Home » Lifestyle » Health » Turnips Best Benefits for Health

આ એક કંદમૂળના છે 12 ફાયદા, અનેક બીમારીઓ સામે આપે છે રક્ષણ

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 11:00 AM

સલગમ આ નામ ભાગ્યે જ સાંભળવા મળતું હશે અથવા તો બજારમાં ઉપલબ્ધ શાકભાજીની શોપમાં પણ તમને આ કંદમૂળ જવલ્લેજ જોવા મળતું હશે

  • Turnips Best Benefits for  Health
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ સલગમ આ નામ ભાગ્યે જ સાંભળવા મળતું હશે અથવા તો બજારમાં ઉપલબ્ધ શાકભાજીની શોપમાં પણ તમને આ કંદમૂળ જવલ્લેજ જોવા મળતું હશે. આ કંદમૂળ લોકોને એટલું પસંદ પડતું નથી, પરંતુ આ એક કંદમૂળ 12 જેટલા ફાયદા ધરાવે છે અને અનેક પ્રકારની બીમારીઓથી આપણને દૂર રાખવામાં કે પછી એ બીમારીઓ સામે રક્ષણ આપવામાં આપણને મદદ કરે છે. આ કંદમૂળમાં અનેક પ્રકારના વિટામિન, એન્ટિ ઇન્ફ્લામેમટ્રી, ફાઇબર, કોપર, એન્ટીઓક્સિડેન્ટ્સ, ગ્લુકોઝિનોલેટ્સ, phytochemical સહિતના અનેક પ્રકારના તત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે, જે સ્કિન, હાર્ટ અને આપણા શરીરના અન્ય ભાગો માટે અત્યંત જરૂરી છે. આજે અમે આ કંદમૂળ કઇ 12 બીમારીઓ માટે ફાયદાકારક છે તે અંગે જણાવી રહ્યાં છીએ.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો આ 12 બીમારીઓ માટે ફાયદાકારક છે સલગમ

  • Turnips Best Benefits for  Health
    +11બીજી સ્લાઈડ્સ જુઓ

    કેન્સર સામે રક્ષણ

    આ કંદમૂળમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ્સ, ગ્લુકોઝિનોલેટ્સ અને phytochemical હોય છે, જે કેન્સરની અસર અને જોખમને ઘટાડવામાં મદદ કરે છે. આ કંદમૂળનો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટે છે.

  • Turnips Best Benefits for  Health
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હાર્ટ ડિસિઝ માટે ફાયદાકારક

    આ કંદમૂળમાં એન્ટિ ઇન્ફ્લામેમટ્રી અને વિટામિન કેની માત્રા વધારે હોવાથી હાર્ટ એટેક, હાર્ટ સટ્રોક તથા હૃદયને લગતી મોટાભાગની બીમારીથી દૂર રાખે છે. આ કંદમૂળ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.

  • Turnips Best Benefits for  Health
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    હાડકાં મજબૂત કરે

    સલગમમાં કેલ્સિયમ અને પોટેશિયમ ભરપૂર મળી રહે છે. જે હેલ્ધી બોન ગ્રોથ અને તેને જાળવી રાખવા માટે મદદરૂપ સાબિત થાય છે. દરરોજ ઉપયોગમાં લેવામાં આવે તો જોઇન્ટ ડેમેજ, ઓસ્ટેઓપોરસિસ જેવી બીમારીમાં રાહત આપે છે.

  • Turnips Best Benefits for  Health
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    લંગ હેલ્થ


    સિગારેટના સ્મોક કે અન્યના કારણે લંગને થયેલી અસરને ઓછી કરવામાં અને લંગને હેલ્ધી રાખવા માટે જરૂરી વિટામિન એ આ કંદમૂળમાંથી મળી રહે છે, તેથી સલગમના સેવનથી લંગ હેલ્ધી રહે છે.

  • Turnips Best Benefits for  Health
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    ડાઇજેશન સિસ્ટમ માટે ઉપયોગી

    સલગમમાં હાઇ ફાઇબર કોન્ટેન્ટ  હોય છે, ડાઇજેસ્ટિવ સિસ્ટમને સપોર્ટ કરે છે. એક સંશોધન પ્રમાણે ગ્લુકોઝિનોલેટ્સ સ્ટમક બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે.

  • Turnips Best Benefits for  Health
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ધમનીઓ સંબંધિત બીમારી

    બેડ કોલેસ્ટ્રોલ અને શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થવાથી અર્ટિઅરિઓસ્કિલરોસિસ જેવી બીમારી થાય છે અને બ્લડ વેસલ્સ ડેમેજ થાય છે. સલગમમાં વિટામિન ઇ,સી, બેટા કારોટેન અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોવાથી આવી બીમારીઓ સામે લડે છે.

  • Turnips Best Benefits for  Health
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    વજન ઉતારવા માટે ફાયદાકારક

    હાઇ બાઇબર અને ઓછી કેલરી હોવાથી તે વજનને કન્ટ્રોલ કરવામાં, ઉતારવામાં તથા હેલ્ધી રહેવામાં મદદરૂપ રહે છે. 

  • Turnips Best Benefits for  Health
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    અસ્થમા માટે ફાયદાકારક

    આ કંદમૂળમાં ઉચ્ચ માત્રામાં વિટામિન સી, પાવરફુલ એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિ ઇન્ફ્લામેમટ્રી હોવાથી તે અસ્થમાની બીમારી સામે લડવામાં ફાયદાકારક સાબિત થાય છે. 

  • Turnips Best Benefits for  Health
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    શરીરની દુર્ગંધને દૂર કરે છે

    શરીરમાં દુર્ગંધ આવવી એ એક સામાન્ય સમસ્યા છે. ખાસ કરીને ઉનાળામાં આ સમસ્યા વધારે રહે છે. તેવામાં સલગમના જ્યૂસને પીવામાં આવે તો આ બીમારીથી આપણને દૂર રાખે છે. 

  • Turnips Best Benefits for  Health
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે

    આ કંદમૂળમાં બેટા કારોટેન કોન્ટેન્ટ હોવાથી તે આપણા શરીરની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. શરીરના પ્રોપર ફંકશનિંગ માટે ઇમ્યૂન સિસ્ટમ સારી હોવી જરૂરી છે.

  • Turnips Best Benefits for  Health
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    આંખો માટે શ્રેષ્ઠ

    સલગમ આંખો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કંદમૂળમાં લુટેઇન, કારોટેન જેવા તત્વો હોવાથી તે આંખોને હેલ્ધી રાખવામાં અને આંખો સંબંધિત વિવિધ બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે. 

  • Turnips Best Benefits for  Health

    સ્કિન બ્રાઇટ કરે છે

    આ કંદમૂળમાં વિટામિન સી અને એ હોવાથી તે આપણને હેલ્ધી રહેવામાં અને આપણી સ્કિનને સ્મૂથ તથા બ્રાઇટ રાખવામાં ફાયદાકારક નિવડે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ