ભિંડીનું પાણી પીવાથી થાય છે અનેક ફાયદા, 10 રોગો માટે છે ગુણકારી

ભિંડીનો ઉપોયગ કરવામાં આવે તો તે આપણને અનેક રોગો સામે રક્ષણ આપવામાં મદદરૂપ થઇ શકે છે

divyabhaskar.com | Updated - Feb 14, 2018, 05:32 PM
know the benefit of Okra for good health

યુટિલિટી ડેસ્કઃ ભિંડી એક શાકભાજીનો પ્રકાર છે અને સામાન્ય રીતે આપણા ઘરમાં તેનો ઉપયોગ બારેમાસ થતો હોય છે, પરંતુ તે એક ઔષધી તરીકે પણ ફાયદાકરક છે તે અંગે આપણે ભાગ્યેજ જાણતા હશું. એક ઔષધી તરીકે જો ભિંડીનો ઉપોયગ કરવામાં આવે તો તે આપણને અનેક રોગો સામે રક્ષણ આપવામાં મદદરૂપ થઇ શકે છે. ખાસ કરીને ભિંડીના પાણીનું દરરોજ સેવન કરવામાં આવે તો તેના અનેક ફાયદા થાય છે. ભિંડીમાં ફાઇબર, વિટામિન સી, કે, ફોલેટ કોન્ટેન્ટ, કેલ્સિયમ, પોટેસિયમ, વિટામિન બી3, વિટામિન બી1, વિટામિન બી6, મેગ્નેસિયમ, મેન્ગેનેસ, એન્ટીઓક્સિડન્ટ સહિતના તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. તો ચાલો ભિંડીનું પાણી પીવાથી થતાં ફાયદા અંગે જાણીએ.

આ રીતે તૈયાર કરો ભિંડીનું પાણી

ભિંડીનું પાણી તૈયાર કરવા માટે એક સમાન દેખાતી 5થી6 ભિંડી લો, બાદમાં તમામને એક સરખી માત્રામાં વચ્ચેથી કાપી નાંખો. પછી એક ગ્લાસમાં અથવા મોટા વાટકામાં પાણી ભરો અને તેમાં ભિંડીને મુકી દો. આખી રાત ભિંડીને પાણીમાં ભીની થવા દો અને સવારે ઉઠીને ભિંડીને નિચવીને એ પાણી પી જવું.

આગળની સ્લાઇડ્સમાં વાંચો ભિંડીનું પાણી પીવાથી થતાં ફાયદા.....

know the benefit of Okra for good health

ડાયાબાટિઝમાં ફાયદાકારક

ભિંડીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે.  ભિંડીનું પાણી ઇન્સ્યુલિનને વધારે છે સાથે જ ફાઇબરની માત્રા વધારે છે અને બ્લડસુગરને નિયંત્રિત કરે છે.

know the benefit of Okra for good health

 એનેમિયા માટે ફાયદાકારક

એનેમિયાએ બ્લડ ડિસિઝ છે, જ્યારે આપણા શરીરમાં હિમોગ્લોબિન ઘટી જાય છે ત્યારે એનેમિયા થાય છે. ભિંડીના પાણીનું સેવન કરવાથી રેડ બ્લડ સેલમાં વધારો થાય છે અને હિમોગ્લોબિનમાં વધારો થાય છે. તેમજ તે બલ્ડ લેવલને જાળવી રાખવામાં પણ મદદરૂપ છે.

know the benefit of Okra for good health

ગળામાં દુખાવો અથવા કફ

ગળામાં દુખાવો થતો હોય કે કફ હોય ત્યારે આપણે કોઇને કહી ન શકી તેવી સમસ્યામાંથી પસાર થતા હોઇએ છીએ, તેવામાં ભિંડીનું પાણી પીવામાં આવે તો ફાયદો થાય છે. 

know the benefit of Okra for good health

ડાયરીઆ

ડાયરીઆની જો યોગ્ય સારવાર કરવામાં ન આવે તો જીવલેણ સાબિત થઇ શકે છે. ડાયરીઆમાં શરીરમાં પાણીની માત્રા ઝડપથી ઘટી જાય છે અને ડિહાઇડ્રેશન થાય છે, તેવામાં ભિંડીનું પાણી પીવું જોઇએ. 

know the benefit of Okra for good health

કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે

ભિંડીમાં ભરપૂર માત્રામાં સોલ્યુબલ ફાઇબર હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઉંચુ કોલેસ્ટ્રોલ લેવલ હોય તો અનેક પ્રકારની બીમારીઓ થાય છે, ખાસ કરીને હાર્ટ ડિસિઝ. તેવામાં જો ભિંડીનું પાણી પીવામાં આવે તો ફાયદા થાય છે. 

know the benefit of Okra for good health

ઇમ્યુન સિસ્ટમ સારી થાય છે

જો ઇમ્યુન સિસ્ટમ સારી હોય તો જીવન હેલ્ધી રહે છે. ભિંડી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે. જેના કારણે કોલ્ડ અને ફ્લુ જેવા ડિસિઝ સામે લડવામાં શરીરને શક્તિ મળે છે.

know the benefit of Okra for good health

સ્કિન હેલ્થ માટે ફાયદાકરક

સ્કિન હેલ્થ ઘણું જ મહત્વ ધરાવે છે, દરરોજ ભિંડીના પાણીનો ઉપયોગ કરવામાં આવે તો સ્કિન હેલ્ધી બને છે, ભિંડીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે બ્લડને પ્યોરિફાઇ કરવાની સાથે તેના સર્ક્યુલેશનમાં વધારો કરે છે.

know the benefit of Okra for good health

અસ્થમા એટેક ઘટાડે

અસ્થમાનો એટેક ગમે તે સમયે આવી શકે છે, તેવામાં ભિંડીના પાણીનું સેવન દરરોજ કરવામાં આવે તો અસ્થમાના એટેકમાં તે ઘણું જ ફાયદાકારક રહે છે. 

know the benefit of Okra for good health

હાડકાં મજબૂત બનાવે છે

ભિંડીનું પાણી હાડકાં મજબૂત કરવાનું કામ કરે છે. ભિંડીમાં ફોલેટ મળી આવે છે, જે સગર્ભા મહિલાઓ માટે પણ સારું માનવામાં આવે છે. તે બોનની ડેનસિટીમાં વધારો કરે છે.

know the benefit of Okra for good health

કબજિયાતથી રાહત

ભિંડીમાં સોલ્યુબલ ફાઇબરની માત્રા વધારે હોવાથી તે કબજિયાતની બીમારી હોય તો મદદરૂપ થાય છે. તેથી દરરોજ ભિંડીના પાણીનું સેવન કરવું જોઇએ. 

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App