માત્ર આ 1 ઉપાયથી હાઈ બ્લડપ્રેશરથી બચી શકો છો, જાણો કેમ થાય છે આ રોગ

હાઈ બ્લડપ્રેશરથી બચવા શું કરવું? જાણો એકદમ સરળ ટિપ્સ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jun 07, 2018, 03:41 PM
ways to control high blood pressure without medication

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હાઇપરટેન્શન એ અનેક રોગોને જન્મ આપવામાં કારણભૂત છે. જીવનશૈલી અને આહારવિહારની આદતોને કારણે આ રોગ ખૂબ જ વકર્યો છે. હવે 25થી 35 વર્ષની ઉંમરના લોકોને બ્લડપ્રેશરની તકલીફ થવા લાગી છે. જેથી તમે જો આ રોગથી બચવા માગો છો તો જાણો શું ધ્યાન રાખવું.

આવા કેટલાક કારણોથી બ્લડપ્રેશર થઈ શકે છે


સ્ટ્રેસ, ફાસ્ટફૂડ, પૅકેજ્ડ ફૂડ બ્લડપ્રેશરની સમસ્યા જન્મે છે.


વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી બ્લડપ્રેશરની સમસ્યા થાય છે.


રોજ 8 કલાકની ઉંઘ ન લેવાથી બ્લડપ્રેશર થવાનો ખતરો વધે છે.


ગુસ્સો, ટેન્શન, વર્કલોડને કારણે પણ આ રોગનો ખતરો વધે છે.


કસરત ન કરવાથી પણ બ્લડપ્રેશર થવાનો ખતરો વધે છે.


જાણો શું કરવું


ચાઇનીઝ ફૂડ્સ ખાવા નહીં.


તીખી, તળેલી, આથેલી, પ્રિઝર્વેટિવ્સવાળી, આર્ટિફિશિયલ કલર્સવાળી વસ્તુઓ ન ખાવી.


અથાણાં-પાપડ, ખાવાનો સોડા, ખારો, લીંબુના ફૂલવાળી વસ્તુઓ ન ખાવી.


ઓછી કેલરીવાળો, ઓછી ચરબીવાળો આહાર લેવો. શાકભાજી અને ફળો વધુ લેવાં. કેફીનવાળી વસ્તુઓ ન લેવી.


આ ઘરેલૂ ઉપાય કરો


હાઈબ્લડપ્રેશરથી બચવા રોજ સવારે નરણા કોઠે 1 લસણની કળી ગળી લેવી. આનાથી બીપી કંટ્રોલમાં રહેશે.

X
ways to control high blood pressure without medication
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App