Divya Bhaskar

Home » Lifestyle » Health » વજન ઘટાડવા, Special research and Tip to weight loss quickly

માત્ર 1 સોયની મદદથી ફટાફટ ઘટશે વજન, સાબિત કર્યું અમેરિકન સાયન્ટિસ્ટે

Divyabhaskar.com | Updated - May 24, 2018, 03:59 PM

એક રિસર્ચમાં મેદસ્વિતા ઘટાડવાનો એક અનોખો ઉપાય જાણવા મળ્યો છે

  • વજન ઘટાડવા, Special research and Tip to weight loss quickly
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મેદસ્વિતા ઘટાડવાનો એક અનોખો ઉપાય

    યુટિલિટિ ડેસ્ક: તાજેતરમાં જ થયેલ એક રિસર્ચમાં મેદસ્વિતા ઘટાડવાનો એક અનોખો ઉપાય જાણવા મળ્યો છે. આ રિસર્ચમાં માણસને ભૂખના સિગ્નલ આપરી સિસ્ટમ પર કંટ્રોલ કરવાથી ગમેત્યારે ભૂખ નહીં લાગે અને અધારે પડતું ખવાઇ નહીં જાય. મેડિકલ સાયંસના ઇતિહાસમાં પહેલીવાર આવો અનોખો ઉપાય જોવા મળ્યો છે. ઓબેસિટીથી પીડીત લોકો માટે આ ઉપાય જબરજસ્ત કારગર સાબિત થયો છે. અમેરિકાના સાયન્ટિસ્ટે મેદસ્વિતા ઘટાડવાનો આ અનોખો ઉપાય શોધવાનો દાવો કર્યો છે.


    આ ઉપાય અંતર્ગત, માણાસની ભોજન નળીની અંદર આવેલ પોસ્ટિરીયર વેગલ ટ્રંક નામની નસને જામ કરી દેવામાં આવશે. આ જ નસ પેટની ભૂખના સંકેત મગજ સુધી પહોંચાડે છે. આ નસનો પ્રવાહ રોકી દેવાથી માણસને ગમેત્યારે ભૂખ નહીં લાગે. જે લોકોને આખો દિવસ કઈંક ને કઈંક ખાવાની આદત હોય અને મેદસ્વિતા વધતી જ જતી હોય તેમના માટે આ ઉપાય જબરજસ્ત કારગર નીવડશે. ખાવા-પીવાના શોખીન લોકો માટે પણ આ ઉપાય ફાયદાકારક નીવડી શકે છે.


    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ કેવી રીતે કામ કરશે એક સોય.....

  • વજન ઘટાડવા, Special research and Tip to weight loss quickly
    સોયની મદદથી થશે કામ

    સોયની મદદથી થશે કામ:


    અમેરિકાની એમોરી યૂનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં આ રિસર્ચ કરનાર ટીમના જણાવ્યા અનુસાર, આ ટ્રીટમેન્ટમાં સીટી સ્કેનના ઉપયોગથી એક સોયને માણસના શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે, ત્યારબાદ એર્ગન ગેસને સોયમાં મોકલી 'પોસ્ટિરીયર વેગન ટ્રંક' નામની નસને જામ કરી દેવામાં આવે છે. ભોજનની નળીમાં રહેલ આ નસ મગજને સંકેત આપે છે કે, તેનું પેટ ખાલી છે અને ભોજનની જરૂર છે. રિસર્ચ ટીમના જણાવ્યા અનુસાર તેમણે 10 લોકો પર આ ટ્રીટમેન્ટ કરી, 90 દિવસ સુધી તેમના પર નજર રાખવામાં આવી. અંતિમ પરિણામમાં જાણવા મળ્યું કે, તેમના વજનમાં 14 % સુધીનો ઘટાડો જોવા મળ્યો. સાથે-સાથે તેમના પર કોઇ આડ-અસર પણ જોવા સામે આવી નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending