તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું છે ડિજિટલ આઇ સ્ટ્રેન, જાણો તેનાથી આંખને થતાં નુકસાન અને ઉપાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક:  જે પણ વ્યક્તિ સતત કમ્પ્યૂટર સ્ક્રીનની સામે બેસે છે, તેને ડિજિટલ આઇ સ્ટ્રેન થવાનો ભય રહે છે. ડિજિટલ આઇ સ્ટ્રેનને મેડિકલ સાયન્સની ભાષામાં કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ (સીવીએસ) કહેવામાં આવે છે. 


કારણ


- ડિજિટલ ડિવાઇસનો બહુ વધારે ઉપયોગ કરવાની સાથે સાથે વારંવાર કન્ટેન્ટ ગ્રાફિક અને ટેક્સ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. 
- 5માંથી 1 વ્યક્તિ અત્યારે આ સમસ્યાનો શિકાર બને છે. 
- 8થી 18 વર્ષ સુધીનાં બાળકો હવે વધારે સમય એક અઠવાડિયામાં ડિજિટલ ડિવાઇસની સાથે પસાર કરે છે. 
- ડિજિટલ કન્ટેન્ટ હજારો પિક્સલ્સ સાથે મળીને બને છે. જેને લીધે આંખોમાં તાણ અને થાક વધે છે. જેને પિક્સિલેસન કહે છે. 


પરિણામ


- 2 કલાક કરતાં વધારે સમય ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરવાથી આંખો લાલ થવી, ખંજવાળ આવવી, ઝાખું દેખાવું, આંખો કોરી પડી જવી, કમરમાં દુખાવો થવો, ગરદનમાં દુખાવો, માથામાં દુખાવાની તકલીફ થઈ શકે છે. 
- સામાન્ય રીતે વ્યક્તિ 1 મિનિટમાં 18 વખત પલકારા મારે છે. કમ્પ્યૂટર અથવા અન્ય ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરવાથી તેનું પ્રમાણ 50 ટકા ઘટી જાય છે. 
- સતત આંખમાં થાકને લીધે માથામાં દુખાવો થવા લાગે છે. નાની ઇમેજ અને ફોન્ટથી સામાન્ય થાકની સમસ્યા થઈ શકે છે. 


ઉપાય


- આંખોની ડ્રાયનેસથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ તથા જ્યૂસ, લીંબુ શરબત જેવાં પ્રવાહી લેવાં જોઈએ. 
- ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ આંખથી થોડું અંતર રાખીને કરવો જોઈએ. ડિજિટલ ડિવાઇસને આંખથી લગભગ 50થી 100 સેન્ટિમીટર દૂર રાખવી જોઈએ. 
- મોબાઇલની ફ્રન્ટ સાઇઝ અને બ્રાઉઝર સેટિંગ મોટા અક્ષરોમાં રાખવું જોઈએ, જેથી આંખને પૂરતો આરામ મળી શકે. 
- 20-20 મિનિટના અંતરે ડિજિટલ ડિવાઇસથી દૂર થવું જોઈએ તથા 20 સેકન્ડ સુધી કોઈ અન્ય વસ્તુઓ લગભગ 20 ફૂટ દૂર સુધીનું જોવું જોઈએ.