અછબડામાં રાહત આપવાની સાથે ડાઘ પણ દૂર કરશે ડુંગળીનો આ ઉપાય

ઘરમાં અનેક પ્રકારના બેક્ટેરિયા તથા વાયરસથી બચવા ડુંગળીનો આ રીતે કરો ઉપયોગ

Divyabhaskar.com | Updated - Jun 14, 2018, 04:19 PM
Know Surprising Benefits and uses Of Onions

હેલ્થ ડેસ્ક: દરેક ઘરમાં ડુંગળીનો ઉપયોગ તો થતો જ હોય છે. જેથી તે સરળતાથી બધાંના ઘરમાં ઉપલબ્ધ પણ હોય છે. ડુંગળી અનેક હેલ્થ પ્રોબ્લેમ્સમાં ફાયદાકારક છે. તેમાં સારી માત્રામાં વિટામિન સી, બી6, આયર્ન, કેલ્શિયમ, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જાણો ડુંગળીના કેટલાક અસરકારક ઉપાયો.


-કાનમાં સખત દુખાવો થતો હોય તો કાચી ડુંગળીને ગરમ કરીને તેનો રસ કાઢીને કાન કે નાકમાં નાખવાથી તરત ફાયદો થાય છે.
-જ્યારે વધુ ગરમી અને લૂનો પ્રકોપ હોય અથવા તો તડકાંમાં અવરજવર વધારે પડતી હોય ત્યારે ખીસામાં એક નાની ડુંગળી રાખો. તેનાથી લૂનો ડર રહેતો નથી.
-એક પોટલીમાં 8-10 ડુંગળી બાંધીને તેને ઘરની બહાર લટકાવવાથી હવામાં ફેલાતા અનેક પ્રકારના બેક્ટેરિયા અને વાયરસથી બાળકોને બચાવવામાં મદદ મળે છે.
-ચિકનપોક્સ (અછબડા) થયા હોય તો 1 ચમચી ડુંગળીના રસમાં 2 કાળા મરી વાટીને મિક્સ કરીને થોડાં દિવસો સુધી દિવસમાં 2-3વાર પીવડાવવાથી મટી જાય છે અને તેના ડાઘ પણ જતાં રહે છે.
-કાચી ડુંગળીને ગરમ કરીને ફોડા પર બાંધવાથી તરત જ દુખાવામાં રાહત મળે છે અને ફોડો પાકી જાય છે અને તેમાંથી પરૂ પણ નીકળી જાય છે.
-પેટમાં દુખાવો થતો હોય તો 1 ગ્લાસ પાણી ડુંગળીનો રસ, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરીને પીવાથી તરત જ મટી જાય છે.

(અહીં જણાવેલા ઘરેલૂ ઉપાય સ્વામી રામદેવજીની બુક ઔષધ દર્શનમાંથી લીધેલા છે.)

X
Know Surprising Benefits and uses Of Onions
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App