એલર્ટઃ ઊભા રહીને પાણી પીવાનું ટાળો, આ છે પાણી પીવાની 5 સાચી રીત

ઊભા રહીને પાણી પીવાથી તેની સીધી અસર તમારા હાર્ટ અને ફેફસાં પર થાય છે

Divyabhaskar.com | Updated - Feb 24, 2018, 12:05 AM
Avoid to drink water in standing possition

યુટિલિટી ડેસ્કઃ શું તમે જાણો છો કે પાણી પીવું જેટલું જરૂરી છે તેટલું જ તેને યોગ્ય રીતે પીવામાં આવે એ જરૂરી છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે જો તમે તમારી હેલ્થને સારી રાખવા ઇચ્છો છો તો તમારે ઊભા રહીને પાણી પીવાનું હંમેશા ટાળવું જોઇએ. તેનાથી તમારા હાર્ટ અને ફેફસા પર અસર થાય છે. આ વાતને તમે ભલે નકારી દો પણ આ સાચું છે. તમે નહીં જાણતા હોવ કે ઊભા રહીને પાણી પીવું શરીર માટે નુકસાનકારક છે.

- માનવામાં આવે છે કે ઊભા રહીને પાણી પીવાથી તમારી નસોમાં ખેંચાણ આવે છે. નસોમાં ખેંચાણ આવવાથી શરીરને ખતરો રહે છે.

- ડોક્ટર ધન્વન્તરીના આધારે અહીંથી આર્થરાઇટિસ અને ઘૂંટણના દર્દની શરૂઆત થાય છે. પાણીને હવાની જેમ ધીમે અને આરામથી પીવું જોઇએ.

- વધારે ઝડપથી પાણી પીવાથી શ્વસન નળી અને અન્ન નળીમાં ઓક્સિજન સંબંધિત સમસ્યા આવી શકે છે. તેની સીધી અસર હાર્ટ અને ફેફસાં પર થાય છે.

- વધારે ઝડપથી પાણી પીવામાં આવે તો અન્ન નળી પર દબાણ આવે છે. તેનાથી હાંડકા અને સાંધામાં ખામી આવે છે. આ કારણે તે કમજોર બને છે અને તેમાં દર્દ પણ થાય છે.

આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે આયુર્વેદમાં પાણી પીવાની આપવામાં આવેલી યોગ્ય અને સાચી રીત વિશે...

આયુર્વેદમાં પાણી પીવાની આ રીતોને મહત્વ આપવામાં આવ્યું છે.
આયુર્વેદમાં પાણી પીવાની આ રીતોને મહત્વ આપવામાં આવ્યું છે.

- સવારમાં ઊઠીને નયણાકોઠે એક ગ્લાસ પાણી પીવાથી અનેક રોગો દૂર રહે છે.
- જ્યારે પાણી પીઓ ત્યારે બેસીને પીઓ. તેનાથી મસલ્સ અને નર્વસ સિસ્ટમ વધારે રિલેક્સ રહે છે. 
- જ્યારે પણ પાણી પીઓ ત્યારે ધ્યાન રાખો કે તે અતિશય ગરમ કે ઠંડું ન હોય, તેનું તાપમાન પણ રૂમ ટેમ્પ્રેચર જેટલું હોવું જોઇએ.

- આવું પાણી પીવાથી ડાયજેશન સારું રહે છે.
- સવારમાં તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરને ઠંડક મળે છે અને કબિજયાતની સમસ્યામાં રાહત મળે છે.
 

X
Avoid to drink water in standing possition
આયુર્વેદમાં પાણી પીવાની આ રીતોને મહત્વ આપવામાં આવ્યું છે.આયુર્વેદમાં પાણી પીવાની આ રીતોને મહત્વ આપવામાં આવ્યું છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App