બેક, નેક અને ઘૂંટણના દુખાવામાં રાહત મેળવવા અપનાવો આ રીત

જ્યારે પણ આપણને મસલ્સ પેઇન થાય છે, ત્યારે આપણે જાણીતા થેરાપિસ્ટ પાસે જઇએ છીએ અને એ દુખાવામાં રાહત અનુભવીએ છીએ

divyabhaskar.com | Updated - Mar 02, 2018, 06:11 PM
tennis ball massage for back neck and knee pain

યુટિલિટી ડેસ્કઃ જ્યારે પણ આપણને મસલ્સ પેઇન થાય છે, ત્યારે આપણે જાણીતા થેરાપિસ્ટ પાસે જઇએ છીએ અને એ દુખાવામાં રાહત અનુભવીએ છીએ, પરંતુ ક્યારેક એવી સ્થિતિ ઉભી થાય અથવા તો સમયના અભાવના કારણે આપણે થેરાપિસ્ટની મદદ લઇ શકતા નથી. તેવી સ્થિતિમાં ઘરે જ આ બધા દુખાવામાં રાહત કેવી રીતે મેળવવી તેને લઇને આપણે મુંઝવણ અનુભવતા હોઇએ છીએ. આજે અમે એવી એક ટ્રિક અંગે જણાવી રહ્યાં છીએ કે જેને તમે ઘરે કરી શકો છો અને એ કરવાથી વિવિધ પ્રકારના દુખાવામાં રાહત પણ અનુભવાય છે. આ ટ્રિક એટલે ટેનિસ બોલ ટ્રિક. તમે એક ટેનિસ બોલ થકી તમારા પોતાના જ મસાજ થેરાપિસ્ટ થઇ શકો છો. તમે કોઇપણ સ્થળે હોવ એક ટેનિસ બોલ થકી વિવિધ ભાગોમાં સેલ્ફ મસાજ કરી શકો છો.

આગળની સ્લાઇડ્સમાં વાંચો ટેનિસ મસાજથી થશે આ 7 ફાયદા

tennis ball massage for back neck and knee pain

બેક પેઇન

જમીન પર ચત્તા સુઇ જાઓ. તમારા લોઅર બેકમાં બે ટેનિસના બોલ ગોઠવો અને કરોડરજ્જુ પર ફેરવો. તમારા પૅલ્વિસને એક બાજુથી બીજી બાજુ મૂવ કરો, બોલ્સને લોઅર બેકમાં રોલિંગ કરો. ઉંડો શ્વાસ લેતાં લેતા પાંચ મિનિટ સુધી આમ કરવાથી બેક પેઇન ઓછું થશે. 

tennis ball massage for back neck and knee pain

ચેસ્ટ સંબંધિત સમસ્યા

વોલની સામે ઉભા રહો, ટેનિસ બોલને તમારા કોલર બોનની નીચે ગોઠવો. તમારી ચેસ્ટને બોલ પર પ્રેશ કરો અને તમારા વજનને એકબાજુથી બીજીબાજુ શિફ્ટ કરો, અપ અને ડાઉન કરો, અપર ચેસ્ટ મસલ્સ પર બોલને 1 મિનિટ સુધી રોલિંગ કરવાથી ચેસ્ટ સંબંધિત સમસ્યાથી રાહત મળશે.

tennis ball massage for back neck and knee pain

પગમાં દુખાવો

ટેનિસ બોલને પગની નીચે રાખો અને બોલ પર તમારું વજન વધારો. બાદમાં બોલને એડીથી આંગળીઓ સુધી લઇ જાઓ. આવું એક મિનિટ સુધી કરવાથી પગના દુખાવામાં રાહત રહેશે.

tennis ball massage for back neck and knee pain

હાથમાં દુખાવો

એક ટેબલ પર ટેનિસબોલ મુકીને તેના પર તમારો હાથ મુકો, બીજા હાથ વડે પ્રેશર જનરેટ કરો. 1 મિનિટ સુધી ટેનિસ બોલ પર પ્રેશર બનાવી રાખો અને બોલને હાથના દરેક ભાગમાં રોલિંગ કરવાથી હાથના દુખાવામાં રાહત થશે.

tennis ball massage for back neck and knee pain

હિપ પેઇન

જમીન પર એક સાઇટ સુઇ જાઓ અને ટેનિસ બોલને ફ્લોર અને હિપ્સની વચ્ચે રાખો. બોલને ધીમે ધીમે 12 વખત સર્કલમાં ફેરવો. આવું બીજી બાજું પણ કરો. તેનાથી હિપ પેઇનમાં રાહત થશે.

tennis ball massage for back neck and knee pain

ઘૂંટણનો દુખાવો

 ચેઇરમાં ટટ્ટાર બેસો, ટેનિસ બોલને ઘૂંટણની વચ્ચે રાખો. બાદમાં 10 વખત બોલને દબાવો અને મુક્ત કરવાથી ઘૂંટણના દુખાવામાં ફાયદો થશે.

tennis ball massage for back neck and knee pain

નેક પેઇન

જમીન પર સુઇ જાઓ અને ટેનિસ બોલને ગરદન પર રાખો, માથાને અપ અને ડાઉન કરો. માથા અને બેક વડે બોલ 1 મિનિટ સુધી પ્રેશર જનરેટ કરો. ધીરે-ધીરે બોલની પોઝિશન ગરદનના ભાગમાં ચેન્જ કરતા રહો આમ કરવાથી નેક પેઇનમાં રાહત થશે. 

X
tennis ball massage for back neck and knee pain
tennis ball massage for back neck and knee pain
tennis ball massage for back neck and knee pain
tennis ball massage for back neck and knee pain
tennis ball massage for back neck and knee pain
tennis ball massage for back neck and knee pain
tennis ball massage for back neck and knee pain
tennis ball massage for back neck and knee pain
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App