Divya Bhaskar

Home » Lifestyle » Health » If You Are Facing These 5 Problems Do Not Take Turmeric Milk

આ 5 લોકોએ ભૂલથી પણ ન પીવું હળદરવાળું દૂધ, ફાયદાની જગ્યાએ કરશે નુકસાન

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 03:42 PM

હળદરની તાસીર ગરમ હોય છે અને તેમાં લોહીને પાતળું કરવાના ગુણ હોય છે. એટલે દરેક વ્યક્તિએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ.

  • If You Are Facing These 5 Problems Do Not Take Turmeric Milk
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    જે વ્યક્તિને ડાયબિટીસ, બ્લડ પ્રેશર અને ગોલબ્લેડર સ્ટોન જેવી પ્રોબ્લેમ હોય તેમણે હળદર ખાવી કે હળદર વાળું દૂધ પીવાનું અવોઇડ કરવું જોઈએ.

    યૂટિલિટી ડેસ્કઃ સામાન્ય રીતે હળદરવાળું દૂધ હેલ્ધી માનવામાં આવે છે. દુઃખાવો થવા પર, શરદી-ઉધરસ થવા પર ઘરમાં લોકો સૌથી પહેલા હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે, જેને લોકો ખુશી-ખુશી પી લેતા હોય છે. પરંતુ આ હળદરવાળું દૂધ ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. હળદરની તાસીર ગરમ હોય છે અને તેમાં લોહીને પાતળું કરવાના ગુણ હોય છે. એટલે દરેક વ્યક્તિએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. ખાસ કરીને એવા લોકોએ જેમની બોડી ગરમ રહે છે અથવા જેમને નાકમાંથી લોહી આવવા અથવા પાઇલ્સ જેવી પ્રોબ્લેમ્સ રહે છે. આ બ્લીડિંગને વધારી દે છે.

    ઘણા બધા પેટના દર્દીઓને પણ હળદરવાળું દૂધ નુકસાન પહોંચાડી શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કેવા લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. જો તેઓ પીવા ઈચ્છતા હોય તો તેમને ડોક્ટરની સલાહ લીધા પછી જ પીવું જોઈએ.

    આ વિશે જ્યારે અમે આયુર્વેદિક એક્સપર્ટ અબરાર મુલ્તાની સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે હળદરને હલ્દી હર્બ્સના રૂપમાં જોઈ શકાય છે, પરંતુ આ બધા માટે હેલ્ધી નથી હોતી. આમ તો કોઈ હળદર નથી ખાતું, પરંતુ હળદરવાળું દૂધ બધા સામાન્ય રીતે ઉપયોગ કરતા હોય છે. જે વ્યક્તિને ડાયબિટીસ, બ્લડ પ્રેશર અને ગોલબ્લેડર સ્ટોન જેવી પ્રોબ્લેમ હોય તેમણે હળદર ખાવી કે હળદર વાળું દૂધ પીવાનું અવોઇડ કરવું જોઈએ.

    આગળ જાણો, ક્યા લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ...

  • If You Are Facing These 5 Problems Do Not Take Turmeric Milk
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    હળદરવાળું દૂધ વધુ પીવાથી ગોલબ્લેડરની પ્રોબ્લેમ વધી શકે છે.
  • If You Are Facing These 5 Problems Do Not Take Turmeric Milk
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    હળદરમાં લોહી પાતળું કરવાવાળા ગુણ હોય છે. પહેલાથી દવા લઈ રહ્યા છો તો લોહી વધુ પાતળું થઈ શકે છે.
  • If You Are Facing These 5 Problems Do Not Take Turmeric Milk
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    હળદરવાળું દૂધ ગરમ હોય છે અને બ્લડ પાતળું કરે છે. તે પીવાથી વધુ બ્લીડિંગ થઈ શકે છે.
  • If You Are Facing These 5 Problems Do Not Take Turmeric Milk
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    હળદરવાળું દૂધ ગેસ અને એસિડિટીની પ્રોબ્લેમ વધારી શકે છે. એસિડિટીની દવાની અસર ઓછી કરી શકે છે.
  • If You Are Facing These 5 Problems Do Not Take Turmeric Milk
    આ દૂધ બ્લડ શુગરને રેગ્યુલેટ કરી ડાયબિટીસની દવાની અસર વધારી શકે છે. તેનાથી શુગર લો થઈ શકે છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending