Divya Bhaskar

Home » Lifestyle » Health » બાળક જન્મથી બહેરું હોવાનાં કારણ, Reasons of deafness in born baby

પ્રેગ્નન્સીમાં આ 1 ભૂલના કારણે બાળક પેદા થઈ શકે છે બહેરું

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 04:04 PM

પ્રેગ્નન્સી સમયે ધ્યાનમાં રાખો આ વાતનું, બહેરું જન્મી શકે છે તમારું બાળક

  • બાળક જન્મથી બહેરું હોવાનાં કારણ, Reasons of deafness in born baby
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ગ્રામીણ વિસ્તારમાં પ્રમાણ વધુ

    યૂટિલિટી ડેસ્ક: આપણા દેશમાં દર વર્ષે 27 હજાર કરતાં વધુ નવજાત બાળકો સાંભળવાની અક્ષમતા સામે જન્મે છે, જ્યારે વિશ્વમાં તો આવાં બાળકોની સંખ્યા 3.6 કરોડ કરતાં પણ વધુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ 2012માં જાહેર કરેલા આંકડાઓમાં આ અંગે ખુલાસો કર્યો છે. આંકડા પ્રમાણે, વિશ્વમાં 3.2 કરોડ બાળકો બહેરાપણાનો શિકાર છે, જેમાંથી 60 % બાળકોને બાળપણમાં જ આ બિમારીથી બચાવી પણ શકાય છે.


    આ વિશે વિસ્તૃતમાં જણાવી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ..


    ગ્રામીણ વિસ્તારમાં પ્રમાણ વધુ:


    નવજાત શિશુઓમાં બહેરાશનું કારણ વંશાનુગત કે અવંશાનુગત, આનુવંશિક કારણો, ગર્ભાવસ્થા કે પ્રસૂતિ દરમિયાન થતી મુશ્કેલીઓ જવાબદાર હોય છે. આપણા દેશમાં 6.3 ટકા લોકો બહેરાશથી પીડાય છે. શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારમાં આ પ્રમાણ વધુ જોવા મળે છે.


    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો કેવી રીતે જાણવું બાળકની બહેરાશ વિશે.....

  • બાળક જન્મથી બહેરું હોવાનાં કારણ, Reasons of deafness in born baby
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કેવી રીતે જાણવું બાળકની બહેરાશ વિશે?

    કેવી રીતે જાણવું બાળકની બહેરાશ વિશે?


    બાળક 4થી 9 મહિનાનું હોય ત્યારે આસપાસના પરિચિત અવાજો સાંભળીને આંખ ફેરવે છે. વાત કરતી વખતે હસે કે ઘૂઘરાનો, ખંજરીનો કે બીજા કોઇ રમકડાનો અવાજ સાંભળી એ તરફ આકર્ષાય. તમે કઈંક બોલો તો સામે પ્રતિક્રિયા આપે. જો આ બાબતો બરાબર હોય તો બાળક બરાબર સાંભળે છે, પરંતુ જો આમાંની કોઇ બાબતોમાં બાળક યોગ્ય પ્રતિક્રિયા ન આપે તો, તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઇએ. 


    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો બહેરાશનાં કારણો..... 

  • બાળક જન્મથી બહેરું હોવાનાં કારણ, Reasons of deafness in born baby
    બહેરાશનાં કારણો

    બહેરાશનાં કારણો:


    પ્રસૂતિ સમયે માતા સાઈટોટૉક્સિક દવાઓ અને કેટલીક એન્ટીબાયોટિક્સના સંપર્કમાં આએ તો બાળકને કમળો, શ્વાસ રુંધાવો, હાઈપોક્સિયા, જન્મ સમયે બાળકનું વજન ઓછું હોવું અને જન્મજાત બહેરાશની સમસ્યા થઈ શકે છે. બહેરાશની તપાસ બે સ્ટેપમાં કરવામાં આવે છે. OAE અને ABRના ઉપયોગથી બહેરાશની પૂરેપૂરી જાણકારી મેળવી શકાય છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending