પ્રેગ્નન્સીમાં રોજ પીઓ આ પાણી, મળશે અનેક સમસ્યાઓમાં ફાયદો

ગર્ભવતી મહિલાઓ માટે ઘણું ફાયદારૂપ અને સ્વાસ્થ્ય વર્ધક છે જીરાનું પાણી

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 12:06 AM
During pregnancy use cumin water in this way

યુટિલિટી ડેસ્કઃ રસોઇમાં સ્વાદ વધારનારું જીરું અનેક સમસ્યાઓમાં રાહત આપે છે. જીરું ગર્ભવતી મહિલાઓને માટે ફાયદારૂપ માનવામાં આવે છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ્ અને વિટામિન સી અને એ નું પ્રમાણ વધારે હોય છે. જે ગર્ભવતી મહિલાઓ માટે લાભદાયી હોય છે. અહીં અમે આપને જણાવી રહ્યા છીએ પ્રેગ્નન્સીમાં કઇ રીતે જીરું પાણી લાભદાયી ગણાય છે.

આજે અમે આપને આપી રહ્યા છીએ જીરા પાણી બનાવવાની રીત પણ. આ રીતે બનાવેલું જીરા પાણી તમે પીશો તો તે ગર્ભાવસ્થામાં લાભદાયી ગણાય છે.

આ રીતે બનાવો જીરા પાણી


એક ચમચી જીરાને એક લિટર પાણીમાં ઉકાળો અને તે ઠંડું થાય એટલે તેને ગાળીને બોટલ કે જારમાં ભરી લો. હવે દિવસ દરમિયાન તેનો ઉપયોગ કરો.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો પ્રેગ્નન્સીમાં કઇ રીતે લાભદાયી છે જીરાનું પાણી...

જીરાનું પાણી પીવાથી ગર્ભવતી મા અને બાળકની હેલ્થ સારી રહે છે
જીરાનું પાણી પીવાથી ગર્ભવતી મા અને બાળકની હેલ્થ સારી રહે છે

એનીમિયાની સમસ્યાથી બચાવે


ગર્ભાવસ્થામાં મહિલાઓમાં લોહીનું પ્રમાણ ઘટે છે અને હિમોગ્લોબીન ઓછું થઇ જાય છે. આ સમયે આ રીતે બનાવેલું જીરાનું પાણી પીવું તેમને ફાયદો આપે છે. તેમાં વધારે પ્રમાણમાં આયર્ન હોય છે.

 

માતા અને બાળકો, બંનેનો રાખે છે ખ્યાલ


જીરાનું પાણી પીવાથી ગર્ભવતી મા અને બાળકની હેલ્થ સારી રહે છે. બંનેને સ્વાદની સાથે તાકાત મળે છે.પાણીની જરૂરને નિયમિત રીતે પૂરી કરે છે. 

 

આગળ જાણો જીરાનું પાણી કેવી રીતે કરે છે બ્લડપ્રેશર ક્યોર

જીરાનું પાણી પીવાથી પ્રેગ્નન્ટ મહિલાના પેટમાં બનતો ગેસ અને એસિડિટી ખતમ થાય છે
જીરાનું પાણી પીવાથી પ્રેગ્નન્ટ મહિલાના પેટમાં બનતો ગેસ અને એસિડિટી ખતમ થાય છે

ગેસ કરશે દૂર
જીરાનું પાણી પીવાથી પ્રેગ્નન્ટ મહિલાના પેટમાં બનતો ગેસ અને એસિડિટી ખતમ થાય છે. તેનાથી તેને કોઇ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

 

બ્લડપ્રેશરને કરે છે ક્યોર


પ્રેગ્નન્સીમાં મહિલાઓમાં બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે. તેમાં તમે જીરાનું પાણી યુઝ કરો છો તો તમે બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકો છો. આ બેસ્ટ ઉપાય છે. તેની કોઇ સાઇડ ઇફેક્ટ પણ થતી નથી.

 

આગળ જાણો જીરા પાણીનો અન્ય લાભ

શરીરને આપે છે તાકાત
શરીરને આપે છે તાકાત


પ્રેગ્નન્સીમાં મહિલાઓની તાકાત ઓછી થઇ જાય છે. અનેક વાર તેમનું વજન વધવાનું પણ શરૂ થઇ જાય છે. આ સમયે ઇમ્યુનિટી વધારવા અને ઉર્જાને જાળવી રાખવામાં આ પાણી મદદ કરે છે. 

X
During pregnancy use cumin water in this way
જીરાનું પાણી પીવાથી ગર્ભવતી મા અને બાળકની હેલ્થ સારી રહે છેજીરાનું પાણી પીવાથી ગર્ભવતી મા અને બાળકની હેલ્થ સારી રહે છે
જીરાનું પાણી પીવાથી પ્રેગ્નન્ટ મહિલાના પેટમાં બનતો ગેસ અને એસિડિટી ખતમ થાય છેજીરાનું પાણી પીવાથી પ્રેગ્નન્ટ મહિલાના પેટમાં બનતો ગેસ અને એસિડિટી ખતમ થાય છે
શરીરને આપે છે તાકાતશરીરને આપે છે તાકાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App