જાણો હેટ સ્ટોરી 4ની બોલ્ડ એક્ટ્રેસની સુંદરતા વધારતી ટ્રીટમેન્ટનું રહસ્ય

આ એક ચાઇનીઝ થેરેપી છે. અનેક હોલિવૂડ સ્ટાર પણ આ થેરેપીનો ઉપયોગ કરે છે

divyabhaskar.com | Updated - Mar 09, 2018, 08:09 PM
know about cupping therapy  urvashi rautela also took this

યુટિલિટી ડેસ્કઃ પોતાની સુંદરતા નિખારવા માટે હેટ સ્ટોરી 4ની અભિનેત્રી ઉર્વસી રાઉતલાએ એક થેરેપીનો સહારો લીધો છે. આ થેરેપીને કપિંગ થેરેપી કહેવામાં આવે છે. આ થેરેપી યુનિક હોવાની સાથે ઘણી દુખદાયક પણ છે. આ એક ચાઇનીઝ થેરેપી છે. અનેક હોલિવૂડ સ્ટાર પણ આ થેરેપીનો ઉપયોગ કરે છે. થેરેપી દરમિયાન પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ થેરેપીથી સુંદરતા ઉપરાંત પણ અનેક ફાયદા થાય છે. આજે અમે આ કપિંગ થેરેપી શું છે અને તે કેટલી બીમારી માટે પ્રભાવી અને તે કેટલી ફાયદાકારક છે તે અંગે જણાવી રહ્યાં છીએ.

ત્વચાની સ્થિતિ સુધારે છે


કપિંગ ત્વચાની અનેક સમસ્યા જેમ કે એક્જિમા અને ખીલથી રાહત અપાવે છે. હર્પીસના પ્રભાવને ઓછો કરે છે, ત્વચાનો સોજો ઓછો કરે છે અને સેલ્યુલાઇટને ઓછું કરે છે. સેલ્યુલાઇટના ઉપચારમાં ત્વચા પર તેલ લગાવ્યા બાદ કપિંગ થેરેપીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ કપને ખેંચીને બહાર કાઢવામાં આવે છે અને એ ક્ષેત્ર સુધી ગરમી પહોંચાડવા માટે તેને ફેરવવામાં આવે છે. આ સાથે જ ઉપયોગમાં લેવાયેલા તેલના સ્કિન હીલિંગ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે.

કપિંગ થેરેપીના પ્રકાર


સામાન્ય રીતે બે પ્રકાર હોય છે. ડ્રાઇ કપિંગ અને બ્લિડિંગ અથવા વેટ કપિંગ હોય છે. જેમાં વેટ કપિંગ વધારે પ્રચલિત છે. બ્રિટિશ કપિંગ સોસાયટીમાં કપિંગની બન્ને જ વિધિઓ શીખવવામાં આવે છે. વેટ કપિંગ ટ્રીટમેન્ટ તરીકે કરવામાં આવે છે અને ડ્રાઇ કપિંગ ટ્રીટમેન્ટ તથા આરામ માટે કરાવવામાં આવે છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો જાણો કપિંગ થેરેપીની પ્રક્રિયા

know about cupping therapy  urvashi rautela also took this

જાણો કપિંગ થેરેપીની પ્રક્રિયા

આ થેરેપીમાં એક્યૂપંચર સ્પેશિયાલિસ્ટ રૂના ગોળાને દારૂમાં પલાળે છે,  બાદમાં આ ગોળાને કાંચના બેનેલા નાના ગ્લાસ અથવા કપમાં રાખીને આગ લગાવી દેવામાં આવે છે. થોડા સમય બાદ આગ બુઝાવી દેવામાં આવે છે. આ ગરમ કાંચને તરત જ સ્કિન પર લગાવવામાં આવે છે. કપિંગ માટે કાંચના કપનો ઉપયોગ કરીને વેક્યૂમ ઉત્પન્ન કરવામાં આવે છે, જેથી કપ બોડી સાથે ચોંટી જાય.  આ થેરેપીનો ઉપયોગ બોલિવૂડ અભિનેત્રીઓ પણ આ થેરેપી કરાવે છે. આ થેરેપી મોટભાગે ખેલાડી અને એથ્લીટ કરાવતા હોય છે. આ થેરેપી કરવાથી શરીરને આરામ મળે છે. 

 

 

લોહી પ્રવાહ વધારે છે

શરીરને નિરોગી રાખવાનું કામ લોહી કરે છે. શરીરમાં લોહીનું પ્રવાહ દરેક અંગોને સ્વસ્થ રાખે છે. આ થેરેપી લોહી પ્રવાહના અવરોધને ખતમ કરી દરેક ભાગે પર્યાપ્ત માત્રામાં લોહી પહોંચાડે છે. આ થેરેપીમાં લોહીમાં રહેલા વિષયુક્ત પદાર્થ, મૃત કોશિકાઓ અને અન્ય દુષિત તત્વોને બહાર કાઢીને રોગોથી બચાવે છે. તેનાથી નવા લોહીનું નિર્માણ થાય છે અને વિવિધ બીમારીઓ દૂર થાય છે. 
 

આગળની સ્લાઇડ્સમાં વાંચો આ બીમારીઓ માટે પ્રભાવી

know about cupping therapy  urvashi rautela also took this

આ બીમારીઓ માટે પ્રભાવી
માઇગ્રેન, જોઇન્ટ પેઇન, કમરનો દુખાવો, સ્લિપ ડિસ્ક, સર્વાઇકલ ડિસ્ક, પગમાં સોજા, સુન્ન થઇ જવા, દરેક પ્રકારના દર્દ, સાયટિકા, ચામડીનો રોગ, સ્પાન્ડિલાઇટિસ, કિડની, હૃદય રોગ, લકવો, વાય, ગર્ભાશય અને હોર્મોનલ વિકાર, અસ્થમા, સાઇનુસાઇટ્સ, ડાયાબિટિઝ, મોટાપો, થાઇરોડની સમસ્યા, પેટના રોગ, ચહેરા પર ડાઘ જેવી સમસ્યાની સારવાર થઇ શકે છે.
 

કપિંગ થેરેપીના ફાયદા

- કપિંગ થેરેપીનો ઉપયોગનું આ એક પ્રમુખ કારણ છે કે તે દુખમાં આરામ આપે છે. કપિંગ ખરા અર્થમાં સોફ્ટ ટિશ્યૂને લક્ષ્ય બનાવે છે તથા સોજા અને દર્દવાળા ભાગ પર દબાણ ઉભું કરે છે. તેનાથી લોહીનો પ્રવાહ વધે છે. આ શરીર પર ઉંડાણ સુધી ટિશ્યૂને આરામ પહોંચાડે છે.
- કપિંગ લંગ્સ અને અન્ય મહત્વપૂર્ણ અંગોને ઉત્તેજિત કરે છે જેથી કફ બહાર નીકળી શકે. ખાંસી દ્વારા શરીરમાં રહેલા વધારાના કફને બહાર કાઢી નાંખે છે. આ થેરેપીનો ઉપયોગ શર્દી, એલર્જીના લક્ષણો અને કફની તિવ્રતામાં રાહતનો અનુભવ કરાવે છે. 
- કપિંગથી મસલ્સના દબાણ દૂર થઇ જાય છે. જેનો તમારા હેલ્થ પર સારો પ્રભાવ પડે છે અને આ જ કારણ છે કે કપિંગ થેરેપીને પ્રભાવી માનવામાં આવે છે.
-  શરીરના ટિશ્યૂમાં ટોક્સિન થવાથી બ્લડ સર્ક્યૂલેશન યોગ્ય રીતે થતું નથી. જ્યારે બ્લડ પોતાની સાથે ટોક્સિન્સ લઇને આ ભાગમાંથી પસાર થાય છે તો કપિંગ તેને સુધારી લે છે. આ ડેડ સેલ્સમાં આવેલા કચરાને સાફ કરવાનું પણ કામ કરે છે. આ દરેક તત્વ પ્રાકૃતિક રીત રીતે બહાર નીકળી જાય છે.
-  પાચન સંબંધિત સમસ્યાઓનું સમાધાન માટે કપિંગ એક લોકપ્રિય થેરેપી મનાય છે. તેમાં આઇબીએસ પણ સામેલ છે.
-  કપિંગ થેરેપીમાં પ્રભાવિત ક્ષેત્રમાં લોહીનો પ્રવાહ વધે છે, જેથી નવા બ્લડ વેસલ્સ બનાવી શકાય. આ જ કારણ ચે કે આજકાલ એથ્લિટ આ થેરેપીનો વધુ ઉપયોગ કરે છે. વધારે પડતી કસરત કર્યા બાદ આ શરીરની તિવ્રતાને સામાન્ય રાખે છે. 

X
know about cupping therapy  urvashi rautela also took this
know about cupping therapy  urvashi rautela also took this
know about cupping therapy  urvashi rautela also took this
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App