બચેલા સાબુને ફેંકો નહીં, 5 મિનિટમાં જ ઘરે બનાવો 100 રૂ. જેવો હેન્ડવોશ

નહાવાના સાબુના યૂઝ કરતાં કરતાં તે નાનો થઇ જાય છે. નાના થયા બાદ તેનો ઉપયોગ થતો નથી અને તેને ફેંકી દેવામાં આવે છે

Divyabhaskar.com | Updated - Feb 09, 2018, 12:03 AM
Simple way to make handwash at home

યુટિલિટી ડેસ્કઃ નહાવાનો સાબુ વપરાશના કારણે છેલ્લે નાનો થઇ જાય છે. નાનો થાય પછી તેનો ઉપયોગ થતો નથી અને તેને ફેંકી દેવામાં આવે છે. આ બચેલા ટુકડાથી તમે ઘરે જ હેન્ડવોશ બનાવી શકો છો. તેના માટે તમારે અલગથી કોઇ અન્ય ચીજની જરૂર રહેશે નહીં. ફક્ત સાબુના બચેલા કેટલાક ટુકડા જોઇશે. આ ટુકડાની મદદથી તમે હેન્ડવોશ બનાવી શકો છો. તેની માર્કેટની કિંમત લગભગ 100 રૂપિયા હશે.

આ ચીજોની રહેશે જરૂર
બચેલા સાબુના ટુકડાની સાથે તમે મિક્સર, એક ગ્લાસ ગરમ પાણી અને 1 ઢાંકણું ડેટોલ જોઇશે. આ દરેક કોમ્બિનેશનની મદદથી તમે 500 એમએલથી વધારે હેન્ડવોશ બનાવી શકો છો. આ નહાવાના સાબુથી બને છે અને તેની ક્વોલિટી પણ સારી હોય છે.

10 રૂપિયાના સાબુથી પણ બનશે
જો તમારા ઘરમાં સાબુના ટુકડા નથી તો તમે ફક્ત 10 રૂપિયાના નહાવાના સાબુ લઇને પણ તેને બનાવી શકો છો. જો તમે સારી ક્વોલિટીનો હેન્ડવોશ બનાવવા ઇચ્છો છો તો તે માટે મોંઘો સાબુ યૂઝ કરી શકો છો.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો સાબુના ટુકડાની મદદથી હેન્ડવોશ બનાવવાની પ્રોસેસ...

Simple way to make handwash at home

સૌ પહેલાં સાબુના બધા ટુકડાને એક સાથે મિક્સરમાં નાંખો. જો તમે નવા સાબુથી હેન્ડવોશ બનાવવા ઇચ્છો છો તો કોઇ ચપ્પાથી નાના નાના ટુકડા કરો અને સાથે મિક્સરમાં નાંખો.

Simple way to make handwash at home

હવે મિક્સરમાં થોડું પાણી નાંખો. પાણી ફક્ત એટલું હોય કે ટુકડા ડૂબે. મિક્સરને ફેરવો અને પેસ્ટ બનાવી લો. એ વાતનું ધ્યાન રાખો કે પેસ્ટ ઘટ્ટ બને. 

Simple way to make handwash at home

પેસ્ટ તૈયાર થાય પછી તેમાં એક ગ્લાસ ગરમ પાણી નાંખો અને મિક્સ કરો. સાથે તેમાં 1 ઢાંકણું ડેટોલ નાંખો. તેને સારી રીતે 1 મિનિટ હલાવો. હેન્ડવોશ તૈયાર છે. તેને બોટલમાં ભરો.

X
Simple way to make handwash at home
Simple way to make handwash at home
Simple way to make handwash at home
Simple way to make handwash at home
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App