એલર્ટઃ લાંબા સમય સુધી બાળકોને ડાયપર પહેરાવવાથી થાય છે ગંભીર બીમારીઓ

બાળકોને યૂટીઆઇ એટલે કે યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અને અન્ય બીમારીનો ખતરો રહે છે

Divyabhaskar.com | Updated - Feb 11, 2018, 12:05 AM
Diapers are harmful for the Baby always check this things

યુટિલિટી ડેસ્કઃ બાળકોને વારેઘડી કપડાં બદલાવવાની ઝંઝટથી છૂટકારો મેળવવા માટે પેરન્ટ્સ મોટાભાગે બાળકોને ડાયપર પહેરાવવાનું યોગ્ય માને છે. બાળકોની નાજુક સ્કીન વધારે સમય ડાયપર સહન કરી શકતી નથી. અડધા કલાક કે એક કલાક સુધી ઘરની બહાર રહો છો તો તે સમયે ડાયપર પહેરાવો તે યોગ્ય છે. 2-3 કલાક સુધી તેને ડાયપર પહેરાવો તે યોગ્ય છે. પણ તેનાથી તેને યૂટીઆઇ એટલે કે યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન અને અન્ય બીમારીનો ખતરો રહે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ શા માટે બાળકોને વધારે લાંબા સમય માટે ડાયપર પહેરાવવાનું ટાળવું જોઇએ.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો બાળકોને વધારે લાંબા સમય સુધી ડાયપર પહેરાવવાથી તેને કઇ ગંભીર બીમારીઓ થઇ શકે છે...

જો બાળકો 3-4 કલાક ડાયપર પહેરી રાખે અને તે અંદરથી વધારે ભીનું રહેતું હોય તો તેને આ અંગોમાં ઇન્ફેક્શન થઇ શકે છે.
જો બાળકો 3-4 કલાક ડાયપર પહેરી રાખે અને તે અંદરથી વધારે ભીનું રહેતું હોય તો તેને આ અંગોમાં ઇન્ફેક્શન થઇ શકે છે.

થઇ શકે છે ઇન્ફેક્શન અને રેશિઝ

 

નાના બાળકોની પાચન ક્ષમતા ઘણી ઓછી હોય છે અને આ કારણે તે ઝડપથી યૂરિન અને સ્ટૂલ પાસ કરે છે. જો બાળકો 3-4 કલાક ડાયપર પહેરી રાખે અને તે અંદરથી વધારે ભીનું રહેતું હોય તો તેને આ અંગોમાં ઇન્ફેક્શન થઇ શકે છે અને સાથે જાંઘની આસપાસ તેને રેશિઝ થઇ શકે છે. ઇન્ફેક્શનના કારણે યૂરિન પાસ કરતાં દર્દ કે બળતરાની ફરિયાદ રહે છે. એવામાં તે રડ્યા કરે છે. જો ડાયપર બાળકોને થોડું ટાઇટ પડે તો તેના પગમાં દર્દની સમસ્યા રહે છે. 

 

ડાયપરના ગ્રેન્યુઅલ્સ હોય છે ખતરનાક

 

ડાયપર બનાવવા માટે એવા ગ્રેન્યુઅલ્સનો ઉપયોગ કરાય છે જે તેના ભેજને શોષે છે અને લોક કરી લે છે. આ ગ્રેન્યુઅલ્સ હાનિકારક કેમિકલ્સથી બને છે. ડાયપરનું ઉપરનું પડ રિફાઇન્ડ પ્લાસ્ટિક પોલિથિનથી બનાવવામાં આવે છે જેથી બાળકોની ગંદગી બહાર ન આવી શકે. તેને બહાર આવતી રોકવાની સાથે બહારની હવા પણ અંદર જઇ શકતી નથી. જેથી એવા કપડાં પહેરાવો કે શક્ય ત્યાં સુધી હવાની અવરજવર સરળતાથી થઇ શકે. 

બાળકોને ઉલટી, શરદી, ખાંસી, તાવની સમસ્યા જોવા મળે છે.
બાળકોને ઉલટી, શરદી, ખાંસી, તાવની સમસ્યા જોવા મળે છે.

ફેલાઇ શકે છે બેક્ટેરિયા

 

ડાયપરમાં વધારે સમય સુધી બાળકોની ગંદગી રહે તો તેમાં હાનિકારક બેક્ટેરિયા જન્મે છે. આ બેક્ટેરિયા ઇન્ફેક્શન, ખંજવાળ અને રેશિઝ ફેલાવે છે, સાથે જ તે બાળકોની હેલ્થને પણ નુકસાન કરે છે. આ કારણે બાળકોને ઉલટી, શરદી, ખાંસી, તાવની સમસ્યા જોવા મળે છે. 

 

બાળકો ચિડીયા પણ થાય છે

 

બાળકોને વધારે સમય સુધી ડાયપર પહેરાવી રાખવાથી તેનું ડાયપર ભીનું રહે છે અને તેને મુશ્કેલી આવે છે. આ અસુવિધા તે જણાવી શકતા નથી અને રડવા લાગે છે. તેમાં ચીડિયાપણું આવે છે. જો તેને સતત આ આદત થઇ જાય તો તેનો સ્વભાવ ચીડિયો બને છે. આ કારણે પાછળથી માતા પિતાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

X
Diapers are harmful for the Baby always check this things
જો બાળકો 3-4 કલાક ડાયપર પહેરી રાખે અને તે અંદરથી વધારે ભીનું રહેતું હોય તો તેને આ અંગોમાં ઇન્ફેક્શન થઇ શકે છે.જો બાળકો 3-4 કલાક ડાયપર પહેરી રાખે અને તે અંદરથી વધારે ભીનું રહેતું હોય તો તેને આ અંગોમાં ઇન્ફેક્શન થઇ શકે છે.
બાળકોને ઉલટી, શરદી, ખાંસી, તાવની સમસ્યા જોવા મળે છે.બાળકોને ઉલટી, શરદી, ખાંસી, તાવની સમસ્યા જોવા મળે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App