Divya Bhaskar

Home » Lifestyle » Health » top 6 Amazing Fruit with Health Benefits

99% લોકો નથી જાણતા આ અજીબ દેખાતા ફળોના ફાયદા

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 07:06 PM

ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. જ્યોતિ શર્માએ જણાવી બીજા દેશોમાં પ્રખ્યાત 6 ફળોની ખાસિયત

  • top 6  Amazing Fruit with  Health Benefits
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ આખા વિશ્વમાં ફળોની અનેક પ્રકારની વેરાયટી જોવા મળે છે. જેમાંથી કેટલાક ફળો અંગે આપણે જાણીએ છીએ પરંતુ કેટલાક એવા ફળ પણ છે, જે અંગે મોટાભાગે લોકો જાણતા હોતા નથી. આ ફળ એટલા અદભૂત છે, આ ફળો દેખાવે અજીબ છે પરંતુ તે આપણા શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. આરોગ્યની દ્રષ્ટીએ તેમાં અનેક ન્યૂટ્રિશન અને પોષક તત્વો રહેલા છે. આજે અમે આવા જ છ ફળ અંગે તમને જણાવી રહ્યાં છીએ. જે અંગે ફૂડલ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. જ્યોતિ શર્માએ જણાવ્યું છે.

    દેખાવે અજીબ લાગતા આ ફળો અનેક રીતે છે લાભદાયી

  • top 6  Amazing Fruit with  Health Benefits
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    કિવાનો(Kiwano)

    કિવાનોને હાર્ન્ડ મેલનના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ફળ મોટાભાગે આફ્રિકામાં મળી આવે છે. તેની અંદર જેલી જેવો લીલા રંગનો ભાગ હોય છે અને સફેદ રંગના બીજ હોય છે. જે ખીરાના બીજ જેવા દેખાય છે. તેની કાંટાળી છાલમાં પુરતી માત્રામાં વિટામિન સી હોય છે. 

  • top 6  Amazing Fruit with  Health Benefits
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    બુદ્ધાઝ હેન્ડ(Buddha's Hand)

    આ ફળને ફિંગર્ડ સિટ્રોન પણ કહેવામાં આવે છે. તેનો બહારનો ભાગ લીંબું જેવો હોય છે, પરંતુ આ ફળ અંદરથી મીઠું હોય છે. આ ફળ હિમાલયમાં ઉગે છે. જેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. આ ફળ ઘણાં જ સુંગધી પણ હોય છે. 

  • top 6  Amazing Fruit with  Health Benefits
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    રેમબ્યૂટાન(Rambutan)

    આ ફળ મોટાભાગે એશિયામાં મળી આવે છે. વિયેતનામમાં તેને ચેમચેમના નામથી પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ વિખરાયેલા વાળ એવો થાય છે. આ ફળ ઘણા જ ટેસ્ટી હોય છે અને હેલ્થ માટે ફાયદાકારક મનાય છે. 

  • top 6  Amazing Fruit with  Health Benefits
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    પિટાયા(Pitaya)

    પિટાયાને ડ્રેગન ફ્રૂટ પણ કહેવામાં આવે છે. તેનું નામ ડ્રેગન ફ્રૂટ એટલા માટે છે, કારણ કે તેનો આકાર ડ્રેગનના મોઢાંમાંથી નીકળતી આગ જેવો હોય છે. આ ફળ મોટાભાગે એશિયાના દક્ષિણી ક્ષેત્રોમાં મળી આવે છે. આ ફળ સ્વાદે ખાટું હોય છે. 

  • top 6  Amazing Fruit with  Health Benefits
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    લાલા કેળા(Red Banana)

    લાલ કેળા પીળા કેળાની સરખામણીએ વઘારે મીઠાં હોય છે. સાથે જ તેમાં બીટાકૈરોટિન અને વિટામિન સીની માત્રા વધારે હોય છે. 

  • top 6  Amazing Fruit with  Health Benefits

    સાંપ ફળ(Snake Fruit)

    આ ફળને સૈલેક પણ કહેવામાં આવે છે. સૈલેક દક્ષિણ એશિયાના અનેક સ્થળો જેમ કે ઇન્ડોનેશિયા અથવા મલેશિયામાં મળી આવે છે. આ ફળને છોલવાથી તે લસણ જેવું દેખાય છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending