ઉનાળામાં પેટ અને પાચનની તકલીફોથી બચવા આટલી ટિપ્સ ચોક્કસ નોંધી લેજો

Health Desk

Health Desk

Jun 08, 2018, 12:42 PM IST
Know how to prevent digestion problem in summer

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ખોરાક પ્રત્યે ધ્યાન ન આપીએ ત્યારે પાચન ધીમું પડી જાય છે. એમાંય ઉનાળામાં ખાસ પાચન સંબંધી તકલીફો થાય છે. ગરમી, બફારો અને ઉકળાટને કારણે પાચનપ્રક્રિયા ધીમી પડી જાય છે. તો જાણો તેનાથી બચવા શું કરવું.


ઉનાળામાં થતી સમસ્યા


-ભૂખ ઓછી લાગવી


-એસિડિટી


-ગેસ


-ઊલટી-ઝાડા


-માથાનો દુખાવો


-પિત્તની પ્રોબ્લેમ


બચવા કરો આટલું


-પાચનક્રિયા મંદ પડે એટલે વ્યક્તિ પર જે પહેલી અસર થાય એ છે ભૂખ ઘટી જવી. જેનાથી બચવા ઓછા ખોરાક ખાવો અને દર 2 કલાકે થોડું-થોડું ખાવું અને હળવો ખોરાક ખાવો.


-ઉનાળામાં હેવી ખોરાક ખાવાને કારણે ગેસની પ્રોબ્લેમ થાય છે અને હેવી ખોરાક જલ્દી પચતો પણ નથી. જેના કારણે ગેસ થાય છે. તેનાથી બચવા રાતે ખાસ હેવી ખોરાક ખાવાનું ટાળવું.


-ઉનાળામાં શરીરની ગરમી વધે છે અને શરીરમાં એસિડિટી અને પિત્તનું પ્રમાણ પણ વધે છે. જેના કારણે ખાટ્ટાં ઓડકાર, છાતી અને પેટમાં બળતરા પ્રોબ્લેમ પણ થાય છે. તેનાથી બચવા ઉનાળામાં તળેલો અને સ્પાઈસી ખોરાક ખાવાનું ટાળવું.


-ઉનાળામાં ખોરાક જલ્દી ખરાબ થઈ જાય છે. જેથી વાસી અને બહારનો ખોરાક ખાવાનું ટાળવું. આ સિઝનમાં તાજો અને હળવો ખોરાક જ ખાવો.


-ઉનાળામાં તડકામાં કે ગરમીમાં બહાર નીકળો એટલે પિત્ત થઈ જાય છે. જેના કારણે ઘણીવાર માથાનો દુખાવો પણ થાય છે. આવું ડિહાઈડ્રેશનને કારણે થતું હોય છે. જેથી આ સિઝનમાં લિક્વિડ વધુ લેવું જોઈએ. જેમાં નાળિયેર પાણી, લીંબુપાણી વગેરે પી શકો છો.

X
Know how to prevent digestion problem in summer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી