બાળકોના ચીડિયાપણાને ન કરશો ઇગ્નોર, હોઇ શકે છે આ બીમારીનો સંકેત

સામાન્ય બાળકો રોજ 1-3 કલાક રડે છે. જો બાળકમાં વધારે ચીડિયાપણું હોય અને તે લાંબા સમય સુધી રડે તો તેને કોઇ સમસ્યા હોઇ શકે

Divyabhaskar.com | Updated - Feb 04, 2018, 12:03 AM
here are some reasons and disease related to child irritability

યુટિલિટી ડેસ્કઃ ઘણી વાર એવું બને છે કે બાળક ચીડિયા કરે. આ સમયે તમે તેને ઇગ્નોર કરો છો. આ કોઇ માનસિક બીમારીનો પ્રારંભિક સંકેત પણ હોઇ શકે છે. બાળક રૂટિન કરતાં વધઆરે ચીડિયું થઇ જાય તો તમે તેને ડોક્ટર પાસે લઇ જાવ. સામાન્ય બાળકો રોજ 1-3 કલાક રડે છે. પણ જો બાળકમાં વધારે ચીડિયાપણું હોય અને તે લાંબા સમય સુધી રડે તો તેને કોઇ સમસ્યા હોઇ શકે છે. આજે અમે આપને આ નાની પણ કામની વાત વિશે જણાવી રહ્યા છીએ. જાણો બાળકમાં ચીડિયાપણું ક્યારે સામાન્ય અને ક્યારે સમસ્યાનો સંકેત હોઇ શકે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો ક્યારે બાળકને ડોક્ટર પાસે લઇ જવું અને તેની સમસ્યાને ઓળખવી...

here are some reasons and disease related to child irritability

બાળકોમાં સાધારણ ચીડિયાપણું

 

બાળકનું થોડી થોડી વારે ચીડિયા કરવું અને રડવું સામાન્ય રીતે કોઇ ગંભીર વાત નથી. બાળક રોજ કુલ 1-3 કલાક સુધી રડે છે. તેનું કારણ એ છે કે શિશુ જાતે કંઇ કરી શકતું નથી. તેને તમારા પર નિર્ભર રહેવું પડે છે. તેને ભીખ લાગે કે આરામ જોઇએ કે પછી તમારો પ્રેમ. તે રડીને જ તમારા સુધી પોતાની વાત પહોંચાડવાની કોશિશ કરે છે.અનેક વાર એ મુશ્કેલ બને છે જ્યારે બાળક રૂટિન કરતાં વધારે રડે છે. આ માટે તેના લક્ષણને ઓળખવાના રહે છે. તેનું રડવું તમને અલગ વાતની ખાતરી કરાવે છે સાથે તેને કોઇ તકલીફ છે કે નહીં તે જાણી શકાય છે. આ સમયે સૌ પહેલાં તો બાળકને શાંત કરવાની કોશિશ કરો તે જરૂરી છે. 

here are some reasons and disease related to child irritability

હોઇ શકે છે માનસિક બીમારીનો પ્રારંભિક સંકેત

 

હાલમાં એક શોધમાં જાણવા મળ્યું છે કે તમારું બાળક વધારે ચીડિયું થયું છે તો કોઇ માનસિક સમસ્યાનો સંકેત હોઇ શકે છે. શિશુ દ્વારા બાલ્યાવસ્થાના દુર્વ્યવહારને અલગ કરાવીને એક સંશોધન કરાયું. તેમાં જાણી શકાયું કે બાળકની બીમારીને પ્રાથમિક તબક્કામાં જાણી લેવામાં આવે તો ઇલાજમાં મદદ મળે છે. જ્યારે બાળક સતત ચીડિયા કરે છે ત્યારે તેનો અર્થ એ છે કે તેને કોઇ તકલીફ થઇ રહી છે. હાલમાં રોજ 10 ટકા બાળકો ચીડિયા કરતાં જોવા મળી રહ્યા છે. આ પ્રમાણ છોકરા અને છોકરીઓ બંને જાતિમાં જોવા મળે છે. 

 

તો જાણી લો તમારા બાળકના ચીડિયાપણાના સંકેતોને અને ન કરશો તેને ઇગ્નોર. જરૂર પડે તરત જ કરી લો ડોક્ટરનો સંપર્ક.

X
here are some reasons and disease related to child irritability
here are some reasons and disease related to child irritability
here are some reasons and disease related to child irritability
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App