જાણવા જેવું છે, શા માટે આપણા શરીરને જરૂર છે કોલેસ્ટ્રોલની

શરીર માટે એલડીએલ કોલેસ્ટ્રોલને બેડ કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે, જો તેનુ પ્રમાણ વધારે હોય તો હાર્ટ ડિસિસ થાય છે

divyabhaskar.com | Updated - Feb 01, 2018, 05:55 PM
know that why our body need cholesterol

યુટિલિટી ડેસ્કઃ આપણા શરીરમાં લિવર દ્વારા કોલેસ્ટ્રોલ જનરેટ કરવામાં આવ છે. આપણે કોલેસ્ટ્રોલને લઇને ઘણું નેગેટિવ વિચારીએ છીએ. જો શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય તો હાર્ટ ડિસિસ થવાની સંભાવનાઓ વધી જાય છે. એક રીતે એ સાચું પણ છે, પરંતુ એ જાણવું જરૂરી છે કે શરીરમાં કેવા પ્રકારના કોલેસ્ટ્રોલનું પ્રમાણ વઘારે છે. શરીર માટે એલડીએલ કોલેસ્ટ્રોલને બેડ કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે, જો તેનુ પ્રમાણ વધારે હોય તો હાર્ટ ડિસિસ થાય છે, જ્યારે એચડીએલ કોલેસ્ટ્રોલને ગુડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે, જે યોગ્ય પ્રમાણમાં શરીરમાં હોય તો સારું માનવામાં આવે છે. આ પહેલા એ જાણવું જરૂરી છે કે આપણા શરીરને કોલેસ્ટ્રોલની જરૂર શા માટે છે, આપણા શરીર માટે કોલેસ્ટ્રોલ કેટલું મહત્વ ધરાવે છે. આજે અમે અહી કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે શા માટે જરૂરી છે અને તેની ભૂમિકા શું છે એ અંગે જણાવી રહ્યાં છીએ.

કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં કેવી રીતે મૂવ કરે છે


કોલેસ્ટ્રોલ લોહીમાં રહેલું ઘટ પ્રવાહી છે જે લિપોપ્રોટિન્સ દ્વારા કોશિકાઓમાં ફરતું રહે છે. 2 મેજર લિપોપ્રોટિન્સ હોય છે, એક લો ડેનસિટી લિપોપ્રોટિન(એલડીએલ) અથવા બેડ કોલેસ્ટ્રોલ અને હાઇ ડેનસિટી લિપોપ્રોટિન(એચડીએલ) અથવા ગુડ કોલેસ્ટ્રોલ. લોહીમાં સૌથી વઘારે જે કોલેસ્ટ્રોલનું વહન થતું હોય છે તે એલડીએલ હોય છે. જો લોહીમાં વધુ માત્રામાં એલડીએલ કોલેસ્ટ્રોલનું વહન થતું હોય તો તે આર્ટરિ(ધમની)માં અવરોધ ઉત્પન્ન કરે છે, જે હાર્ટ અને બ્રેઇન સાથે જોડાયેલી હોય છે. એચડીએલ કોલેસ્ટ્રોલની માત્રા લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલનો એક તૃતિયાંશ ભાગ હોય છે. એચડીએલનું કામ કોલેસ્ટ્રોલને બ્રેઇન અને હાર્ટથી દૂર રાખવાનું અને લિવર તરફ પાછું મોકલવાનું કામ કરે છે. જેને મેટાબોલિઝ્ડ કહેવાય છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો..... ફેટ ડાયઝેશન માટે કોલેસ્ટ્રોલ જરૂરી

know that why our body need cholesterol

ફેટ ડાયઝેશન માટે કોલેસ્ટ્રોલ જરૂરી 

લિવરમાં બાઇલ ક્રિએટ કરવામાં કોલેસ્ટ્રોલ મદદ કરે છે, જે આપણને આપણે જે ખાઇએ છીએ તેને પચાવવામાં મદદ કરે છે. બાઇલ વગર આપણું શરીર યોગ્ય રીતે ખોરાકને પચાવી શકતું નથી, તેમાં પણ ખાસ કરીને ફેટને. જ્યારે ફેટ ડાયઝેસ્ટ થતું નથી ત્યારે તે બ્લડસ્ટ્રીમમાં જતું રહે છે અને તે આર્ટરિમાં બ્લોકેજની સમસ્યા ઉત્પન્ન કરે છે, જેના કારણે હાર્ટ એટેક અને હાર્ટ ડિસિસ થાય છે.
 

આગળની સ્લાઇડ્સમાં વાંચો.....  કોલેસ્ટ્રોલનું કામ સુરક્ષિત દિવાલ(બેરિયર) પુરુ પાડવાનું છે

know that why our body need cholesterol

કોલેસ્ટ્રોલનું કામ સુરક્ષિત દિવાલ(બેરિયર) પુરુ પાડવાનું છે

કોલેસ્ટ્રોલ કોશિકાઓનું માળખાકીય ઘટક છે, કોશિકાઓની આ સેમિ પર્મિઅબલ મેમ્બ્રેન ન્યૂટ્રિઅન્ટ અને ઓક્સિજનના ફ્લો તથા ટોક્સિક એલિમેન્ટ્સને દૂર કરવા માટે જવાબદાર છે. તેથી કોલેસ્ટ્રોલ કોશિકાઓને યોગ્ય રીતે કામ કરવા માટે મહત્વનું છે. સામાન્ય રીતે કહેવામાં આવે તો કોલેસ્ટ્રોલનું કામ સુરક્ષિત દિવાલ(બેરિયર) પુરુ પાડવાનું છે. તેવામાં કોલેસ્ટ્રોલમાં થતાં બદલાવની સીધી અસર આપણા શરીરની સક્ષમતા અને મેટાબોલિઝમની એફિસિયન્સી પર પડે છે. 
 

આગળની સ્લાઇડ્સમાં વાંચો..... શરીરને કોલેસ્ટ્રોલની જરૂર છે સૅચ્યૂરેટેડ ફેટની નહી

know that why our body need cholesterol

શરીરને કોલેસ્ટ્રોલની જરૂર છે સૅચ્યૂરેટેડ ફેટની નહીં

સૅચ્યૂરેટેડ ફેટ્સના કારણે લોહીમાં એલડીએલનું પ્રમાણ વધે છે, જે બેડ કોલેસ્ટ્રોલ છે અને તે બ્રેઇન અને હાર્ટની આર્ટરિમાં અવરોધ ઉતપન્ન કરે છે. એલડીએલમાં વધારો થવાથી એચડીએલની માત્રા ઘટે છે, જેનું કાણ કોલેસ્ટ્રોલને હાર્ટ અને બ્રેઇનની આર્ટરિમાંથી દૂર કરવાનું કામ કરે છે. હાઇ એલડીએલ અને લો એચડીએલ લેવલ હાર્ટ ડિસિસ અને કેન્સર જેવા રોગોનું જોખમ વધારે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા પાછળ ડાયટની સાથે સાથે ક્યારેક જનિન તત્વો પણ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. તેવામાં જે લોકોને ડાયાબિટિસ, હાર્ટ પ્રોબ્લેમ હોય તેમણે કોલેસ્ટ્રોલ ધરાવતા ફૂડ ખાવાનું ટાળવું જોઇએ. 
 

આગળની સ્લાઇડ્સમાં વાંચો..... સેફ અને હેલ્ધી કોલેસ્ટ્રોલ લેવલ 

know that why our body need cholesterol

સેફ અને હેલ્ધી  કોલેસ્ટ્રોલ લેવલ

- ટોટલ કોલેસ્ટ્રોલ  200 mg /dL અથવા તેના કરતા ઓછું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
-  ટોટલ કોલેસ્ટ્રોલ 200 -239 mg/dL બોર્ડરલાઇન કહેવાય છે.
- ટોટલ કોલેસ્ટ્રોલ 240 mg/dL ને  હાઇ માનવામાં આવે છે.
 

કોલેસ્ટ્રોલમાં LDL લેવલ 

- LDL લેવલ 100 mg/dL કરતા ઓછું હોય તે શ્રેષ્ઠ મનાય છે.
-  LDL લેવલ 100 to 129 mg/dL  હોય તો હાર્ટ રિસ્ક રહે છે.
-  LDL લેવલ 160 to 189 mg/dL હોય તો તેને હાઇ માનવામાં આવે છે.
- LDL લેવલ  190 mg/dL  કે તેથી વધુ હોય તો તેને હાઇ માનવામાં આવે છે.
 

કોલેસ્ટ્રોલમાં HDL લેવલ 

- HDL લેવલ 40 mg/dL કરતા ઓછું હોય તો હાર્ટ ડિસિસ થવાની સંભાવના છે.
- HDL લેવલ 41 mg/dL થી 59 mg/dLની વચ્ચે હોય તો બોર્ડરલાઇન ગણાય છે.
- HDL લેવલ  60 mg/dL  કે તેથી વધુ હોય તો તેને સારું માનવામાં આવે છે.

X
know that why our body need cholesterol
know that why our body need cholesterol
know that why our body need cholesterol
know that why our body need cholesterol
know that why our body need cholesterol
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App