Divya Bhaskar

Home » Lifestyle » Health » હેલ્ધી વાળ ટિપ્સ, Mix sugar in Shampoo for Healthy and long hair

શેમ્પૂમાં મિક્સ કરો તમારા કિચનની આ એક વસ્તુ, વાળમાં દેખાશે ચમત્કારિક અસર

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 04:10 PM

પ્રદૂષણ અને ખાન-પાનમાં અસંતુલન સાથે વાળને નુકસાન કરતી પ્રોડક્ટ્સથી બચવું જોઇએ

  • હેલ્ધી વાળ ટિપ્સ, Mix sugar in Shampoo for Healthy and long hair
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ખાંડ મિક્સ કરવાથી વાળને ઘણા ફાયદા મળે છે

    યૂટિલિટી ડેસ્ક: વાળ તો સ્ત્રીની સુંદરતા વધારતું એક આભુષણ ગણાય છે. સુંદર અને ભરાવદાર લાંબા વાળ માટે મહિલાઓ ઘણી મહેનત કરતી હોય છે, ક્યારેક અવનવાં શેમ્પૂ તો ક્યારેક તેલ અજમાવતી રહેતી હોય છે. જોકે આટલા પ્રયત્નો પછી પણ સફળતા તો નથી જ મળતી અને સમસ્યા એમજ રહે છે. પ્રદૂષણ અને ખાન-પાનમાં અસંતુલન સાથે વાળને નુકસાન કરતી પ્રોડક્ટ્સથી બચવું જોઇએ. વાળની સાર-સંભાળ માટે કેટલાક ઘરેલું નૂસખાઓ હેલ્ધી અને ભરાવદાળ વાળ માટે કરશે તમને મદદ.


    શેમ્પૂમાં કરો ખાંડ મિક્સ: વાળ ધોતી વખતે તમને જે પણ બ્રાન્ડનું શેમ્પૂ ફાવતું હોય, તેમાં એક ચમચી ખાંડ મિક્સ કરવાથી વાળને ઘણા ફાયદા મળે છે.
    ૧. મોઇશ્ચરાઈઝ્ડ વાળ: શેમ્પૂમાં ખાંડ મિક્સ કરવાથી વાળમાં ભેજ વધે છે. ઉપરાંત શેમ્પૂનાં કેમિકલ્સનો પ્રભાવ પણ ઘટે છે. વાળમાં પ્રાકૃતિક ચમક આવે છે.
    ૨. વાળ ઝડપી વધશે: જેમના વાળ જલદી વધતા ન હોય તેમને આ નૂસખાથી બહુ ફાયદો થશે. વાળ જલદી વધશે અને શાઇની પણ બનશે.
    ૩. વાળની ડેડ સ્કિન દૂર થશે: વધારે પડતા શેમ્પૂના ઉપયોગથી સ્કેલ્પની સ્કિન ડેડ થઈ જાય છે, જેનાથી વાળમાં ખંજવાળ આવે છે. શેમ્પૂમાં ખાંડ મિક્સ કરવાથી ડેડ સ્કિનથી છૂટકારો મળશે.
    ૪. ડેન્ડ્રફથી છૂટકારો: અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વાર શેમ્પૂમાં ખાંડ મિક્સ કરી વાળ ધોવા જોઇએ. તેનાથી ડેન્ડ્રફ દૂર થાય છે.
    ૫. કોમળ વાળ: શેમ્પૂના ઉપયોગથી વાળ શુષ્ક અને બરછટ બની જાય છે. શેમ્પૂમાં ખાંડ મિક્સ કરવાથી આ સમસ્યામાંથી છૂટકારો મળશે.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જુઓ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન.....

  • હેલ્ધી વાળ ટિપ્સ, Mix sugar in Shampoo for Healthy and long hair
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    વાળમાં પ્રાકૃતિક ચમક આવે છે.
  • હેલ્ધી વાળ ટિપ્સ, Mix sugar in Shampoo for Healthy and long hair
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    વાળ જલદી વધશે અને શાઇની પણ બનશે
  • હેલ્ધી વાળ ટિપ્સ, Mix sugar in Shampoo for Healthy and long hair
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ડેડ સ્કિનથી છૂટકારો મળશે
  • હેલ્ધી વાળ ટિપ્સ, Mix sugar in Shampoo for Healthy and long hair
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    તેનાથી ડેન્ડ્રફ દૂર થાય છે
  • હેલ્ધી વાળ ટિપ્સ, Mix sugar in Shampoo for Healthy and long hair
    શેમ્પૂના ઉપયોગથી વાળ શુષ્ક અને બરછટ બની જાય છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending