• Home
  • Lifestyle
  • Health
  • Schoolboy born without ears because of rare genetic condition hails pioneering surgery to construct ear from rib cage

મેડિકલ સાયન્સ / પાંસળીઓથી કાન બનાવીને લગાવાયો, 7 હજાર બાળકોમાંથી એક બાળક માઇક્રોશિયા રોગથી પીડાય છે

Schoolboy born without ears because of rare genetic condition hails pioneering surgery to construct ear from rib cage
X
Schoolboy born without ears because of rare genetic condition hails pioneering surgery to construct ear from rib cage

  • બ્રિટનમાં પાંસળીઓથી કાન બનાવીને તેને ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પહેલો કિસ્સો
  • બે સર્જરી પછી 11 વર્ષના રીઝને સામાન્ય માણસ જેવો જ કાન મળ્યો 
  • બાળકની પાંસળીઓનો કેટલોક ભાગ લઈને કાન તૈયાર કરાયો

divyabhaskar.com

Jan 04, 2019, 02:58 PM IST
હેલ્થ ડેસ્ક: લંડનમાં ડોક્ટર્સને શરીરના ભાગમાંથી જ કાન બનાવીને બાળકને લગાવવામાં સફળતા મળી. 11 વર્ષના દર્દી રીઝ ગ્લિસનને જન્મથી જ કાન નહોતા. આવું એક આનુવંશિક સ્થિતિના લીધે હતું, જેને માઇક્રોશિયા કહે છે. રીઝની પાંસળીઓનો કેટલોક ભાગ લઈને કાન તૈયાર કરાયો જેને સર્જરીની મદદથી ફિટ કરાયો. બ્રિટનમાં આવું ઓપરેશન પહેલીવાર કરાયું. ડોક્ટરના જણાવ્યા મુજબ, આવી આનુવંશિક સ્થિતિ સાત હજારમાંથી એક બાળકમાં દેખાય છે.

સર્જરી સાથે જોડાયેલી 4 ખાસ વાતો

1.રીઝની માતા ટોનીના જણાવ્યા મુજબ, જયારે તે નાનો હતો તો બાળકો તેને ચીડવતા હતા અને તે ગભરાઈ જાય છે. કોઈને ખબર ના પડે કે તેને કાન નથી તે માટે તે વાળ કપાવવાની પણ ના કરી દેતો. 2016માં લંડનની ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટ હોસ્પિટલમાં તેની પહેલી સર્જરી થઇ. 
2.હોસ્પિટલના સર્જનના જણાવ્યા મુજબ, કાન બનાવવા માટે પાંસળીઓના ઢાંચાથી ઉતક (કાર્ટિલેજ) કાઢયા. તે દેખાવમાં એકદમ કુદરતી કાન જેવા છે. કૃત્રિમ રીતે પહેલા પણ કાન તૈયાર કરાયા છે, પણ પાંસળીઓથી તેને પહેલીવાર બનાવાયો. આવા કિસ્સાઓમાં કાનને સંપૂર્ણ રીતે નોર્મલ થવામાં 6 મહિના જેવો સમય લાગે છે અને બે વાર સર્જરી કરવામાં આવે છે. 
3.સર્જનના જણાવ્યા મુજબ, પહેલી સર્જરી 2016માં કરાઈ જે લગભગ 3 કલાક ચાલી. આ દરમિયાન છઠ્ઠી, સાતમી અને આઠમી પાંસળીમાંથી ઉતક (કાર્ટિલેજ) લેવામાં આવ્યા. તેને કાનના આકારમાં બદલાયા. કાન વાળા ભાગમાં સ્ટીલના દોરાથી આકાર અપાયો. ચીરો લગાવીને નવા કાનને સર્જીકલ દોરાની મદદથી સીવવામાં આવ્યો. 
4.6 મહિના પછી રીઝને ફરી બોલાવાયો અને બીજી સર્જરી કરવામાં આવી. તેમાં માથા અને કાનની વચ્ચે અંતર ઘટાડાયું. લગભગ બે કલાક ચાલેલી આ સર્જરીમાં કાનને અસલી સ્થિતિમાં લવાયો. સિલિકોન બ્રેસની મદદથી સર્જરી પછી કાનને સપોર્ટ અપાયો. જેને ક્યારેય પણ હટાવી કે લગાવી શકાય. બે વર્ષ પછી રીઝ ઘણો ખુશ છે અને તેનો આત્મવિશ્વાસ ફરી જાગ્યો છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી