રોજ ચહેરા પર આ રીતે 5 મિનિટ લગાવો ટમાટર, થશે આ 4 ફાયદા

એવા અનેક શાકભાજી અને ફળ છે, જેને ખાવાની સાથે સ્કિન પર લગાવવાથી ફાયદો થાય છે.

divyabhaskar.com | Updated - Feb 15, 2018, 02:45 PM
ટમાટરને ચહેરા   પર લગાવવાથી અનેક ફાયદા થાય છે
ટમાટરને ચહેરા પર લગાવવાથી અનેક ફાયદા થાય છે

યુટિલિટી ડેસ્કઃ એવા અનેક શાકભાજી અને ફળ છે, જેને ખાવાની સાથે સ્કિન પર લગાવવાથી ફાયદો થાય છે. આ સ્કિનને ગ્લોની સાખે ખીલ, ડાઘ હટાવવાની સાથે ઓઇલી સ્કિનને પણ ડ્રાઇ કરે છે. તેમાં સૌથી સારી વાત એ છે કે આ સંપૂર્ણપણે નેચરલ છે, એટલે કે સાઇડ ઇફેક્ટ થવાની શક્યતાઓ રહેતી નથી. આવું જ કામ ટામેટા(ટમાટર) પણ કરે છે. ટમાટરને ચહેરા પર લગાવવાથી અનેક ફાયદા થાય છે, પરંતુ મોટાભાગના લોકો એ અંગે જાણતા હોતા નથી. તેવામાં અમે ટમાટરના કેટલાક એવા ઉપયોગ અંગે જણાવી રહ્યાં છીએ, જે તમારા ચહેરાને ચમકાવી શકે છે.

ઓઇલી સ્કિન માટે


ટમાટરને ધોઇને એક મિનિટ સુધી હળવા ગરમ પાણીમાં નાંખો. ત્યારબાદ તેનો જ્યૂસ કાઢીને લીંબુના રસના 4.5 ટીપા ભેળવો. બાદમાં આ તૈયાર પેસ્ટને તમારા ચહેરા પર 5 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ હળવા ગરમ પાણીથી મોઢું ધોઇ નાંખો. મહિનામાં આ પ્રોસેસ 6-7 વાર કરો. ઓઇલી સ્કિનની સમસ્યા દૂર થઇ જશે.આગળની સ્લાઇડ્સમાં જાણો ટમાટરના અન્ય ઉપયોગ અને ફાયદા અંગે....

ટમાટરના પેસ્ટને તમારા ચહેરા પર 5 મિનિટ સુધી રહેવા દો
ટમાટરના પેસ્ટને તમારા ચહેરા પર 5 મિનિટ સુધી રહેવા દો

સન ટૈનિંગ હટાવે

આ માટે અમુક ટમાટરને પીસી નાંખો. હવે તેમાં થોડુંક ઓટમીલ અને એક ચમચી દહીં ભેળવો. આ પેસ્ટને તમારી ગર્દન અને ચહેરા પર સારી રીતે લગાવો. 5 મિનિટ બાદ તેને ઠંડા પાણીથી સાફ કરી લો. તમારા ચહેરામાં તફાવત જોવા મળશે. 

ટમાટરમાં નેચરલ વિટામિન હોય છે, જે ખીલને ઓછા કરવામાં મદદ કરે છે
ટમાટરમાં નેચરલ વિટામિન હોય છે, જે ખીલને ઓછા કરવામાં મદદ કરે છે

સ્કિન ચમકાવશે

જો તમારો ચહેરો ડલ છે તો એ માટે ટમાટરનું જ્યૂસ બનાવીને તેમાં ચંદન પાવડર, ગુલાબ જળ મેળવીને પેસ્ટ તૈયાર કરો. હવે આ ચહેરા પર 5 મિનિટ માટે લગાવો અને મોઢું ધોઇ નાંખો. હવે બીજા દિવસે આ પ્રોસેસ ફરીથી કરો. સ્કિનમાં તફાવતનો અનુભવ થશે. 

ચહેરો ડલ છે તો એ માટે ટમાટરનું જ્યૂસ બનાવીને તેમાં ચંદન પાવડર, ગુલાબ જળ મેળવીને પેસ્ટ તૈયાર કરો
ચહેરો ડલ છે તો એ માટે ટમાટરનું જ્યૂસ બનાવીને તેમાં ચંદન પાવડર, ગુલાબ જળ મેળવીને પેસ્ટ તૈયાર કરો

ખીલ ઘટાડે છે

ટમાટરમાં નેચરલ વિટામિન હોય છે, જે ખીલને ઓછા કરવામાં મદદ કરે છે. આ માટે સૌથી પહેલા ટમાટરનો જ્યૂસ તૈયાર કરો અને ચહેરા પર લગાવો. હવે 20 મિનિટ માટે તેને ચહેરા પર રહેવા દો. બાદમાં ઠંડા પાણીથી ધોઇ નાંખો. મહિનામાં આવું 6-7 વખત કરો. ખીલ ઓછા થઇ જશે. 

X
ટમાટરને ચહેરા   પર લગાવવાથી અનેક ફાયદા થાય છેટમાટરને ચહેરા પર લગાવવાથી અનેક ફાયદા થાય છે
ટમાટરના પેસ્ટને તમારા ચહેરા પર 5 મિનિટ સુધી રહેવા દોટમાટરના પેસ્ટને તમારા ચહેરા પર 5 મિનિટ સુધી રહેવા દો
ટમાટરમાં નેચરલ વિટામિન હોય છે, જે ખીલને ઓછા કરવામાં મદદ કરે છેટમાટરમાં નેચરલ વિટામિન હોય છે, જે ખીલને ઓછા કરવામાં મદદ કરે છે
ચહેરો ડલ છે તો એ માટે ટમાટરનું જ્યૂસ બનાવીને તેમાં ચંદન પાવડર, ગુલાબ જળ મેળવીને પેસ્ટ તૈયાર કરોચહેરો ડલ છે તો એ માટે ટમાટરનું જ્યૂસ બનાવીને તેમાં ચંદન પાવડર, ગુલાબ જળ મેળવીને પેસ્ટ તૈયાર કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App