Home » Lifestyle » Health » Know how Wisdom tooth come out and treatment

કઈ રીતે બહાર આવે છે ડહાપણની દાઢ? જાણો તેની ગંભીર અસરો અને સારવાર

Divyabhaskar.com | Updated - Feb 17, 2018, 10:00 AM

ડહાપણની દાઢ હોવી સારી કે નુકસાનકારક?

 • Know how Wisdom tooth come out and treatment
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  દાંત સાથે સંકળાયેલી તકલીફોમાં ડહાપણની દાઢની તકલીફ સૌથી પીડાદાયક છે.

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દાંતની બત્રીસી ને બત્રીસી કહેવડાવવા માટે જે છેલ્લી ચાર દાઢો દાંતનાં જડબાંમાં ખૂણામાં પુખ્તવય પછી ઊગે તે છે ડહાપણની દાઢ, પણ દાંતનાં જડબાંના વિકાસ અને જગ્યાની ઉપલબ્ધિ પ્રમાણે ડહાપણની દાઢ પોતાની જગ્યા કરી શકે છે અથવા તો જડબાંમાં અટકી જાય તો તેના લીધે એવી ગંભીર અસરો ઉદ્્ભવી શકે છે અને કાર્યક્ષમતા પર સખત એવી અસર પડે છે.


  ગંભીર અસરો


  • દાંતમાં અસહ્ય દુખાવો થવો.
  • જડબાંમાં સોજો આવી જવો.
  • મોં ખૂલતું બંધ થઈ જવું.
  • જડબાના એ ભાગમાં કાનથી લઈને માથા સુધી દુખવું.
  • જો તે દાઢને કારણે પરુ થયું હોય તો તેના લીધે તાવ પણ આવી શકે છે.
  • ડહાપણની દાઢ આવે ત્યારે ક્યારેક ગાલ તથા પેઢાના ભાગમાં ચાંદું પાડી શકે છે. આ સિવાય ક્યારેક ગાલના ભાગમાં બચકું પણ ભરાઈ શકે છે.


  આગળ વાંચો ડહાપણની દાઢ કઈ રીતે બહાર આવે છે અને તેને ઠીક કરવા કઈ સારવાર કરવી.

 • Know how Wisdom tooth come out and treatment
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ડહાપણની દાઢ ક્યારેક જડબામાં કે મોઢામાં જગ્યા ન હોવાને કારણે પૂરેપૂરી રીતે બહાર આવી શકતી નથી

  ડહાપણની દાઢ આટલી રીતે બહાર આવી શકે છે.


  • જો જડબાંમાં પૂરતી જગ્યા હોય તો જ ડહાપણની દાઢ સીધી આવી શકે છે.
  • દાઢ થોડી ત્રાંસી હોય અને જડબાંમાં પૂરતી જગ્યા ના હોય તો દુખાવો પેદા કરે છે અને બીજાં લક્ષણો પેદા કરે છે.
  • અમુક કિસ્સામાં નીચેના જડબાની ડહાપણની દાઢ નીચેથી પસાર થતી ઇન્ફિરિયર અલ્વેયોલર નર્વની બાજુમાં આડી રીતે ગોઠવાયેલી હોય તો તેના દબાણથી જડબામાં જે તે ભાગમાં બહેરાશ પણ લાવી શકે છે અને સારવાર કરતી વખતે નર્વને ડેમેજ ન થાય તેની ચીવટ રાખવી પડે છે.
  • ઉપરના જડબામાંથી આવતી ડહાપણની દાઢનો માર્ગ ગાલ તરફ ગાલને છોલે તે રીતે ઊગે છે પછી સીધી ઊગે છે.
  • ડહાપણની દાઢ જ એવી હોય છે જે દરેક વ્યક્તિમાં અલગ-અલગ આકાર, કદ, પ્રકાર, મૂળિયાં અને અંદરની રચના અલગ અલગ હોય છે.

 • Know how Wisdom tooth come out and treatment
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આ દાઢ સડી જાય ત્યારે કઢાવી નાખવી પડે. • એને કારણે આગળની દાઢમાં સડો થાય ત્યારે દાઢ કઢાવવી પડે.

  નિદાન

   

  દર્દીને ઉપર મુજબનાં લક્ષણો કે ગંભીર અસરો જોવા મળે તો વિવિધ રીતે નિદાન થઈ શકે છે. પ્રથમ તો ડેન્ટિસ્ટ દ્વારા મોંનું ક્લિનિકલ એક્ઝામિનેશન કરવામાં આવે છે. જેમાં ડહાપણના દાઢની રચના તથા તેમાં થતી તકલીફો દેખાઈ શકે છે. જો જરૂર પડે તો નીચે પ્રમાણેના રેડિયોગ્રાફ (એક્સ-રે) કરવામાં આવે છે.

  - ઇન્ટ્રાઓરલ પેરિઅપાઇકલ રેડિયોગ્રાફ (આઈઓપીએ) જેમાં ડહાપણની દાઢની આજુબાજુના નાના એવા ભાગનું નિદાન કરી શકાય છે.

  - ઓરલ પેન્ટોમોગ્રામ (ઓપીજી) જેમાં ઉપર-નીચેના સંપૂર્ણ જડબાંના દાંત અને હાડકાં વચ્ચેની ગોઠવણનો ખ્યાલ આવે છે.

  - કોન બીમ કમ્પ્યૂટરાઇઝ્ડ ટોમોગ્રાફી (સીબીસીટી) જેમાં ડહાપણની દાઢના ભાગને દરેક અક્ષાંશ અને રેખાંશ વચ્ચે કેવી રીતે ગોઠવણી થઈ છે તથા તેની કુદરતી રચનાનો ખ્યાલ દરેક ડાયમેન્શનથી આવે છે

 • Know how Wisdom tooth come out and treatment
  આમ કહેવાય છે કે અક્કલની દાઢ વગર પણ તમે સામાન્ય રીતે ખોરાક ખાઈ શકો છો. પરંતુ એનો અર્થ એ નથી કે એની જરૂર

  સારવાર


  • પેઢાંને બ્લેડ, કૌટ્રી અથવા લેઝર દ્વારા કાપીને વધારાનો ભાગ દૂર કરવામાં આવે છે.
  • ગાલ તરફ છાલા પેદા કરતો ભાગ ઘસીને લિસ્સો બનાવવામાં આવે છે.
  • ડહાપણની દાઢમાં થતો સડો જે તે ભાગમાં હોય તો તેની ફિલિંગ કે મૂળિયાંની સારવાર શક્ય હોય તો તે કરી દાઢને બચાવવામાં આવે છે.
  • ડહાપણની દાઢ સહેજ પણ ત્રાંસી, હાડકાંમાંથી બહાર ન આવી શકે તેવી જગ્યાએ હોય તો તેની નાની એવી સર્જરી દ્વારા જગ્યા કરીને દાઢને અમુક ભાગમાં વિભાજિત કરીને બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ પેઢાંને સાંધવા માટે ટાંકા લેવામાં આવે છે. પછી યોગ્ય કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ