Divya Bhaskar

Home » Lifestyle » Health » this five habit not good for kidney

હેલ્ધી કિડની માટે નુક્સાનકારક છે આ પાંચ આદતો

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 08:30 PM

આપણી અનેક આદતો જાણે અજાણે કિડનીને નુક્સાન પહોંચાડીને શરીરને અસ્વસ્થ બનાવે છે

  • this five habit not good for kidney
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ શરીરને સ્વસ્થ રાખવા માટે કિડની સ્વસ્થ હોવી ઘણી જ જરૂરી છે. કિડની શરીરથી ટોક્સિક પદાર્થોને બહાર કાઢે છે. સાથે જ શરીરમાંથી વધારાના પાણીને બહાર કાઢીને શરીરનું તાપમાન સામાન્ય રાખે છે. પોટેશિયમ અને એસિડ તત્વોની માત્રાને સંતુલિત કરવાનું કામ પણ તેના દ્વારા કરવામાં આવે છે. આ તમામ કાર્યો ઉપરાંત કિડની અનેક મહત્વપૂર્ણ હોર્મોનનું ઉત્પાદન પણ કરે છે. પરંતુ આપણી અનેક આદતો જાણે અજાણે કિડનીને નુક્સાન પહોંચાડીને શરીરને અસ્વસ્થ બનાવે છે. આજે અમે એવી જ કેટલીક બાબતો અંગે જણાવી રહ્યાં છીએ.

    વિટામિનની ઉણપ


    અનેક શોધમાં એ ખુલાસો થયો છે કે વિટામિન બી6 અને ડીની ઉણપથી કિડની ડેમેજ અને પથરી થવાનું જોખમ વધી જાય છે. સાથે જ મગ્નેશિયમની ઉણપ થવાથી શરીરમાંથી વધારાનું કેલ્શિયમ નિકળતું નથી અને કિડનીમાં પથરી થઇ શકે છે.

    અન્ય આદતો અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • this five habit not good for kidney
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    પુરતી માત્રામાં પાણી ન પીવું

    શરીરમાં પાણીની જરૂરી માત્રા જાળવા રાખવા માટે પુરતું પાણી પીવું જોઇએ. તેનાથી કિડનીનું કાર્ય યોગ્ય રીતે ચાલું રહે છે અને શરીર સ્વસ્થ બને છે.

  • this five habit not good for kidney
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓછી ઉંઘ લેવી

    ઉંઘતી વખતે કિડનીના ટીશ્યૂ પોતાને સ્વસ્થ અને નવીકૃત કરે છે, પરંતુ ઓછી ઉંઘ લેવાથી તે અસ્વસ્થ થવા લાગે છે અને તમારું બ્લડ પ્રેશર વધવા લાગે છે. તેથી દરરોજ 7-8 કલાક ઉંઘ લેવી જોઇએ.

  • this five habit not good for kidney
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    વધું પડતું નમકનું સેવન

    જમવામાં વધારે પડતું નમકનું સેવન કરવાથી પણ કિડનીનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે. તેનાથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે અને કિડનીના કાર્ય પ્રણાલી પર તેની ખરાબ અસર થાય છે.

  • this five habit not good for kidney

    કેફીનયુક્ત તરલ પદાર્થનું સેવન

    એક સંશોધન અનુસાર લાંબા સમય સુધી કેફીનયુક્ત તલર પદાર્થનું સેવન કરવાથી કિડનીમાં તણાવ ઉત્પન્ન થાય છે. કેફીનનું વધારે સેવન કિડનીમાં પથરી થવાની સંભાવના વધારી દે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending