Home » Lifestyle » Health » પર્સ માટે હેલ્થ ટિપ્સ, Health Tips to keep Purce in Back pocket can be Harmful

પેન્ટના પાછળના ખીસામાં પર્સ રાખવાથી થઈ શકે ગંભીર બિમારી

Divyabhaskar.com | Updated - May 11, 2018, 12:16 PM

ખોટી જગ્યાએ મૂકવાથી પણ ગંભીર બિમારી થઈ શકે છે

  • પર્સ માટે હેલ્થ ટિપ્સ, Health Tips to keep Purce in Back pocket can be Harmful
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ખોટી જગ્યાએ મૂકવાથી પણ ગંભીર બિમારી થઈ શકે છે

    યુટિલિટિ ડેસ્ક: આજે અમે તમને જણાવી રહ્યા છીએ પર્સ સાથે જોડાયેલ એક એવી મહત્વની વાત જે જોઇ તમે પણ ચોંકી જશો. તાજેતરમાં જ એક રિસર્ચ આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે, પર્સ ખોટી જગ્યાએ મૂકવાથી પણ ગંભીર બિમારી થઈ શકે છે.

    મોટાભાગના લોકો પર્સને પેન્ટના પાછળના ખીસામાં મૂકતા હોય છે, જોકે આ આદત ખતરનાક પણ નીવડી શકે છે. અહીં પર્સ રાખવાથી પાયરી ફોર્મિસ નામના મસલ્સ સાથે સાઇટિકા નામની નસ દબાવા લાગે છે. તેનાથી સીટથી લઈને પગ સીધીની મૂવમેન્ટ પ્રભાવિત થાય છે.


    ડૉક્ટરનું કહેવું છે કે, પાયરી ફોર્મિસ નામના મસલ્સ સાથે સાઇટિકા નામની નસ દબાવાથી વ્યક્તિના પગમાં અસહ્ય દુખાવો શરૂ થઈ જાય છે. તેનાથી ઘણીવાર પગ બહેરા પણ પડી જાય છે અને ચાલવું પણ મુશ્કેલ થઈ જાય છે.


    આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પર્સમાં રહેલ કાર્ડ, બિલ અને સિક્કા પર કલાકો સુધી બેસવાથી હિપ જૉઇન્ટ અને કમરમાના નીચેના ભાગમાં દુખાવો થાય છે. આ તકલીફ શરૂ થાય છે સિયાટિક નર્વ સાથે, જે હિપ જોઇન્ટની પાછળ હોય છે. પર્સ મોટું હોય ત્યારે તો આ સમસ્યા વધી જાય છે.

    આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ દુખાવો મટાડવાના ઉપાય....

  • પર્સ માટે હેલ્થ ટિપ્સ, Health Tips to keep Purce in Back pocket can be Harmful
    દુખાવો મટાડવાનો ઉપાય

    દુખાવો મટાડવાનો ઉપાય:


    ઘુંટણને વાળી જમીન પર સૂઇ જાઓ. ઘુંટણને નીચે લઈ જવાની સાથે જમણી બાજુ ખેંચો અને હિપને જમીન સાથે જ રાખવા. પછી ઘુંટણ ડાબી બાજુ આ જ રીતે લઈ જવા. તેનાથી કમરના નીચેના ભાગને ઘણી આરામ મળશે. 

     

    આ સિવાય જમીન પર ઊંઘી જાઓ અને ઘુંટણને છાતી પર અડાડો અને પગને બહારની તરથી પકડી રાખો. ત્યારબાદ કમરનો ઉપરનો ભાગ પકડી આખુ ગુલાટીયું ખાઓ. પીઠના દુખાઆમાં ઘણી રાહત મળશે. 


    એકવાર આ પાયરી ફોર્મિસ સિંડ્રોમ નામની બિમારી થઈ જવાથી વ્યક્તિએ ફિઝિયોથેરાપિસ્ટની મદદ લેવી પડે છે. અને જો સમસ્યા વધી જાય તો સર્જરી પણ કરાવવી પડે છે. 


    કેવી રીતે રાખવું પર્સ:

    પૈસા રાખવાનું કવર કે પાતળું વૉલેટ રાખી શકાય છે, જેમાં પૈસા સમાઇ જાય. એવું પર્સ પણ ખરીદી સકાય, જેમાં ચાબીઓ જોડીને રાખીશ શકાય. આમ કરવાથી જો તમે પાછળના ખિસામાં પર્સ રાખશો તો, ચાવી વાગેશે અને તમારે તેને આગળ જ મૂકવું પડશે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ