રોગપ્રતિકારક શક્તિ એટલે શું? તે કઈ રીતે કામ કરે છે અને ઇમ્યુનોથેરાપી શું છે?

ઇમ્યુનોથેરાપી શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 16, 2018, 12:48 PM
કોઈ રોગ થયો હોય ત્યારે આપણે એલોપથી કે આયુર્વેદીક દવાઓ કે વિવિધ પ્રકારની થેરાપીઓ લઈએ છીએ. આવી જ એક છે ઇમ્યુનોથેરાપી.
કોઈ રોગ થયો હોય ત્યારે આપણે એલોપથી કે આયુર્વેદીક દવાઓ કે વિવિધ પ્રકારની થેરાપીઓ લઈએ છીએ. આવી જ એક છે ઇમ્યુનોથેરાપી.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઇમ્યુન સિસ્ટમ એટલે કે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ આપણને વિવિધ પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે. દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ અલગ-અલગ હોય છે. કોઈની સારી તો કોઈની ખરાબ. રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો વિવિધ પ્રકારના ઇન્ફેક્શન, તાવ, ઝાડા, કેન્સર સહિતના રોગ થઈ શકે છે જ્યારે તે વધારે હોય તો અસ્થમા, ડાયાબિટીસ, સેરેબ્રલ પાલ્સી વગેરે જેવા રોગ થાય છે. માટે ઇમ્યુન સિસ્ટમ વધારે પડતી પાવરફુલ હોય તો પણ નુકસાન પહોંચાડે છે. તો આજે જાણો ઇમ્યુનોથેરાપી શું છે અને તે કેવી રીતે કામ કરે છે.


આગળ વાંચો ઈમ્યનોથેરાપી કયા-કયા રોગમાં ઉપયોગી છે.

ઇમ્યુનોથેરાપી શરીરમાં થતા સામાન્યથી લઈને ગંભીર રોગોમાં ઉપયોગી છે.
ઇમ્યુનોથેરાપી શરીરમાં થતા સામાન્યથી લઈને ગંભીર રોગોમાં ઉપયોગી છે.

કોઈ રોગ થયો હોય ત્યારે આપણે એલોપથી કે આયુર્વેદીક દવાઓ કે વિવિધ પ્રકારની થેરાપીઓ લઈએ છીએ. આવી જ એક છે ઇમ્યુનોથેરાપી. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને બેલેન્સ કરે છે. આ થેરેપી ટ્રાન્સફર ફેક્ટરના સિદ્ધાંત પર આધારિત છે. ટ્રાન્સફર ફેક્ટર્સ એ શરીરને પોષણ આપનારા વિટામિન, મિનરલ્સ અથવા તો કોઈ જડીબુટ્ટી નથી. વાસ્તવમાં ટ્રાન્સફર ફેક્ટર્સ એ મોલેક્યુલ્સ છે જે બધા જ સ્તનધારી પ્રાણીઓ તથા પક્ષીઓમાં જોવા મળે છે. ટ્રાન્સફર ફેક્ટર શરીરની રોગપ્રતિકારક શક્તિને ઈન્ટેલીજન્સ (બુદ્ધિમતા) આપે છે અને શરીર પર આવનારા દરેક ખતરાને ઓળખીને તેનું કાર્ય શરૂ કરે છે. રોગપ્રતિકાર શક્તિ વધારવાની જરૂર હોય ત્યારે વધારે છે અને ઘટાડવાની જરૂર હોય ત્યારે ઘટાડે છે. ટૂંકમાં ઇમ્યુનોથેરાપી દ્વારા રોગ સામે લડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂતી બક્ષવામાં આવે છે.


ઈમ્યનોથેરાપી કયા-કયા રોગમાં ઉપયોગી છે?


ઇમ્યુનોથેરાપી શરીરમાં થતા સામાન્યથી લઈને ગંભીર રોગોમાં ઉપયોગી છે. જેમ કે કેન્સર, હાર્ટના રોગ, ડાયાબિટીસ, માઈગ્રેન, ફ્લ્યુ, એલર્જી, લ્યુકેમિયા, પાર્કિન્સન, ફેફસાંના રોગ, એચ.આઈ.વી., પાચનતંત્રના રોગો, હાડકાંની સમસ્યા, લોહીના રોગો, અનિદ્રા, સોજો, શ્વશનતંત્રના રોગો, યાદશક્તિ કે મગજના રોગોમાં પણ તે ખૂબ જ ઉપયોગી છે.

X
કોઈ રોગ થયો હોય ત્યારે આપણે એલોપથી કે આયુર્વેદીક દવાઓ કે વિવિધ પ્રકારની થેરાપીઓ લઈએ છીએ. આવી જ એક છે ઇમ્યુનોથેરાપી.કોઈ રોગ થયો હોય ત્યારે આપણે એલોપથી કે આયુર્વેદીક દવાઓ કે વિવિધ પ્રકારની થેરાપીઓ લઈએ છીએ. આવી જ એક છે ઇમ્યુનોથેરાપી.
ઇમ્યુનોથેરાપી શરીરમાં થતા સામાન્યથી લઈને ગંભીર રોગોમાં ઉપયોગી છે.ઇમ્યુનોથેરાપી શરીરમાં થતા સામાન્યથી લઈને ગંભીર રોગોમાં ઉપયોગી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App