Divya Bhaskar

Home » Lifestyle » Health » know about spinal tb and what to do

સ્પાઇનલ ટીબીના આવા છે લક્ષણો, જાણો બીમારી દરમિયાન શું કરવું

Divyabhaskar.com | Updated - Mar 03, 2018, 06:41 PM

સ્પાઈનલ ટીબી થાય ત્યારે સ્પાઈનમાં સતત અને સખત દર્દ તેમજ તાવ આવે છે

  • know about spinal tb and what to do
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ ટીબી એક ગંભીર બીમારી છે, સામાન્ય રીતે આપણે તેને ફેંફસામાં થતી બીમારી તરીકે જોઇએ છીએ અને એ જાણતા હોતા નથી કે ટીબીનો બીજો એક પ્રકાર પણ છે અને એ છે સ્પાઇનલ ટીબી. આ પ્રકારે ટીબી થવાના અનેક લક્ષણો છે. જેમકે તાવ આવવો, ભૂખ ન લાગવી, રાત્રે પરસેવો વળવો, વજન ઘટવું અને પીઠમાં દુખાવો થવો. જો સમયસર તેના લક્ષણો જાણીને સારવાર કરવામાં ન આવે તો આ બીમારી ગંભીર રૂપ ધારણ કરી શકે છે. રેસિપેટરી એન્ડ ક્રિટીકલ કેર કન્સલ્ટન્ટ ડૉ. પી. એન. અગ્રવાલ અનુસાર સ્પાઈનલ ટીબી થાય ત્યારે સ્પાઈનમાં સતત અને સખત દર્દ તેમજ તાવ આવે છે. જો આ પ્રકારના લક્ષણ સતત રહે તો તેને ઈગ્નોર ના કરવું અને તરત જ ડૉક્ટર પાસે નિદાન કરાવવું. આજે અમે અહીં આ બીમારીના લક્ષણો અંગે જણાવી રહ્યાં છીએ.

    આગળની સ્લાઈડ્સમાં જાણો સ્પાઈનલ ટીબીના લક્ષણો....

  • know about spinal tb and what to do
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    કરોડરજ્જૂમાં દર્દ

    સ્પાઈનલ ટીબીમાં કરોડરજ્જૂ અને પાંસળીઓમાં સતત દર્દ રહે છે.

  • know about spinal tb and what to do
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    તાવ

    સામાન્ય તાવ રહે છે. ટેમ્પરેચર 99.5 ડિગ્રીથી 101 ડિગ્રી સુધી રહે છે.

  • know about spinal tb and what to do
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    વજન ઘટવું

    ટીબીની બીમારી થવા પર કોઈ કારણ વિના વજનમાં સતત ઘટાડો થવા લાગે છે.

  • know about spinal tb and what to do
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ભૂખ ન લાગવી

    સ્પાઈનલ ટીબી થાય ત્યારે ભૂખ ઓછી લાગે છે. કંઈ ખાવાનું મન થતું નથી.

  • know about spinal tb and what to do
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    થાક અને કમજોરી

    સ્પાઈનલ ટીબી હોય તો આરામ કરવા છતાં સતત થાક લાગે છે અને કમજોરીનો અનુભવ થાય છે.

  • know about spinal tb and what to do
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્પાઈનલ ટીબી થાય તો શું કરવું
     

    દર્દને ઈગ્નોર ન કરો

    જો સ્પાઈનમાં સતત દર્દ થઈ રહ્યુ હોય તો તેને ઈગ્નોર ન કરો તરત ચેકઅપ કરાવો

  • know about spinal tb and what to do
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    એમઆરઆઈ કરાવો

    સ્પાઈનમાં ટીબીનું ડાઈગ્નોસ એક્સરેથી નથી થઈ શકતું. તેના માટે એમઆરઆઈ કરાવવું જોઈએ.

  • know about spinal tb and what to do
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    દવાનો કોર્સ પુરો કરો

    ટીબીની સારવાર પૂરી થતાં એકથી દોઢ વર્ષ લાગી જાય છે. વચ્ચે દવા લેવાનું છોડી ન દો. તમામ ડોઝ પુરા કરો.

  • know about spinal tb and what to do

    ઈન્ફેક્શનથી બચાવ

    ટીબીનો વાયરસ બીજા લોકોમાં ન ફેલાય તે માટે ઉધરસ ખાતી વખતે, છીંકતી વખતે મોં પર રૂમાલ રાખો. હાથ ધોવાનું રાખો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending