Home » Lifestyle » Health » Know how Overload work causes heart problem

10-12 કલાકથી વધુ કામ કરવું હાર્ટ માટે છે નુકસાનકારક, જાણો કેવી અસર થાય છે

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 06:05 PM

તમે રોજ કેટલા કલાક કામ કરો છો? 10-12 કલાક કામ કરવાથી થાય છે આ પ્રોબ્લેમ

 • Know how Overload work causes heart problem
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  વધુ કલાકો કામ કરવાથી સ્ટ્રોકનું રિસ્ક વધે છે.

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ દિવસના 10-12 કલાક કામ કરતા લોકોની સંખ્યા વધતી જાય છે. વર્ક-કલ્ચર વધુ ને વધુ ડિમાન્ડિંગ બનતું જાય છે, એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કામના વધુપડતા કલાકોને કારણે હાર્ટના ધબકારાની રિધમ ખોરવાય છે, જેને લીધે સ્ટ્રોકનું રિસ્ક પણ વધી શકે છે. જેથી આજે અમે તમને જણાવીશું કે તમારા કામના કલાકો કઈ રીતે તમારા હાર્ટ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.


  આગળ વાંચો વધુ કલાકો કામ કરવાથી હાર્ટને કેવા નુકસાન થઈ શકે છે.

 • Know how Overload work causes heart problem
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  વધુ કલાકો કામ કરતા લોકોને હાર્ટ-ફેલ્યર પણ થઈ શકે છે.

  અઠવાડિયામાં 55 કલાક કે એથી વધુ કલાકો કામ કરતા લોકોને હાર્ટ ડિસીઝનું રિસ્ક વધુ રહે છે. આવા લોકોની હેલ્થ પર તેમના સતત ચાલતા કામના વધુ પડતા કલાકો અસર કરે જ છે. મહત્વની વાત એ છે કે એ હાર્ટને સીધી અસર પહોંચાડે છે.આવી વ્યક્તિઓના ધબકારાની રિધમ ખોરવાય છે. ચોક્કસ સમયના અંતરાલે હાર્ટ ધબકે છે અને એને જ રિધમ કહેવાય. મેડિકલ ભાષામાં તેમના પ્રોબ્લેમને એટ્રિયલ ફિબ્રિલેશન કહેવાય છે.


  શું છે એટ્રિયલ ફિબ્રિલેશનની પ્રોબ્લેમ


  માણસને ધબકારાની રિધમની તકલીફ હોય છે. એ તકલીફના જુદા-જુદા પ્રકાર છે. એમાંનો એક પ્રકાર એટલે એટ્રિયલ ફિબ્રિલેશન. આ રોગમાં ધબકારા અનિયમિતપણે અનિયમિત બની જાય છે. એટલે કે પોતાની મરજી મુજબ ગમે તેમ હૃદય ધબકે છે. હૃદયમાં ચાર ભાગ હોય છે, જેમાં ઉપરના બે ભાગમાં અને ખાસ કરીને જમણી બાજુના ઉપરના હૃદયમાં તકલીફ હોય ત્યારે એટ્રિયલ ફિબ્રિલેશન થાય છે. એટ્રિઅલ એટલે હૃદયનો એ ભાગ અને ફિબ્રિલેટ કરવું એટલે કે ખૂબ જ ઝડપથી અનિયમિતપણે સંકોચાવું. 

 • Know how Overload work causes heart problem
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આવા લોકોની હેલ્થ પર તેમના સતત ચાલતા કામના વધુપડતા કલાકો અસર કરે જ છે.

  જાણો હાર્ટ પર અસર


  જેમના કામના કલાકો ખૂબ વધારે છે તેમના કામનું સ્ટ્રેસ પણ વધારે જ હોવાનું; કારણ કે કોઈ પણ પ્રકારનો ડર, દરરોજની નાની-મોટી ચિંતાઓ, જીવનના દરરોજ લેવા પડતા મહત્વના નિર્ણયો, કંટાળો કે ફ્રસ્ટ્રેશન, એકબીજા માટેની અને ખુદ પ્રત્યેની પણ વધુપડતી અપેક્ષાઓને કારણે જે પ્રકારની લાગણીઓ ઉદભવે છે એને કારણે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. આ સ્ટ્રેસ એટ્રિયલ ફિબ્રિલેશન પાછળનું ઘણું મહત્વનું કારણ છે.


  જ્યારે સ્ટ્રેસ થાય ત્યારે હૃદયના ધબકારા ખૂબ વધી જાય છે અને એની રિધમ ખોરવાય છે, બ્લડ-પ્રેશર વધે છે, પેટનું એસિડ વધે છે; જેને કારણે પેટમાં દુખાવો, અપચો અને છાતીમાં બળતરા થઈ શકે છે. આ ઉપરાંત સ્નાયુઓમાં ખેંચાણ વધે છે; જેને કારણે માથાનો દુખાવો, ગરદન અને પીઠનો દુખાવો પણ થાય છે. આ સિવાય કામના વધુ કલાકોને કારણે ડાયાબિટીઝ, ઓબેસિટી, બ્લડ-પ્રેશર, ડિપ્રેશન જેવા રોગો ઘર કરી શકે છે.


   

 • Know how Overload work causes heart problem
  સ્ટ્રેસ એટ્રિયલ ફિબ્રિલેશન પાછળનું ઘણું મહત્વનું કારણ છે

  બચવા માટે શું કરવું જાણો


  -કામના કલાકો ભલે વધુ હોય પણ સૂવાનો, ઊઠવાનો સમય નિશ્ચિત રાખવો જરૂરી છે. આ ઉપરાંત પૂરી ઊંઘ લેવી. 
   

  -સૂવાની સાથે-સાથે ખોરાકનો સમય પણ નિશ્ચિત જ રાખવો. સમય થાય એટલે કામ છોડી પહેલાં ખાઈ લેવું.


  -આ સિવાય યોગ, પ્રાણાયામ અને ધ્યાન જેવી બાબતોને જીવનમાં સ્થાન આપવું.


  -કામના વધુ કલાકો હોય તો બહારનો ખોરાક ખાવાનું ટાળવું.


  -હેલ્થ પ્રોબ્લેમ્સથી બચવા સ્ટ્રેસ લીધા વિના શાંતિથી કામ કરવું.


  -જેમના કામના કલાકો વધુ છે તેમના માટે રેગ્યુલર ચેકઅપ ખૂબ જ જરૂરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ