જાણો બાળકને ફીડિંગ કરાવવાનો સમય, આ રીતે મેનેજ કરો શિડ્યુલ

જ્યારે બાળક ભૂખના કારણે રડવાનું શરૂ કરે તે પહેલાં જ તેને ફીડિંગ આપો તો તે ખુશ રહે છે અને શાંત રહે છે.

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 12:05 AM
how many times you can feed the baby here are the right timings

યુટિલિટી ડેસ્કઃ અનેક વાર એવું બને છે કે તમે બાળકને ખવડાવો ત્યારે તેને ભૂખ ન લાગી હોય જેના કારણે તે ખાવામાં નખરા કરતા હોય. જો તમે તેને ફીડિંગ કરાવો છો અને તે નાટક કરે છે તો તમારે તેના ચહેરાના ભાવને સમજી લેવા જોઇએ. બાળકની ફીડિંગ ડિમાન્ડને સમજી લેવી ખાસ જરૂરી બને છે. જાણો નવજાત શિશુને કેટલી વાર અને ક્યારે કરાવવું જોઇએ ફીડિંગ?

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો બાળકની ફીડિંગની ડિમાન્ડ...

તમે કોઇ શિડ્યુલને બદલે બાળકના ભૂખ લાગવાની રાહ જોવો છો તો તે ન કરવું જોઇએ.
તમે કોઇ શિડ્યુલને બદલે બાળકના ભૂખ લાગવાની રાહ જોવો છો તો તે ન કરવું જોઇએ.

ફીડિંગ ડિમાન્ડના લક્ષણો

 

ઘણી વાર એવું બને છે કે તમને બાળકમાં ભૂખના લક્ષણ દેખાય છે અને તેના આધારે તેને ફીડિંગ કરાવો છો. જો તમે કોઇ શિડ્યુલને બદલે બાળકના ભૂખ લાગવાની રાહ જોવો છો તો તે ન કરવું જોઇએ. તેનાથી તમારા બાળકને વધારે ભૂખ લાગે છે અને તે તમને કહી ન શકતું હોવાના કારણે ચીડિયું બને છે. સાથે જ્યારે તે ભૂખ્યું ન હોય ત્યારે પણ તેને ફીડિંગ કરાવવું નહીં. બાળકને જ્યારે ભૂખ લાગે ત્યારે તે અંગૂઠો કે અન્ય રમકડાં ચૂસવા લાગે છે. તેના મોઢામાં મૂવમેન્ટ જોવા મળે છે. આ સમયે તે બ્રેસ્ટ કે બોટલ શોધવા અહીં તહીં ફાંફા મારે છે. ક્યારેક તે રડવા પણ લાગે છે. જ્યારે બાળક ભૂખના કારણે રડવાનું શરૂ કરે તે પહેલાં જ તેને ફીડિંગ આપો તો તે ખુશ રહે છે અને શાંત રહે છે. 

 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કેટલી વાર કરાવશો ફીડિંગ...

નવજાત બાળકને દર 2-3 કલાકે ફીડિંગ કરાવવું.
નવજાત બાળકને દર 2-3 કલાકે ફીડિંગ કરાવવું.

કેટલી વાર કરાવશો ફીડિંગ...

 

બાળક કેટલી વાર ફીડિંગ કરે છે તે તેની ઉંમરથી નક્કી કરાય છે. બાળકની ઉંમરના આધારે તેની ફીડિંગની આદતો પણ ચેન્જ થાય છે. નવજાત બાળકને દર 2-3 કલાકે ફીડિંગ કરાવવું. એટલે કે 24 કલાકમાં 12 વાર ફીડિંગ કરાવવું પડે છે. નવજાત શિશુનું પેટ નાનું હોય છે. તેથી વારેઘડી ફીડિંગ કરાવવું જરૂરી છે. જ્યારે તે 6 મહિનાનું થાય છે ત્યારે તેને લગભગ 4-6 ફીડિંગની જરૂર રહે છે. નેચરલ ફીડિંગના શિડ્યુલને તેના સંકેતોના આધારે અનુસરવું જોઇએ. આ શિડ્યુલ તમે 1 વર્ષનું બનાવી શકો છો. પણ તેમાં સમય સાથે ફેરફાર પણ શક્ય છે. 

X
how many times you can feed the baby here are the right timings
તમે કોઇ શિડ્યુલને બદલે બાળકના ભૂખ લાગવાની રાહ જોવો છો તો તે ન કરવું જોઇએ.તમે કોઇ શિડ્યુલને બદલે બાળકના ભૂખ લાગવાની રાહ જોવો છો તો તે ન કરવું જોઇએ.
નવજાત બાળકને દર 2-3 કલાકે ફીડિંગ કરાવવું.નવજાત બાળકને દર 2-3 કલાકે ફીડિંગ કરાવવું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App