્ષણ હોય છે. વારંવાર યુરિન પાસ કરવાની ઇચ્છા થવી. આ ઉપરાંત એમાં નીચે પ્રમાણેનાં લક્ષણો જોવા મળે છે. 
- પેટમાં દુખાવો થાય, ભારભાર લાગે
- જીવ ચૂંથાય, ઊલટી થાય
- યુરિન પાસ કરતી વખતે દુખાવો થવો, તાવ આવવો.


ડાયગ્નોસિસ


ગર્ભાશયનો આકાર વધવાથી કિડની પર થોડું દબાણ આવવું તે સ્વાભાવિક છે, પરંતુ યુરિનરી સિસ્ટમની કામગીરીને અસર થઈ રહી હોય, યુરિન પાસ કરવામાં દુખાવો થઈ રહ્યો હોય તો ડાયગ્નોસિસ જરૂર કરાવો. 
- અલ્ટ્રાસાઉન્ડ
- ઇન્ફેક્શન માટે યુરિન ટેસ્ટ
- એનીમિયા ચેકઅપ


સારવાર


-મોટાભાગના કેસમાં મેટરનલ હાઇડ્રોનેફ્રોસિસ ઇન પ્રેગ્નન્સીની સમસ્યા બાળકના જન્મના થોડા સમય પછી આપોઆપ સમાપ્ત થઈ જાય છે. તેના કારણે યુરિનરી સિસ્ટમની કામગીરીને અસર પણ નથી થતી. જો વધારે દુખાવો થઈ રહ્યો હોય અથવા યુરિનરી સિસ્ટમની કામગીરીને અસર થઈ રહી હોય તો સારવારની જરૂર પડે છે, કારણ કે તેનાથી કિડનીને કાયમીરૂપમાં નુકસાન થઈ શકે છે. 
-તેની સારવાર માટે યુરેટરલ કેથેટર ઇનસર્શન સૌથી મુખ્ય છે. પરંતુ ઇન્ફેક્શનને લીધે કિડનીની કામગીરીને અસર થાય તો એન્ટિબાયોટિક થેરપીની સાથે સર્જરીની જરૂર પડી શકે છે. 
ડો. નૂપુર ગુપ્તા, ગાયનેકોલોજિસ્ટ