ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» ભોપાલમાં જેઈ તાવથી 2 બાળકોના મોત | Two Children Die From A Japanese Fever

  જાપાનીઝ તાવથી 2 બાળકોના મોત, શું છે આ તાવ અને કેવી રીતે બચશો?

  Divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 07:42 PM IST

  એમપીના ભોપાલમાં હમીદિયા હોસ્પિટલમાં જાપાનીઝ ઈનસિફેલાઇટિસ તાવથી 2 બાળકોનું મોત થઈ ગયું છે.
  • જાપાનીઝ તાવથી 2 બાળકોના મોત, શું છે આ તાવ અને કેવી રીતે બચશો?
   જાપાનીઝ તાવથી 2 બાળકોના મોત, શું છે આ તાવ અને કેવી રીતે બચશો?

   હેલ્થ ડેસ્કઃ એમપીના ભોપાલમાં હમીદિયા હોસ્પિટલમાં જાપાનીઝ ઈનસિફેલાઇટિસ તાવથી 2 બાળકોનું મોત થઈ ગયું છે. પહેલી વખત ભોપાલમાં જેઈ તાવથી 2 બાળકોના મોત પછી સ્વાસ્થ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ તમામ નર્સિંગ હોમ્સના ડોક્ટર્સને શરદી, ઉઘરસ અને તાવથી પીડિત બાળકોની તાપસ જેઈ ગાઇડલાઇન હેઠળ કરવાના આદેશ આપ્યાં છે. District Malaria Officer અખિલેશ દુબેએ જણાવ્યું છે કે જાપાનીઝ તાવ જેઈ ક્યૂલેક્સ મચ્છરના કરડવાથી થાય છે. આ તાવનું ઈન્ફેક્શન સૌથી વધુ બાળકોને અસર કરે છે. ભોપાલમાં આ બીમારીના ઈન્ફેક્શનને કંટ્રોલમાં કરવા માટે 16 એન્ટિ-લાર્વા સર્વે ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દરરોજ ડોર-ટૂ-ડોર સર્વે કરી લોકોને ક્યૂલેક્સ મચ્છરની ઓળખ અને લાર્વીસાઇટનો છટકાવ કરી મચ્છરોના લાર્વા ખતમ કરશે.

   જેઈ તાવના લક્ષણ

   - માથાના દુઃખાવાની સાથે થોડો તાવ આવવો
   - ઈન્ફેક્શન વધવા પર તેજ તાવ અને માથામાં દુઃખાવો
   - ગરદન અને શરીર અકળાઈ જવું. માનસિક નિષ્ક્રિયતા
   - દર્દીને આળસ આવવી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થવી

   આ રીતે રાખો સાવચેતી

   - સાફ-સફાઈનું ધ્યાન રાખો.
   - ગંદા પાણીના સંપર્કમાં આવવાથી બચવું
   - ઘરની આજુબાજુ પાણી જમા ન થવા દો, ખાસ કરીને વરસાદની સીઝનમાં બાળકોના ખાનપાનનું ખાસ ધ્યાન રાખો.
   - બાળકોમાં આ રોગ વધુ જોવા મળે છે, એવામાં પ્રયાસ કરો કે બાળકને ફૂલ સ્લીવ્સના કપડાં જ પહેરાવા, જેથી તેમનું શરીર ઢંકાયેલું રહે.
   - મચ્છરથી બચવા ઘરમાં હિટનો ઉપયોગ કરવાનું ન ભૂલો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભોપાલમાં જેઈ તાવથી 2 બાળકોના મોત | Two Children Die From A Japanese Fever
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `