Home » Lifestyle » Health » પ્રેગ્નન્સી ટિપ્સ, Pregnant Woman should never drink this Juice

ઉનાળામાં બહુ પીવાતો આ જ્યૂસ ભૂલથી પણ ન પીવો ગર્ભવતી મહિલાએ

Divyabhaskar.com | Updated - May 14, 2018, 04:34 PM

દરેક ખાધ્ય પદાર્થના ફાયદા જ હોય એવું નથી, નુકસાન પણ હોય છે

  • પ્રેગ્નન્સી ટિપ્સ, Pregnant Woman should never drink this Juice
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગર્ભવતી મહિલાઓએ બીલાનો જ્યૂસ ભૂલથી પણ ન પીવો જોઇએ

    યુટિલિટિ ડેસ્ક: દરેક ખાધ્ય પદાર્થના ફાયદા જ હોય એવું નથી, નુકસાન પણ હોય છે. ગરમીમાં લોકોને બીલાનો જ્યૂસ પીવો બહુ ગમે છે. તેના ફાયદા તો બહુ હોય છે, પરંતુ જો ધ્યાન આપવામાં ન આવે તો, ભવિષ્યમાં નુકસાન પણ થઈ શકે છે.


    જે લોકોને ડાયાબિટીસ અને બીપીની તકલીફ હોય, તેમણે આ જ્યૂસનું સેવન ન કરવું જોઇએ. તેઆં ખાંડની માત્રા ભરપૂર હોય છે. સાથે-સાથે બીજા પણ કેટલાક એવા પદાર્થ હોય છે, જે શુગર લેવલ વધારે છે.


    બીલાનો શરબત સહેલાઇથી પચી જાય છે, પરંતુ હાઇ બ્લડ પ્રેશરના દરદીઓ માટે પણ હાનિકારક હોય છે. કાર્ડિયાક દરદીએ ડૉક્ટરની સલાહ લીધા વગર આ જ્યૂસ ક્યારેય ન લેવો.


    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ બીજાં શું નુકસાન થાય છે આ જ્યૂસથી....

  • પ્રેગ્નન્સી ટિપ્સ, Pregnant Woman should never drink this Juice
    બીલાના પાનમાં ટેનિનની માત્ર હોય છે

    ગર્ભવતી મહિલાઓએ બીલાનો જ્યૂસ ભૂલથી પણ ન પીવો જોઇએ. બીલાના પાનમાં ટેનિનની માત્ર હોય છે. જે કાર્સિજનિક પ્રભાવ પડે છે, જે ગર્ભવતી મહિલાઓમાં ગર્ભપાતનો ખતરો વધારે છે. એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી.


    જો તમને રોજ કે અઠવાડિયામાં બે-ત્રણવાર આ જ્યૂસ પીવાની આદર હોય તો, પેટમાં દુખવું, પેટ ફૂલવું, પેટની તકલીફો રહેવી, અપચો જેવી સમસ્યાઓ સતાવી શકે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ગેસની સમસ્યાથી પીડિત લોકોએ પણ આ જ્યૂસ ન પીવો જોઇએ, તેમાં રહેલ કેટલાંક તત્વો શરીરમાં ગેસ વધારી શકે છે. એટલે એકવાર ડૉક્ટરનો સંપર્ક જરૂર કરવો. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending