આ રીતે કરવું જોઇએ બ્રશ, ધ્યાનમાં રાખવા જેવી બાબતો

બ્રશ કરતી વખતે એ વાતનો ધ્યાન રાખવો જોઇએ કે બ્રશ હંમેશા ગોળાઇમાં ફરે

divyabhaskar.com | Updated - Feb 08, 2018, 04:17 PM
જો બ્રશ ગોળાઇ નહી ફરે અને ત્રાસું પકડ્યુ હશે તો તે દાંત અને પેઢાઓ માટે હાનિકારક સાબિત થશે
જો બ્રશ ગોળાઇ નહી ફરે અને ત્રાસું પકડ્યુ હશે તો તે દાંત અને પેઢાઓ માટે હાનિકારક સાબિત થશે

યુટિલિટી ડેસ્કઃ ખોટી રીતે બ્રશ કરવામાં આવે તો બ્રશ યોગ્ય રીતે સાફ થતાં નથી અને અનેક પ્રકારના રોગોનો સોમનો કરવો પડે છે. આપણે નાનપણથી માત્ર એક જ રીતે બ્રશ કરતા આવ્યા છીએ. જેમાં આપણે પેઢાઓ પર બ્રશ કરીએ છીએ. જેના કારણે પેઢાઓને નુક્સાન પહોંચે છે. બ્રશ કરતી વખતે એ વાતનો ધ્યાન રાખવો જોઇએ કે બ્રશ હંમેશા ગોળાઇમાં ફરે. જો બ્રશ ગોળાઇ નહી ફરે અને ત્રાસું પકડ્યુ હશે તો તે દાંત અને પેઢાઓ માટે હાનિકારક સાબિત થશે. પેઢાઓમાંથી લોહી નીકળી શકે છે અને દાંતની વચ્ચે ફસાયેલી વસ્તુ યોગ્ય રીતે નીકળી નહીં શકે. આજે અમે ટૂથબ્રશને સાચી રીતે કેવી રીતે કરવું તે અંગે જણાવી રહ્યાં છીએ.

દાંતને બ્રશ કરવાની યોગ્ય રીત

બ્રશિંગ હેબિટ સુધારો


સૌથી પહેલા બ્રશિંગ હેબિટ સુધારવી જરૂરી છે. આ માટે તમે દરરોજ જે હાથનો ઉપયોગ કરો છો તેના કરતા અલગ હાથનો ઉપયોગ કરીને તમારી બ્રશિંગ હેબિટને સુધારી શકો છો. પ્રારંભમાં આ થોડુંક ઓકવર્ડ લાગશે, પરંતુ બાદમાં તમારી બ્રશિંગ હેબિટને સુધારી દેશે.

ઈલેક્ટ્રિક ટૂથબ્રશની નકલ કરો


તમારા દાંત પર જ્યારે પણ ટૂથપેસ્ટ કરતાં હોવ ત્યારે ઈલેક્ટ્રિક ટૂથબ્રશની નકલ કરો. સામાન્ય રીતે ટૂથબ્રશ ક્યારે ઉપર-નીચે થતું નથી પરંતુ સર્કલમાં જ ફરે છે. તમારે બસ કલ્પના કરવાની છે કે તમે દરેક દાંત પર મસાજ કરો છો.


આગળની સ્લાઇડ્સમાં વાંચો અન્ય રીત

તમારા દાંત પર જ્યારે પણ ટૂથપેસ્ટ કરતાં હોવ ત્યારે ઈલેક્ટ્રિક ટૂથબ્રશની નકલ કરો
તમારા દાંત પર જ્યારે પણ ટૂથપેસ્ટ કરતાં હોવ ત્યારે ઈલેક્ટ્રિક ટૂથબ્રશની નકલ કરો

સોફ્ટ બ્રશ ખરીદો

મોટાભાગના લોકો બ્રશ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન નથી રાખતા કે વધુ કડક બ્રિસલ્સવાળું બ્રશ પેઢાને નુક્સાન પહોંચાડે છે. તેથી સોફ્ટ બ્રિસલ્સવાળુ બ્રશ ખરીદવું જોઇએ. જે દાંતોની વચ્ચે સહેલાયથી જઇ શકે અને પેઢા છોલાવાનો ડર પણ ન રહે. 
 

નિયમિતપણે બ્રશ બદલતા રહો

સમય જતાં બ્રશમાં રહેલું નાઇલોન ઘસાઇ જાય છે, તેથી નિયમિતપણે બ્રશને બદલતા રહેવું જોઇએ. બ્રશનું પેકેટ ખરીદી લેવાથી તમે દર મહિને બ્રશ બદલી શકો છો. તેમજ એકપણ બ્રશ ત્રણ મહિનાથી વધારે ઉપયોગમાં ન લેવું જોઇએ.  


આગળની સ્લાઇડ્સ પર વાંચો  જમ્યા બાદ તુરંત બ્રશ ન કરો

સમય જતાં બ્રશમાં રહેલું નાઇલોન ઘસાઇ જાય છે, તેથી નિયમિતપણે બ્રશને બદલતા રહેવું જોઇએ
સમય જતાં બ્રશમાં રહેલું નાઇલોન ઘસાઇ જાય છે, તેથી નિયમિતપણે બ્રશને બદલતા રહેવું જોઇએ

જમ્યા બાદ તુરંત બ્રશ ન કરો

જમ્યા પછી બ્રશ કરવું જોઇએ એ સારી બાબત છે, પરંતુ જમીને તુરંત જ બ્રશ કરવું નુક્સાનકારક છે. તેથી જમ્યા બાદ 40 કે 50 મિનિટ પછી બ્રશ કરવું જોઇએ.
 

માત્ર બે જ વાર બ્રશ કરો

કેટલાક લોકો ઝડપી ઝડપી દાંત સાફ કરે છે અને સાફ દાંતની લાલચમાં દિવસમાં ત્રણથી ચાર વાર બ્રશ કરે છે, પરંતુ એક દિવસમાં ત્રણ વારથી વધારે બ્રશ કરવાથી બળતરાની સાથે પેઢા નબળા પડે છે. તેથી દિવસમાં બે વાર જ બ્રશ કરવું જોઇએ. 


 

આગળની સ્લાઇડ્સમાં વાંચો ઇલેક્ટ્રિક બ્રશ

કેટલાક લોકો ઝડપી ઝડપી દાંત સાફ કરે છે અને સાફ દાંતની લાલચમાં દિવસમાં ત્રણથી ચાર વાર બ્રશ કરે છે,
કેટલાક લોકો ઝડપી ઝડપી દાંત સાફ કરે છે અને સાફ દાંતની લાલચમાં દિવસમાં ત્રણથી ચાર વાર બ્રશ કરે છે,

ઇલેક્ટ્રિક બ્રશ

જો બ્રિસલ્સ સોફ્ટ હોય અને તેના હેડને નિયમિતપણે બદલવામાં આવે તો ઇલેક્ટ્રિક બ્રશ દાંત માટે સારા છે. જો તમે નિયમિતપણે બ્રશના હેડને બદલતા નથી તો તે તમારા નબળા પેઢા અને દાંત માટે જોખમી સાબિત થઇ શકે છે. જો ઇલેક્ટ્રિક બ્રશની સંભાળ રાખવામાં આવે તો તે તમારા દાંત માટે ઓરલ કેરની ભૂમિકા ભજવી શકે છે. આપણે બ્રશન  25kથી 30k સુધી એક મિનિટમાં રોટેટ કરી શકતા નતી, તેથી ઇલેક્ટ્રિક બ્રશનો ઉપયોગ કરવો જોઇએ।  

X
જો બ્રશ ગોળાઇ નહી ફરે અને ત્રાસું પકડ્યુ હશે તો તે દાંત અને પેઢાઓ માટે હાનિકારક સાબિત થશેજો બ્રશ ગોળાઇ નહી ફરે અને ત્રાસું પકડ્યુ હશે તો તે દાંત અને પેઢાઓ માટે હાનિકારક સાબિત થશે
તમારા દાંત પર જ્યારે પણ ટૂથપેસ્ટ કરતાં હોવ ત્યારે ઈલેક્ટ્રિક ટૂથબ્રશની નકલ કરોતમારા દાંત પર જ્યારે પણ ટૂથપેસ્ટ કરતાં હોવ ત્યારે ઈલેક્ટ્રિક ટૂથબ્રશની નકલ કરો
સમય જતાં બ્રશમાં રહેલું નાઇલોન ઘસાઇ જાય છે, તેથી નિયમિતપણે બ્રશને બદલતા રહેવું જોઇએસમય જતાં બ્રશમાં રહેલું નાઇલોન ઘસાઇ જાય છે, તેથી નિયમિતપણે બ્રશને બદલતા રહેવું જોઇએ
કેટલાક લોકો ઝડપી ઝડપી દાંત સાફ કરે છે અને સાફ દાંતની લાલચમાં દિવસમાં ત્રણથી ચાર વાર બ્રશ કરે છે,કેટલાક લોકો ઝડપી ઝડપી દાંત સાફ કરે છે અને સાફ દાંતની લાલચમાં દિવસમાં ત્રણથી ચાર વાર બ્રશ કરે છે,
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App