હોળી પર પીવો છો આ ઠંડાઇ તો, જાણો લો તેના 6 ફાયદા

હોળી-ધૂળેટીને હવે માંડ બે-ત્રણ દિવસની વાર છે અને આ રંગોના તહેવારને મનાવવાની તૈયારી પણ ગુજરાત સહિત દેશભરમાં કરવામાં આવી ર

divyabhaskar.com | Updated - Feb 27, 2018, 07:50 PM
six benefit of drink thandai

હોળી પર પીવો છો આ ઠંડાઇ તો, જાણો લો તેના 5 ફાયદા.

યુટિલિટી ડેસ્કઃ હોળી-ધૂળેટીને હવે માંડ બે-ત્રણ દિવસની વાર છે અને આ રંગોના તહેવારને મનાવવાની તૈયારી પણ ગુજરાત સહિત દેશભરમાં કરવામાં આવી રહી છે. દેશમાં અનેક સ્થળોએ રંગની સાથોસાથ ભાંગ અને ઠંડાઇની મજા પણ માણવામાં આવે છે. ગુજરાતમાં પણ અમુક સ્થળો પણ ઠંડાઇનું ચલણ છે. ગરમીની ઋતુમાં પણ ઠંડાઇનો એક શ્રેષ્ઠ પીણા તરીકે ઉપયોગ કરી શકાય છે. જોકે ઠંડાઇ એક પીણા ઉપરાંત આયુર્વેદિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. આજે અમે ઠંડાઇ પીવાથી થતાં કેટલાક ફાયદા અંગે જણાવી રહ્યાં છીએ.

ઠંડાઇ પીવાથી થાય છે આ ફાયદા

six benefit of drink thandai

કબજિયાત દૂર કરે

ઠંડાઇમાં ખસખસ(પોપી સીડ્સ)ની થોડીક માત્રા હોય છે, જે ગેસ્ટ્રો ઇંટેસ્ટાઇનલ જલનમાં રાહત પહોંચાડે છે. તેનાથી કબજિયાતની સમસ્યાને દૂર કરી શકાય છે. ઉપરાંત ઠંડાઇમાં પ્રોટિન, ફાઇબર, કેલ્શિયમ અને મિનરલ્સ પણ હોય છે. 

six benefit of drink thandai

પાચનક્રિયા સારી થાય છે

ઠંડાઇમાં સૌંફ પણ નાંખવામાં આવે છે. ઠંડાઇમાં સૌંફની માત્રા હોવાથી શરીરને ઠંડક મળે છે. તેનાથી ગેસ્ટ્રિક સમસ્યા દૂર થાય છે. સૌંફમાં એન્ટી ઇન્ફ્લામેટ્રી ગુણ હોય છે. જેનાથી પાચનક્રિયા સુધરે છે. 

six benefit of drink thandai

નેચરલ એનર્જીથી ભરપૂર

ઠંડાઇમાં તરબૂચ અને કોળુના બીને ભેળવવામાં આવે છે. આ શરીરને નેચરલ એનર્જી આપે છે. આ ઉપરાંત ઠંડાઇમાં મિશ્રિત કરવામાં આવતા બદામ અને પિસ્તાથી પણ શરીરને શક્તિ મળે છે. 

six benefit of drink thandai

એન્ટી ડિપ્રેશન તરીકે કરે છે કામ

ઠંડાઇમાં કાળી મિર્ચ અને લવિંગ જેવા અનેક મસાચાલ ઉમેરવામાં આવે છે. જેનાથી તૈયાર થયેલી ઠંડાઇ ઇમ્યૂન સિસ્ટમ માટે ઘણી જ ફાયદાકારક હોય છે. સાથે જ ઠંડાઇમાં કેસર મેળવવામાં આવે છે, જે એન્ટી-ડિપ્રેશન અને એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે. 

six benefit of drink thandai

મોઢાંના છાલા દૂર કરે

ઠંડાઇનું નિયમિત સેવન કરવામાં આવે તો મોઢાંના છાલા અને આંખોની જલનને દૂર કરવામાં મદદ કરે છે.

six benefit of drink thandai

શરીરમાં પાણીની ઉણપને દૂર કરે

ગરમીની ઋતુમાં ડિહાઇડ્રેશન, લુ લાગવી, ડાયેરિયા, ફૂડ પોઇઝનિંગ જેવી સમસ્યા થાય છે, જેના નિરાકરણ માટે ઠંડાઇનો ઉપયોગ કરી શકો છો.

X
six benefit of drink thandai
six benefit of drink thandai
six benefit of drink thandai
six benefit of drink thandai
six benefit of drink thandai
six benefit of drink thandai
six benefit of drink thandai
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App