આ 7 સમયે ચોક્કસથી પાણી પીવું જોઈએ, તેનાથી તમને બહુ જ બધાં ફાયદાઓ મળશે

અહીં જણાવેલ 7 અલગ-અલગ સમયે પાણી પીશો, તો તમને જબરદસ્ત ફાયદાઓ મળશે, જાણો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 29, 2018, 02:12 PM
Know 7 Best Times To Drink Water

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ શું તમે જાણો છો કે પાણી એક લાઈફ સેવરની જેમ કામ કરે છે. આ બોડીને ક્લિન કરવાની સાથે તેની ફંક્શનિંગને પણ સ્મૂદ બનાવે છે. બોડી હાઈડ્રેટ રહેવાથી હેલ્થ સારી રહે છે. જેથી આજે અમે તમને એવા 7 ટાઈમ વિશે જણાવીશું, જ્યારે તમારે સૌથી વધારે પાણી પીવું જોઈએ.


સવારે ઉઠીને તરત


સવારે ઉઠતાં જ પાણી ન પીવું એવું છે જેવી રીતે કારને ઝીરો ટેમ્પ્રેચરમાં સ્ટાર્ટ કરીને એન્જિન ગરમ થાય તે પહલાં જ ગિયર લગાવી દેવું. સવારે ઉઠ્યા બાદ 1 ગ્લાસ નોર્મલ કે નવશેકું પાણી અવશ્ય પીવું જોઈએ. તેનાથી બોડી એક્ટિવ થઈ જાય છે અને બોડીને મેસેજ મળી જાય છે કે હવે એક્ટિવ થવાનો ટાઈમ થઈ ગયો છે.


જમતા પહેલાં


ભોજન કરતાં પહેલાં પાણી પીવાથી તમે ફુલ ફીલ કરો છો. તેનાથી ખાવાનું પણ ઓછું ખવાય છે અને જ્યારે બોડી હાઈડ્રેટ હોય ત્યારે પેટ ભોજન માટે તૈયાર થઈ જાય છે. ભોજન કરતાં પહેલાં પાણી પીવાથી ભોજન પણ સારી રીતે ખાઈ શકાય છે.


ભૂખ લાગે ત્યારે


જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે કંઈ ખાતાં પહેલાં 1 ગ્લાસ પાણી પીવો. ઘણીવાર તરત લાગી હોય ત્યારે પણ ભૂખ જેવું ફીલ થાય છે. તેનાથી તમે વધુ પ્રમાણમાં કેલરી ઈનટેકથી બચી જશો.


આગળ વાંચો અન્ય એવા સમય વિશે જ્યારે ચોક્કસથી પાણી પીવું જોઈએ.

Know 7 Best Times To Drink Water

વર્કઆઉટ કર્યા પહેલાં અને પછી


વર્કઆઉટ પહેલાં પાણી પીવાથી બોડી ડિહાઈડ્રેશનથી બચાવ થાય છે. જેથી હમેશાં વર્કઆઉટ કર્યા પહેલાં અને પછી પાણી પી લેવું જોઈએ. વર્કઆઉટ પછી પણ પાણી પી લેવું જોઈએ, જેથી બોડીમાંથી પરસેવા વાટે જે એકસ્ટ્રા પાણી નીકળી ગયું હોય તેની કમી પૂરી થઈ શકે. પણ વર્કઆઉટ કર્યાના તરત બાદ બહુ વધારે પાણી ન પીવું, નહીં તો પેટ દર્દની પ્રોબ્લેમ થઈ શકે છે. 


જર્મ્સથી ઘેરાયેલા હોવ ત્યારે પીવો પાણી


જ્યારે તમે હોસ્પિટલ કે અન્ય કોઈ એવી જગ્યાએ જાઓ જ્યાં બીમાર લોકો કે ગંદકી હોય ત્યારે 1 ગ્લાસ પાણી પીવો. તેનાથી બોડી જર્મ્સ અને વાયરસથી બચીને રહેશે. એક વેલ હાઈડ્રેટ બોડી તમારા સિસ્ટમમાં જર્મ્સને સેટલ થવા દેતી નથી.


બીમાર હોવ ત્યારે


બીમાર પડવા પર વધુ પાણી પીવું જોઈએ. તેનાથી તમને જલ્દી ઠીક થવામાં મદદ મળશે. 


થાકેલાં હોવ ત્યારે


જો તમારે એક પાવર નેપની જરૂર હોય અને તમે ઉંઘી ન શકતા હો તો તેની જગ્યાએ 1 ગ્લાસ પાણી પી લો. કદાચ તમે જાણતાં નહી હોવ કે થાક પણ ડિહાઈડ્રેશનનું એક લક્ષણ છે. પાણી તમારા બ્રેન સુધી પહોંચીને તેને બૂસ્ટ કરે છે. 

X
Know 7 Best Times To Drink Water
Know 7 Best Times To Drink Water
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App