શું તમે બચેલો, વાસી અને ફ્રિઝમાં મૂકેલો ખોરાક ખાઓ છો? તો આ નુકસાન જાણો

બચેલો અને વાસી ખોરાક ખાઓ છો? તો તેના નુકસાન+ખાવાની શ્રેષ્ઠ રીત જાણો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 09, 2018, 02:28 PM
હમેશાં હેલ્ધી અને તાજો ખોરાક જ ખાવો જોઈએ.
હમેશાં હેલ્ધી અને તાજો ખોરાક જ ખાવો જોઈએ.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આધુનિક જીવનની ભાગદોડે આપણી ફૂડ પેટર્નમાં ઘણો ફેરફાર કરી દીધો છે. તાજા બનેલા ફ્રેશ ફૂડનું સ્થાન જંક ફૂડ અને પેકેજ્ડ ફૂડે લઈ લીધું છે. લેફ્ટઓવર એટલે વાસી ખોરાક આપણા રોજિંદા ભોજનનો અંગ બની ગયો છે.

પહેલાં લોકો માત્ર સવારનું વધેલું સાંજે કે પછી સાંજનું વધેલું સવારે ખાતા હતા, પરંતુ હવે તો ફ્રિઝમાં પડેલું ત્રણ-ચાર દિવસ સુધી તથા ડીપ ફ્રીઝરમાં પડેલું ત્રણ-ચાર મહિના સુધી ખાતાં પણ અચકાતા નથી. વધેલો કે વાસી ખોરાક ખાતાં પહેલાં એ સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે એ જાણી લેવું જોઈએ. જેના વિશે આજે અમે તમને જણાવીશું.

આગળ વાંચો બચેલો, વાસી અને કેટલાય દિવસો સુધી સંગ્રહ કરેલો ખોરાક ખાવાથી કેવા નુકસાન થાય છે.

સવારનો નાસ્તો અચૂક કરવો જોઇએ જેમાં ઊર્જાવર્ધક વસ્તુઓ હોવી બહુ જરૂરી છે.
સવારનો નાસ્તો અચૂક કરવો જોઇએ જેમાં ઊર્જાવર્ધક વસ્તુઓ હોવી બહુ જરૂરી છે.

જાણો કેવા નુકસાન થાય છે


તાજા ભોજન એ સૌથી સારું કહેવાય છે, એથી આદર્શ તો એ જ છે કે તમે રાંધેલો ખોરાક બેથી ચાર કલાકમાં ખાઈ લો, પરંતુ હવે વધુ ભોજન બનાવીને તેને 2-3 દિવસ સુધી ખાવાનું ચલણ વધ્યું છે. ફ્રિજમાં મૂકી રાખેલું આઠ કલાકની અંદર વાપરી લેવામાં વાંધો નથી, પરંતુ કેટલાક લોકો દિવસોના દિવસો સુધી આવું લેફ્ટઓવર ખાતાં અચકાતા નથી. 


આ પ્રકારની જીવનશૈલી સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. આવી વ્યક્તિને ભોજનમાંથી યોગ્ય પોષક તત્વો ન મળતાં તેમના શરીરનું ફંક્શન બગડે છે, જેને પગલે તેમને વાળ ખરી પડવા, અકાળે વાળ સફેદ થઈ જવા, ચીડિયાપણું, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી, આળસ, એસિડિટી, ફૂડ પોઇઝનિંગ, સ્નાયુઓમાં દુખાવો, ઓસ્ટિયોપોરોસિસ તથા માસિકચક્રમાં ગરબડ જેવી અનેક સમસ્યાઓ સતાવી શકે છે.

લન્ચ, બ્રેકફાસ્ટના લગભગ 4-5 કલાક બાદ કરી લેવું.
લન્ચ, બ્રેકફાસ્ટના લગભગ 4-5 કલાક બાદ કરી લેવું.

બેસ્ટ ઉપાય શું?

 


રાંધેલો ખોરાક બે કલાકથી વધુ સમય બહાર ટેમ્પરેચરમાં મૂકી રાખવો યોગ્ય નથી, કારણ સ્વાદ, સુગંધ અને દેખાવમાં ભલે ફરક ન પડે, પરંતુ બે કલાકથી વધુ સમય ભોજન બહાર પડ્યું રહે તો એમાં બેક્ટેરિયા અને ફર્મેન્ટેશન આવી શકે છે. 


એમાંય આપણા દેશમાં તો ધૂળ અને પ્રદૂષણનું પ્રમાણ વધુ હોવાથી ખોરાક બગડવાની શક્યતા બમણી થઈ જાય છે, તેથી જો તમે ભોજન બનાવીને તરત વાપરી ન નાખવાના હો તો જેવું તે થોડું ઠંડું થાય તેવું તરત તેને એર-ટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રિજમાં મૂકી દો. પછી જેટલું જરૂર હોય એટલું જ બહાર કાઢી ગરમ કરો અને ખાઈ લો. રાંધેલા ખોરાકને વારંવાર ગરમ કરવાથી પણ તેમાં રહેલાં પોષક તત્વો નાશ પામતાં જાય છે.

બની શકે તો લન્ચમાં સલાડનો પ્રયોગ કરો. રાતનું ભોજન હળવું હોવું જોઇએ.
બની શકે તો લન્ચમાં સલાડનો પ્રયોગ કરો. રાતનું ભોજન હળવું હોવું જોઇએ.

શું ફ્રિજમાં સાચવી શકાય?

 


આજકાલ લોકો સમય બચાવવા એકસાથે ત્રણ-ચાર દિવસનો રોટલી કે ભાખરીનો લોટ બાંધીને ફ્રિજમાં મૂકી રાખે છે. કેટલાક શાક સમારીને મૂકી દે છે તો વળી કેટલાક જાતજાતની ચટણીઓ વાટીને ફ્રીઝરમાં મૂકી દે છે. 

જે આપણાં સ્વાસ્થ્ય માટે બહુ જ ખરાબ હોય છે અને એમાં રહેલાં પોષક તત્વો ઓછાં થઈ જાય છે.

રાતનું ભોજન ખાધાના અડધા કલાક પહેલા શાકભાજીનો સૂપ પીવામાં આવે જેનાથી શરીરને ઊર્જા મળે છે અને ભૂખ પણ લાગે છે.
રાતનું ભોજન ખાધાના અડધા કલાક પહેલા શાકભાજીનો સૂપ પીવામાં આવે જેનાથી શરીરને ઊર્જા મળે છે અને ભૂખ પણ લાગે છે.

વધેલો ખોરાક વાપરતાં પહેલાંની કેટલીક ટિપ્સ જાણો

 

-રાંધેલો ખોરાક બે કલાકથી વધુ સમય સામાન્ય ટેમ્પરેચરમાં ન રાખવો. થોડો ઠંડો થાય એટલે તરત એર-ટાઇટ કન્ટેનર્સમાં ફ્રિજમાં મૂકી દેવો.


- ગરમ-ગરમ ખોરાક ક્યારેય ફ્રિઝમાં મૂકવું નહીં.


-દરેક ખોરાકને અલગ-અલગ ડબ્બામાં પેક કરી ફ્રિઝ કે ફ્રીઝરમાં મૂકો, જેથી એકનાં બેક્ટેરિયા બીજામાં ફેલાઈ ન શકે.

 


-આવા ડબ્બાઓ પર તારીખ લખી રાખો, જેથી કોઈ ખાદ્ય સામગ્રી બહુ જૂની થઈ ગઈ હોય તો ફેંકી દેવાનો ખ્યાલ આવે.

 


-કોઈ પણ લેફ્ટઓવર વાનગી એક વાર બહાર કાઢો કે તરત વાપરીને પૂરી કરી દેવી. 
 

X
હમેશાં હેલ્ધી અને તાજો ખોરાક જ ખાવો જોઈએ.હમેશાં હેલ્ધી અને તાજો ખોરાક જ ખાવો જોઈએ.
સવારનો નાસ્તો અચૂક કરવો જોઇએ જેમાં ઊર્જાવર્ધક વસ્તુઓ હોવી બહુ જરૂરી છે.સવારનો નાસ્તો અચૂક કરવો જોઇએ જેમાં ઊર્જાવર્ધક વસ્તુઓ હોવી બહુ જરૂરી છે.
લન્ચ, બ્રેકફાસ્ટના લગભગ 4-5 કલાક બાદ કરી લેવું.લન્ચ, બ્રેકફાસ્ટના લગભગ 4-5 કલાક બાદ કરી લેવું.
બની શકે તો લન્ચમાં સલાડનો પ્રયોગ કરો. રાતનું ભોજન હળવું હોવું જોઇએ.બની શકે તો લન્ચમાં સલાડનો પ્રયોગ કરો. રાતનું ભોજન હળવું હોવું જોઇએ.
રાતનું ભોજન ખાધાના અડધા કલાક પહેલા શાકભાજીનો સૂપ પીવામાં આવે જેનાથી શરીરને ઊર્જા મળે છે અને ભૂખ પણ લાગે છે.રાતનું ભોજન ખાધાના અડધા કલાક પહેલા શાકભાજીનો સૂપ પીવામાં આવે જેનાથી શરીરને ઊર્જા મળે છે અને ભૂખ પણ લાગે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App