તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • ઇન્ફેક્શનના કારણે ઘટે છે પુરૂષોમાં ફર્ટિલિટી । Low Testosterone Levels Causes And Treatment

ઇન્ફેક્શનના કારણે ઘટે છે પુરૂષોમાં ફર્ટિલિટી, બચવા કરો આ 5 ઉપાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

હેલ્થ ડેસ્કઃ હાલમાં જ ઇંગ્લેન્ડની ડરહમ યૂનિવર્સિટીની રિસર્ચ મુજબ જે જગ્યાઓ પર ઇન્ફેક્શનનો ખતરો વધુ હોય છે ત્યાંના મેલ બાળકોમાં આગળ જતા ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું થવાની શક્યતા હોય છે. ટેસ્ટોસ્ટેરોન એક પ્રકારનું હોર્મોન છે જે પુરૂષોમાં મજબૂત હાડકાં, બોડી ફેટ, સ્ટ્રોન્ગ મસલ્સ, ચહેરા અને બોડીના વાળ, બ્લડ સેલ્સ, સેક્સ ડ્રાઇવ અને સ્પર્મ પ્રોડક્શન વધારવામાં મદદ કરે છે. તેને મેલ હોર્મોન પણ કહેવામાં આવે છે. ડરહમ યૂનિવર્સિટીના પ્રોફેસર ગિલિઅન બેન્ટલી કહે છે કે બોડીમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું થવાથી ઇનફર્ટિલિટી, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને ઓબેસિટી જેવી પ્રોબ્લેમ્સ થઈ શકે છે.

 

ટેસ્ટોસ્ટેરોન લેવલ વધારવાની ટિપ્સ

 

ફેટ્સ ખાઓ
મોનોસેચ્યુરેટેડ અને સેચ્યુરેટેડ ફેટ્સવાળા ફૂડ્સ ખાવાથી બોડીમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે. ડાયટમાં ઘી, બટર, ફિશ અને નટ્સ સામેલ કરો.

 

ઇંડા ખાઓ
કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાથી ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે. રોજ 2થી 3 ઇંડા ખાઓ. તેનાથી કોલેસ્ટ્રોલ બેલેન્સ કરવામાં ખૂબ મદદ મળશે.

 

વેટ ટ્રેનિંગ એક્સરસાઇઝ
વેટ ટ્રેનિંગ એક્સરસાઇઝ કરવાથી બોડી ફેટ ઘટે છે અને ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે. મસલ્સ બનાવતી એક્સરસાઇઝ કરવાથી વધુ ફાયદો મળશે.

 

દારૂ અવોઇડ કરો
દારૂથી દૂર રહો અથવા એક દિવસમાં 1-2 પેક કરતા વધુ ન પીવો. વધુ દારૂ પીવાથી બોડીમાં ટેસ્ટોસ્ટેરોન ઘટે છે.

 

સ્ટ્રેસ ન લો
મેડિટેશન અને એક્સરસાઇઝ કરી સ્ટ્રેસ ઓછું કરો. મેન્ટલ અથવા ફિઝિકલ સ્ટ્રેસથી બોડીમાં કાર્ટિસોલનું લેવલ ઓછું થાય છે, જે ટેસ્ટોસ્ટેરોનને બનતા અટકાવે છે.

 

ઊંઘ લો
રોજ 7થી 8 કલાક ઊંઘ લો. ઊંઘ પૂરી ન થવા પર ટેસ્ટોસ્ટેરોન લેવલ ઝડપથી ઘટે છે. તેનાથી મસલ્સની ગ્રોથ ઓછી થાય છે અને વજન વધે છે.

 

વિટામિન D લો
બોડીમાં વિટામિન D પૂરતા પ્રમાણમાં હોવાથી ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે. રોજ સવારે 10 મિનિટ બહાર વોક કરો. ડાયટમાં ફિશ, ડેરી પ્રોડક્ટ્સ અને ઓરેન્જ જ્યૂસ સામેલ કરો. તેનાથી ભરપૂર વિટામિન D મળશે.

 

આ પણ વાંચોઃ- રોજ સવારે ખાલી પેટ પીવો ધાણાનું પાણી, એકસાથે 7 સમસ્યાઓમાં થશે ફાયદો