તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ પ્રમાણમાં તણાવ લેશો તો આંખોને થશે સખત નુકસાન, જાણો બચવાના ઉપાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: ભાગદોડવાળી લાઈફમાં કામની સાથે તણાવ આવવો સ્વાભાવિક છે. પણ હદથી વધારે તણાવ રહેવા લાગે તો તેનાથી ઘણાં નુકસાન ભોગવવા પડી શકે છે. આના કારણે આંખોની રોશની પણ જઈ શકે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે માનસિક તણાવથી ગ્લૂકોમા, ડાયાબિટીક વિઝન લોસ સહિત આંખ સંબંધી ઘણી સમસ્યાઓ થવાનો ખતરો વધી જાય છે. 


શું છે કારણ?


-ડો. અનુરાગ દુબે કહે છે કે તણાવ આખા શરીરનો દુશ્મન છે. પણ આંખોને તેનાથી વધુ નુકસાન થઈ શકે છે.
-આંખોની નર્વ અને બ્લડ વેસલ્સ કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનથી પ્રભાવિત થાય છે. જેના કારણે આંખો પર તેની ખરાબ અસર પડે છે.
-જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે આંખોમાં રહેલાં ફ્લૂડમાં તણાવ પેદા થાય છે અને આંખોમાં પ્રેશર વધે છે. જેના કારણે બ્લડ વેસલ્સ ડ્રાય થવા લાગે છે અને તેનાથી આંખોમાં ઘણાં પ્રકારની સમસ્યા પેદા થાય છે. 
-રિસર્ચમાં જાણણા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિની આંખોનો ઈલાજ ચાલી રહ્યો હોય અને તે આ દરમ્યાન તણાવ અનુભવે તો તેની આંખો ઠીક થવામાં વધુ સમય લાગે છે.


સ્ટ્રેસને કઈ રીતે દૂર કરશો


-એક્સરસાઈઝ અને મેડિટેશન કરવાથી શરીરમાં નવી ઊર્જાનું સંચાર થાય છે અને શરીરની કાર્યક્ષમતા વધે છે.
-કેફીન, દારૂ અને નિકોટીન બોડીમાં ઉત્તેજકની જેમ કામ કરે છે. તેનાથી તણાવ વધે છે. 
-ખોરાકમાં ફળ, શાકભાજી અને મલ્ટીગ્રેન અનાજ સામેલ કરો. ફળો અને શાકભાજીમાંથી મળતું એન્ટીઓક્સીડેન્ટ તણાવથી બચાવે છે.
-રોજ 7-8 કલાકની ઊંઘ લો. તેનાથી તણાવ ઓછો થાય છે.