Home » Lifestyle » Health » know the benefits of eating ragi

રોજ ખાઓ આ લોટના મિશ્રણથી બનેલી રોટલી, થાય છે આ 7 ફાયદા

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 12:03 PM

રાગી એક પોષ્ટિક આહાર છે. જે દેખાવે સરસો જેવા લાગે છે. રાગી ખાસ કરીને એમિનો એસિડ, મિથ્યોનાઇન માટે મહત્વપૂર્ણ છે

  • know the benefits of eating ragi
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ રાગી એક પોષ્ટિક આહાર છે. જે દેખાવે સરસો જેવા લાગે છે. રાગી ખાસ કરીને એમિનો એસિડ, મિથ્યોનાઇન માટે મહત્વપૂર્ણ છે. રાગીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, કેલરી હોય છે. હાડકાંની મજબૂતી માટે રાગી એક સંપૂર્ણ આહાર છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી રાગીનો પાવડર મેળવીને થોડીકવાર ઉકાળવામાં આવે છે અને તેમાંથી બનેલી રોટલી ખાવાથી હાડકાંમાં કેલ્શિયમની ઉણપથી થનારા રોગ ઓસ્ચ્યુપોરોસિસનો ખતરો ઓછો રહે છે.

    રાગીમાં એવું પ્રોટિન હોય છે, જેનું પાચન શરીર સરળતાથી કરી લે છે. રાગી આપણા શરીરમાં ઘણું ધીરે-ધીરે હજમ થાય છે. અતઃ તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. રાગીનો લોટ, તેનું સેવન કરવાથી આપણને વધુ ભુખ લાગતી નથી. જો તેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો કુપોષણ, ક્ષરણ સંબંધિત રોગ અને અસમય વૃદ્ધ થવાની પ્રક્રિયા દૂર થાય છે.

    કેવી રીતે કરશો રાગીનો ઉપયોગ


    અધિક પોષ્ટિક રોટી અને બ્રેડ બનાવવા માટે ઘઉંના લોટ સાથે રાગીનો લોટ નિયમિત રીતે મેળવી શકાય છે. કેલ્શિયમ રાગીમાં ફોસ્ફરસ, આયર્ન અધિક હોય છે.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો રાગી મિશ્રિત રોટલી ખાવાના ફાયદા

  • know the benefits of eating ragi
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ડાયાબિટિઝને નિયંત્રણમાં રાખે છે

    તેનું ગ્લાઇસમિક ઇન્ડેક્સ ઓછું હોય છે, તેથી તે ડાયાબિટિઝ માટે શ્રેષ્ઠ મનાય છે. આ સ્ટાર્કને સુપાચ્ય બનાવે છે. ઉચ્ચ ફાઇબરયુક્ત ટમેટા, કાકાડી અને ડૂંગળી તથા મૂળા વિગેરે સાથે તેનું સેવન કરવામાં આવે તો બ્લડ સુગર વધતું અટકે છે. ડાયાબિટિઝની સ્થિતિમાં તે લોહીમાં સુગરની માત્રાને નિયંત્રિત કરવામાં સહાયક છે. તેનાથી ટાઇપ 2 ડાયાબિટિઝનું જોખમ ઘટે છે. 

  • know the benefits of eating ragi
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    હાડકાંઓના વિકાસ માટે ફાયદાકારક

    રાગીમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે. ઓસ્ટિયોપોરોસિસને રોકવા અને હાડકાંઓના વિકાસ માટે રાગીનું સેવન કરવું જોઇએ. 

  • know the benefits of eating ragi
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    વજન ઉતારવામાં માટે

    રાગીમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ પણ હોય છે. જે ભૂખને ઘટાડી દે છે. જેનાથી વજન વધતું અટકે જે. રાગીનું સેવન સવારે કરવામાં આવે તો આખો દિવસ પેટ ભરેલું હોય તેવું લાગે છે.

     

  • know the benefits of eating ragi
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    માતૃત્વ ધારણ કરનાર મહિલાઓ માટે શ્રેષ્ઠ

    રાગી આયર્નનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. રાગી ખાવાથી લોહીની ઉણપ રહેતી નથી. નવું માતૃત્વ ધારણ કરનાર મહિલાઓએ રાગી ખાવી જોઇએ, રાગીથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે. જે માતાઓને સ્તનમાં દૂધનું યોગ્ય ઉત્પાદન થતું નથી, તેમણે હરી રાગીનું સેવન કરવું જોઇએ. દૂધ પિવડાવતી માતાઓમાં દૂધની ઉણપ માટે આ ટોનિકનું કામ કરે છે.

  • know the benefits of eating ragi
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    એનીમિયા દૂર કરે છે

    એનીમિયા અને હિમોગ્લોબિનનું સ્તર ઓછું હોય તો રાગીનું સેવન કરવું જોઇએ. રાગીમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી એનીમિયાથી છૂટકારો મળે છે. ફણગાવેલા રાગી ખાવાથી વિટામિન સીનું લેવલ વધે છે. 

  • know the benefits of eating ragi
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કોલેસ્ટ્રોલ ઘટાડે છે

    રાગીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલના ઉંચા લેવલને ઘટાડે છે. તેમા એમિનો એસિડ હોય છે, જે લિવરમાંથી વધારાનો વસા કાઢીને કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. તેમજ થ્રેઓનીન એમિનો એસિડ વસોને લિવરમાં જમા થવા દેતો નથી.

  • know the benefits of eating ragi

    ત્વચાને યુવાન રાખે છે

    રાગીમાં મેથિયોનીન, લાઇસિન એમિનો એસિડ હોય છે, જે ત્વચાને યુવાન રાખે છે અને કરચલીઓથી બચાવે છે. રાગીમાં વિટામિન ડી હોય છે, જે કેલ્શિયમને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે અને સ્કિનનો ગ્લો વધારે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ