Home » Lifestyle » Health » Never took these kind of food with milk

આ 9 ફૂડ્સની સાથે ભૂલથી ન પીવો દૂધ, સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 07:10 PM

આપણે બધા જાણીએ છીએ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે

 • Never took these kind of food with milk
  +9બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્કઃ આપણે બધા જાણીએ છીએ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે, પરંતુ આપણે કદાચ એ વાતથી અજાણ હોઇ શકીએ છીએ કે તેનું સેવન વિરોધી આહાર સાથે કરવામાં આવે તો તે આપણા શરીર માટે ઝેર સમાન બની શકે છે. દૂધની સાથે આપણે જે વસ્તુનું સેવન કરીએ છીએ તે તમામની સીધી અસર આપણા શરીર પર પડે છે. આયુર્વેદના નિયમ મુજબ તેને વિપરીત તાસીરવાળા ફૂડની સાથે લેવાથી અપચો થઈ શકે છે. ડાયટિશિયન અલકા દૂબે દૂધની સાથે કેટલાંક ફૂડ્સ અવોઇડ કરવાની સલાહ આપે છે. તે જણાવી રહ્યા છે આવા જ 7 ફૂડ વિશે જે દૂધની સાથે ન લેવા જોઈએ.

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દૂધની સાથે અન્ય ક્યા ફૂડ ન લેવા જોઈએ...

 • Never took these kind of food with milk
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  દૂધની સાથે ખાટ્ટા ફળ

  ખાટ્ટા ફળોમાં વધુ પ્રમાણમાં સાઇટ્રિક એસિડ હોય છે જે દૂધમાં રહેલા પ્રોટીનને બોડીમાં એબ્સોર્બ નથી થવા દેતું, જેનાથી ઇનડાઇજેશનની સમસ્યા થઈ શકે છે.

 • Never took these kind of food with milk
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  દૂધની સાથે ચોકલેટ

  દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ હોય છે. ચોકલેટમાં રહેલા ઓક્જેલિક એસિડના કારણે કેલ્શિયમ સંપૂર્ણપણે બોડીમાં એબ્સોર્બ નથી થઈ શકતું. તેનાથી ડાયરિયાની શક્યતા વધે છે.

 • Never took these kind of food with milk
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  દૂધની સાથે તરબૂચ

  દૂધ લેક્સેટિવ હોય છે અને તરબૂચમાં ડાઇયૂરેટિક પ્રોપર્ટીઝ હોય છે. દૂધની સાથે તરબૂચ ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે. તેનાથી ડિહાઇડ્રેશનની શક્યતા વધે છે.

 • Never took these kind of food with milk
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  દૂધની સાથે ઇંડા

  દૂધ અને ઇંડા બંનેમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે. આ બંનેને ડાઇજેસ્ટ થવામાં વધુ સમય લાગે છે. તેનાથી કબજિયાત થઈ શકે છે.

 • Never took these kind of food with milk
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  દૂધની સાથે ફિશ

  દૂધની તાસીર ઠંડી હોય છે અને ફિશની તાસીર ગરમ હોય છે. આયુર્વેદના મુજબ તેને સાથે લેવાથી સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે.

 • Never took these kind of food with milk
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  દૂધની સાથે અડદની દાળ

  આ બંનેમાં પ્રોટીન વધારે હોય છે. તેને સાથે લેવાથી ડાઇજેસ્ટિવ ટેક્ટ પર વધારે દબાણ પડે છે જેનાથી પેટ બગડી શકે છે.

 • Never took these kind of food with milk
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  દૂધની સાથે દહીં

  દહીંની તાસીર ગરમ હોય છે. તેને દૂધની સાથે લેવાથી ડાઇજેશન ખરાબ બગડી શકે છે.

 • Never took these kind of food with milk
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  દૂધની સાથે મીઠું

  મીઠું દૂધની સાથે મિક્સ થઈને દૂધમાં રહેલા પ્રોટીનના ફાયદા ઓછા કરી દે છે. તેમજ સ્કિન સંબંધી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે.

 • Never took these kind of food with milk

  દૂધની સાથે ગરમ મસાલા

  દૂધની તાસીર ઠંડી હોય છે જ્યારે ગરમ મસાલાની તાસીર ગરમ હોય છે. આ બંનેને સાથે લેવાથી પેટ બગડી શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ