Home » Lifestyle » Health » here are the symptoms and causes of liver cirrhosis

લિવરની તકલીફના કારણે થાય છે આ રોગ, જાણો કારણો અને ઉપાય

Divyabhaskar.com | Updated - Feb 11, 2018, 12:08 AM

લિવરની અનેક કોશિકાઓ નષ્ટ થાય છે અને તેની જગ્યા સાથે ફાઇબર તંતુ લઇ લે છે

 • here are the symptoms and causes of liver cirrhosis
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  લિવરની સૌથી મોટી બીમારીનું કારણ દારૂ અને તમાકુનો ઉપયોગ છે.

  યુટિલિટી ડેસ્કઃ લિવર શરીરના સૌથી મહત્વના અંગોમાંનું એક છે. તેનું વજન લગભગ 2.5થી 3 પાઉન્ડનું હોઇ શકે છે. તે શરીરની મહત્વની ક્રિયાઓને કંટ્રોલ કરે છે. તેનું કામ ભોજન પચાવવાનું, પિત્તનું ઉત્પાદન, લોહીની સફાઇ અને મળ ત્યાગમાં મદદ કરવાનું છે. લિવરમાં એ ક્ષમતા છે કે તે પોતાની અવ્યવસ્થા અને ખરાબીને જાતે જ ક્યોર કરી લે છે. આ માટે ટિશ્યૂઝ ખરાબ કરાય છે. લિવરની સૌથી મોટી બીમારીનું કારણ દારૂ અને તમાકુનો ઉપયોગ છે. લિવરમાં અનેક બીમારી થઇ શકે છે તેમાં લિવર ફેલ્યોર, લિવર કેન્સર, લિવર એબસેસ, ફેટી લિવર અને લિવર સિરોસિસ મુખ્ય છે.


  જાણી લો શું છે લિવર સિરોસિસ?
  લિવર સિરોસિસ ધીમી ગતિએ વધનારો રોગ છે. સામાન્ય ભાષામાં કહીએ તો આ રોગમાં લિવરનો આકાર સંકોચાઇ જાય છે અને સાથે તેમાં કઠોરતા આવવા લાગે છે. લિવરની અનેક કોશિકાઓ નષ્ટ થાય છે અને તેની જગ્યા સાથે ફાઇબર તંતુ લઇ લે છે. લિવરની બનાવટ પણ અસામાન્ય બને છે તેનાથી પોર્ટલ હાઇપરટેન્શનની સ્થિતિ આવે છે. આ બીમારીનો અંતિમ ઇલાજ લિવર પ્રત્યારોપણ એટલે કે લિવર ટ્રાન્સપ્લાન્ટ છે.

  આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો તેના કારણો અને ઉપાયો વિગતે...

 • here are the symptoms and causes of liver cirrhosis
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ખાનપાનમાં વસાયુક્ત પદાર્થોનું સેવન અને નોન વેજ આહાર લેવાથી દવાની સાઇડ ઇફેક્ટના કારણે લિવર સિરોસિસની બીમારી થઇ શકે છે.

  લિવર સિરોસીસના કારણ


  લિવર સિરોસિસનું મુખ્ય કારણ તેનું ગંભીર રીતે નુકસાન થવું છે અને એમ પણ થાય છે કે ખોટી ખાન-પાનની આદતો અને આલ્કોહોલના વધારે સેવનથી તે જન્મે છે. ખાનપાનમાં વસાયુક્ત પદાર્થોનું સેવન અને નોન વેજ આહાર લેવાથી દવાની સાઇડ ઇફેક્ટના કારણે લિવર સિરોસિસની બીમારી થઇ શકે છે. 

   

  આ રોગની 3 અવસ્થા હોય છે


  આ એક ગંભીર બીમારી છે અને શરીરમાં ધીમે ધીમે ફેલાય છે. તે 3 અવસ્થામાં જોવા મળે છે. આ લક્ષણોની મદદથી શરીરની તપાસ કરાય છે અને બીમારીને ઓળખી શકાય છે. 

   

  પહેલા સ્ટેજમાં કામ વિનાનો થાક અનુભવાય છે અને તેનાથી વજન પણ ઘટે છે. સાથે પાચનની તકલીફોને અસર થવા લાગે છે. તેમાં થોડી ગરબડ જોવા મળે છે. અન્ય એટલે કે બીજા સ્ટેજમાં રોગીને વારેઘડી ચક્કર આવે છે અને ઉલ્ટીઓ થાય છે. આ સિવાય કંઇ ખાવાનું મન થતું નથી અને તાવ રહ્યા કરે છે. ત્રીજા સ્ટેજમાં ઉલટીની સાથે લોહી આવે છે અને રોગી બેહોશ થવા લાગે છે. આ સિવાય થોડી પણ ઇજા થાય તો લોહી રોકાતું નથી. ત્રીજા સ્ટેજમાં દર્દી પર દવાની પણ અસર થતી નથી. ફક્ત એક જ વિકલ્પ રહે છે લિવર ટ્રાંસપ્લાન્ટનો. તેમાં ખર્ચ પણ વધારે આવે છે. 

 • here are the symptoms and causes of liver cirrhosis
  આ સિવાય ફાસ્ટ ફૂડ્સ, વસાવાળા આહાર અને લાંબા સમય સુધી નોનવેજ આહાર તથા ગંદુ પાણી પણ આ રોગ માટે જવાબદાર છે.

  લિવર સિરોસિસથી બચવાના ઉપાય

   

  લિવર સિરોસિસ જેવા ગંભીર રોગથી બચવા માટે તમારે ખાન પાનની આદતોમાં સુધારો જરૂરી છે. આલ્કોહોલ પદાર્થોનું સેવન તેનું મુખ્ય કારણ છે. આ માટે તમારે તેને તરત બંધ કરી દેવા યોગ્ય છે. આ સિવાય ફાસ્ટ ફૂડ્સ, વસાવાળા આહાર અને લાંબા સમય સુધી નોનવેજ આહાર તથા ગંદુ પાણી પણ આ રોગ માટે જવાબદાર છે. તેનાથી બચવા માટે તમારે આહારમાં વિટામિન્સ અને એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર લીલા શાક અને ફળ, ગાજર, મૂળા, બીટ, શિંગોડા, સોયાબીન, ઇંડા અને દૂધને ડેલી ડાયટમાં લેવા જોઇએ. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ