Home » Lifestyle » Health » Jaggery Eating Benefit in night Know About It

રાત્રે સુતા પહેલાં સાત દિવસ સુધી ખાઓ ગોળ, થશે આ કમાલ

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 03:38 PM

રાત્રે સુતા પહેલાં સાત દિવસ સુધી ખાઓ ગોળ, થશે આ કમાલ

  • Jaggery Eating Benefit in night Know About It
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ ભારતમાં મોટાભાગના લોકો ગોળ ખાવાનું પસંદ કરે છે. આયુર્વેદિક દ્રષ્ટિએ ગોળ આપણા સ્વાસ્થ્ય માટે ઘણો જ ફાયદાકારક છે. પેટ સંબંધિત અનેક બીમારીઓમાં ગોળ ખાવાથી રાહત થાય છે. ગોળનું સેવન દરરોજ કરવું જોઇએ, કારણ કે ગોળ એસિડની માત્રાને ઘટાડી નાંખે છે. તેમજ નિરોગી શરીર માટે પણ જમ્યા પછી 20 ગ્રામ ગોળનું સેવન કરવું જોઇએ તેવું આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે. ગોળ ખાવાથી આપણી પાચનક્રિયામાં સુધારો થાય છે. તેમાં પણ જો ગોળને રાત્રીના સમયે સુતા પહેલાં ગોળને ખાવામાં આવે તો અનેક રીતે લાભકારી છે. આજે અમે ગોળ ખાવાના ફાયદા જણાવી રહ્યાં છીએ. ગોળને સાત દિવસ સુધી રાત્રે સુતા પહેલા ખાવામાં આવે તો અનેક ફાયદા થાય છે. જોકે જેમને ડાયાબિટિઝ હોય તેમણે ગોળનું સેવન ન કરવું જોઇએ.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો રાત્રે ગોળ ખાવાથી શું થાય છે ફાયદા

  • Jaggery Eating Benefit in night Know About It
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્કિન ચમકવા લાગશે

    7 દિવસ સુધી રોજ ગોળ ખાવાથી તમારી સ્કિન ક્લિયર અને હેલ્ધી થઇ જશે, કારણ કે ગોળ બોડીમાંથી ટોક્સિનને બહાર કાઢે છે, જેનાથી સ્કિન ચમકવા લાગે છે.

  • Jaggery Eating Benefit in night Know About It
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    હાડકાં મજબૂત થશે

    ગોળ ખાવાથી હાડકાં મજબૂત થાય છે, તેમાં કેલ્શિયમની સાથે ફોસફરસ પણ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે.

  • Jaggery Eating Benefit in night Know About It
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    અશક્તિ ઓછી થશે

    જો તમે અશક્તિનો અનુભવ કરતા હોવ તો દૂધ સાથે ગોળ ખાવાથી આ સમસ્યા દૂર થઇ જશે. ગોળ શરીરમાં એનર્જીનું લેવલ વધારે છે.

  • Jaggery Eating Benefit in night Know About It
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ગેસ અને એસિડિટીને કરે છે દૂર

    જો તમે રાત્રે જમ્યા બાદ સુતા પહેલા થોડોક ગોળ ખાશો તો ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર થઇ જશે. 

  • Jaggery Eating Benefit in night Know About It

    માઇગ્રેન અને નોર્મલ માથાનો દુખાવો થશે દૂર

    ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઇગ્રેન અને નોર્મલ માથાનો દુખાવો દૂર થાય છે. સુતા પહેલા અને સવારે ખાલી પેટ ગાયના ઘી સાથે ગોળ દિવસમાં બે વાર ખાવો જોઇએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ