બાળકોમાં રસીકરણ શા માટે જરૂરી છે? જાણો નિયમિત રસીકરણના ફાયદાઓ

બાળકના સર્વાંગી વિકાસ માટે રસીકરણ જરૂરી છે

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 16, 2018, 12:12 PM
ભારતમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે.
ભારતમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 2015ના સર્વે પ્રમાણે ભારતમાં બાળમૃત્યુનો દર વર્ષે 1.2 મિલિયન છે, જે દુનિયાના 20% જેટલો છે. જ્યારે ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકનો મૃત્યુદર એક હજારે 48નો અને ગુજરાતમાં દર એક હજારે 45નો છે.


ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં મૃત્યુનાં મુખ્ય કારણો છે-


1. ઇન્ફેક્શન (ચેપ) જેમાં ન્યુમોનિયા, ઓરી, રોટા વાઇરસને લીધે થતા ઝાડા, મગજનો તાવ, મલેરિયા
2. કુપોષણ
3. પ્રિમેચ્યોરિટી (અધૂરા માસે જન્મેલ નવજાત શિશુ)
4. નવજાત શિશુમાં શ્વાસોશ્વાસની તકલીફ (ઈજાથી) ઇન્જરી અથવા ચેપ.


બાળમૃત્યુના તથા ખોડખાંપણના મોટાભાગના કિસ્સાઓમાં વિવિધ પ્રકારના ચેપ કારણભૂત હોય છે. આ ચેપ સામે રક્ષણ મેળવવા માટે બાળક જન્મે ત્યારથી લઈને ઉંમર પ્રમાણે અન્ય રસીઓ તબક્કાવાર અપાવવી જોઈએ. ભારતમાં અત્યારે બાળકોમાં રસીકરણનું પ્રમાણ લગભગ સરેરાશ 60% જેટલું છે, જે 80%થી વધારે દરેક જિલ્લામાં હોવું જરૂરી છે.


આગળ વાંચો રસીકરણનું મહત્વ અને નિયમિત રસીકરણના ફાયદાઓ વિશે.

રસીકરણથી બાળક શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત બને છે.
રસીકરણથી બાળક શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત બને છે.

ભારતમાં રસીકરણનું પ્રમાણ ઓછું હોવાનાં કારણો


- રસીકરણની યોગ્ય માહિતીનો અભાવ.
- માતા-પિતાની નિરક્ષરતા કે રસીની આડઅસરનો ડર
- ધાર્મિક માન્યતાઓ
- રસીનો અપૂરતો જથ્થો
- રસીકરણ માટે યોગ્ય ટ્રેઇન્ડ માણસોનો અભાવ.
- રસીકરણથી થતા ફાયદાઓની જાણકારી ન હોવી વગેરે.

ભારતમાં રસીકરણનું પ્રમાણ વધારવા માટે બાળકનાં પેરેન્ટ્સને રસીકરણની યોગ્ય માહિતી આપવી જોઈએ
ભારતમાં રસીકરણનું પ્રમાણ વધારવા માટે બાળકનાં પેરેન્ટ્સને રસીકરણની યોગ્ય માહિતી આપવી જોઈએ

નિયમિત રસીકરણના ફાયદાઓ


-બાળક શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત બને છે.


- બાળકની નિર્ણયશક્તિ, યાદશક્તિ, વિચારશક્તિ વધારે મજબૂત બને છે અને તેથી બાળક અભ્યાસમાં પણ તેજસ્વી બને છે.


- મગજમાં ચેપ (મેનિન્જાઇટિસ)ને કારણે બાળકમાં થતી ખોડખાંપણ HIB (હિબ) અને ન્યુમોનિયાની રસી આપવાથી અટકાવી શકાય છે.


- રસીકરણનું પ્રમાણ વધારવાથી લોકોમાં હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity)ના પ્રમાણમાં વધારો થાય છે. એટલે કે 60થી વધારે ઉંમરની વ્યક્તિઓ, રોગથી પીડાતી વ્યક્તિઓ, જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓને અમુક રોગો સામે રક્ષણ મળે છે. દા.ત. ન્યુમોનિયા અને ટીટેનસ.


- બાળકને નિયમિત રસીઓ અપાવવાથી માંદગીને કારણે થતા ખર્ચાની બચત થાય છે તથા ખર્ચાનું 21% રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મળે છે.

રસીકરણથી થતા ફાયદાઓની જાણકારી હોવી જોઈએ.
રસીકરણથી થતા ફાયદાઓની જાણકારી હોવી જોઈએ.

રસીકરણની સમજણ એ જ ઉપાય


ભારતમાં રસીકરણનું પ્રમાણ વધારવા માટે બાળકનાં પેરેન્ટ્સને રસીકરણની યોગ્ય માહિતી આપવી જોઈએ. જેમ કે,


- બધી જ રસી નિયમિત રીતે અપાવવી જરૂરી છે, તેથી બાળકને જીવલેણ રોગો સામે રક્ષણ મળે છે.
- ઓરી, ત્રિગુણી, પોલિયો, ન્યુમોનિયા, રોટા વાઇરસ, મગજના તાવની રસી, રુબેલા સર્વાઇકલ કેન્સર, કમળાની રસી એમ બધી જ રસી વિવિધ રોગો સામે રક્ષણ આપવા માટે જરૂરી છે.
- ત્રિગુણી રસીમાં તાવ અને સોજો (Painful) આવે તે રસીમાં રોગપ્રતિકારક શક્તિ વધારે અને લાંબો સમય રહે છે, જે પેઇનલેસ (Painless) રસીમાં ઓછી મળે છે.

X
ભારતમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે.ભારતમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે.
રસીકરણથી બાળક શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત બને છે.રસીકરણથી બાળક શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત બને છે.
ભારતમાં રસીકરણનું પ્રમાણ વધારવા માટે બાળકનાં પેરેન્ટ્સને રસીકરણની યોગ્ય માહિતી આપવી જોઈએભારતમાં રસીકરણનું પ્રમાણ વધારવા માટે બાળકનાં પેરેન્ટ્સને રસીકરણની યોગ્ય માહિતી આપવી જોઈએ
રસીકરણથી થતા ફાયદાઓની જાણકારી હોવી જોઈએ.રસીકરણથી થતા ફાયદાઓની જાણકારી હોવી જોઈએ.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App