ખોટાં પોશ્ચરમાં બેસવું, વધુ વજન ઉચકવાથી થઈ શકે છે ઘુંટણની સમસ્યા, સર્જરી બાદ પણ 80 વર્ષીય કાદર ખાન છે વ્હીલચેર પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

હેલ્થ ડેસ્કઃ સોશિયલ મીડિયામાં આજકાલ કાદર ખાનનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. 1980થી 2000ની વચ્ચે કાદર ખાને પોતાની એક્ટિંગથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ મુકામ હાંસલ કર્યો હતો. અનેક બોલિવૂડ ફિલ્મોમાં પોતાની કોમેડીથી દર્શકોને હંસાવનાર કાદર ખાન 80 વર્ષના થઈ ચૂક્યાં છે અને આજકાલ કેનેડામાં છે. હવે તે સપોર્ટ વિના ચાલી નથી શકતા. તેમને બોલવામાં પણ તકલીફ થાય છે. ઉલ્લેખનીય છે કે થોડાં વર્ષો પહેલા કાદર ખાનના ઘુંટણની સર્જરી થઈ ચૂકી છે. 

 

તેના પછી પણ તે વ્હીલચેર વિના ક્યાંય આવવા-જવાનું નથી કરી શકતા. ચાલવા માટે તેમને બંને તરફ સપોર્ટની જરૂર પડે છે. થોડા ડગલાં ચાલ્યા પછી તે પાછા બેસી જાય છે, કારણ કે તેમના મનમાં ડર છે કે ક્યાંય તે પડી ન જાય. ડોક્ટર્સે જણાવ્યું કે ઘુંટણની બીમારી વૃદ્ધાવસ્થામાં જ નથી થતી, પરંતુ ઘણી વખત નાની ઉંમરમાં પણ લોકોને પોતાનો શિકાર બનાવી લે છે. વાસ્તવમાં દિવસ દરમિયાન આપણે અનેક એવા કામ કરીએ છીએ જેની આપણાં હેલ્થ પર ખરાબ અસર થાય છે. તેમાંથી જ કેટલીક ભૂલો છે જે આપણાં ઘુંટણને નુકસાન પહોંચાડે છે. જો આ ભૂલો પર ધ્યાન આપવામાં આવે તો આપણાં ઘુંટણ ખરાબ થવાથી બચી શકે છે.

 

કઈ ભૂલો છે જે ઘુંટણને કરી શકે છે ખરાબ

 

ખોટા પોશ્ચરમાં બેસવું
ખોટા પોશ્ચરમાં સતત કલાકો બેઠાં રહેવાથી ઘુંટણના મસલ્સ ડેમેજ થવા લાગે છે. તેનાથી તેમાં સોજા અને દુખાવાની ફરિયાદ થવા લાગે છે. લાંબા સમય સુધી આવું કરવાથી ઘુંટણ ખરાબ પણ થવા લાગે છે.

 

હાઇ હીલ્સ પહેરવી
જો મહિલાઓ અથવા યુવતીઓ વધુ સમય સુધી હાઇ હીલવાળી સેન્ડલ પહેરે તો તેનાથી બોડી પોશ્ચર બગડવા લાગે છે. એવામાં ઘુંટણ પર ખરાબ અસર પડે છે જેનાથી દુખાવાની ફરિયાદ થઈ શકે છે.

 

વધુ વજન ઉપાડવું
શારીરિક ક્ષમતા કરતા વધુ વજન ઉપાડવાના કારણે ઘુંટણ નબળા થવા લાગે છે. ખાસ કરીને મહિલાઓ ઘરનું કામ કરતી વખતે વધુ વજન ઉપાડે તો તેમને ઘુંટણમાં સોજા, દુખાવો અને ઘુંટણ જકળાઈ જવાની પ્રોબ્લેમ થઈ શકે છે.

 

ઓવર એક્સરસાઇઝ કરવી
જરૂર કરતા વધુ એક્સરસાઇઝ અથવા વર્કઆઉટ કરવાની ખરાબ અસર ઘુંટણ પર પણ પડવા લાગે છે. તેનાથી ઘુંટણમાં સોજો અને દુખાવાની ફરિયાદ થઈ શકે છે.

 

મેદસ્વિતા વધવાથી
લાંબા સમય સુધી વજન વધવાથી અને યોગ્ય સમય પર તેને કંટ્રોલ ન કરવાના કારણે ઘુંટણ પર વધુ વજન આવવા લાગે છે. તેનાથી ઘુંટણ નબળા થવા લાગે છે અને સાથે જ દુખાવાની ફરિયાદ પણ બની રહે છે.

 

ખોટી રીતે ઊભા થવું અને બેસવું
ખોટી રીતે ઊભા થવા, બેસવા અને ઘુંટણના બળ પર લાંબા સમય સુધી બેઠાં રહેવાના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. માંસપેશીઓ વળવાના કારણે ઘુંટણમાં તીવ્ર દુખાવો થવા લાગે છે.

 

 

આ પણ વાંચોઃ- વડોદરામાં પાણીપુરી પર પ્રતિબંધઃ જીવલેણ સાબિત થઈ શકે છે પકોડી, ડાયરિયા અને કમળા જેવી બીમારીઓનું છે ઘર