Divya Bhaskar

Home » Lifestyle » Health » Tips to Reduces Uric Acid Levels

સાંધાના અસહ્ય દુઃખાવાથી આરામ અપાવશે આ 10 ઉપાય, જાતે જ અજમાવી જુઓ

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 03:21 PM

શરીરમાં પ્યૂરિનના તૂટવાના કારણે યૂરિક એસિડ બને છે જે કિડની સુધી લોહી પહોંચાડે છે અને યૂરિન દ્વારા બહાર નીકળી જાય છે.

  • Tips to Reduces Uric Acid Levels
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
    આ પ્રોબ્લેમ શરૂઆતમાં ઓછી હોય છે, પરંતુ તેનો સમય રહેતા ઇલાજ ન કરવામાં આવે તો ગંભીર રૂપ પણ લઈ લે છે.

    યૂટિલિટી ડેસ્કઃ આજકાલ દર બીજી વ્યક્તિ હાઇ યૂરિક એસિડની પ્રોબ્લેમથી પરેશાન છે. આ પ્રોબ્લેમ શરૂઆતમાં ઓછી હોય છે, પરંતુ તેનો સમય રહેતા ઇલાજ ન કરવામાં આવે તો ગંભીર રૂપ પણ લઈ લે છે. જેમ કે, આર્થ્રાઇટિસ, સાંધાના દુખાવા અને કિડનીમાં પથરી થવા સુધીની પ્રોબ્લેમ થઈ જાય છે. ઘૂંટણ, પગની પાની, આંગળીઓમાં દુખાવો થવાથી તેની શરૂઆત થાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા તમે ઘર પર જ કેટલાક ઘરેલૂ ટિપ્સ અપનાવી શકો છો.

    યૂરિક એસિડ કેમ વધે છે?

    શરીરમાં પ્યૂરિનના તૂટવાના કારણે યૂરિક એસિડ બને છે જે કિડની સુધી લોહી પહોંચાડે છે અને યૂરિન દ્વારા બહાર નીકળી જાય છે. કોઈ કારણસર જ્યારે આ બહાર નથી નીકળતું તો આ શરીરની અંદર ભેગું થવા લાગે છે અને એક ક્રિસ્ટલની જેમ બની જાય છે અને જ્યારે યૂરિક એસિડનું લેવલ વધુ થઈ જાય છે ત્યારે આ પરેશાન કરવા લાગે છે.

    શું હોય છે યૂરિક એસિડ વધવાના લક્ષણો?

    આ રોગ વિશે મોટાભાગના લોકોને વધુ કંઈ ખબર નથી હોતી. કાયમ આપણે શરૂઆતના લક્ષણ જોઈને બીમારીનો ખ્યાલ લગાવી લઈએ છીએ, એટલે આ બીમારીને ઓળખવા માટે તેના લક્ષણો જાણવા જરૂરી છે.

    - પગના અંગૂઠામાં સોજા આવવા

    - સાંધામાં દુખાવો અને સોજા આવવા

    - ઊભા થતી વખતે ઘૂંટણમાં દુખાવો

    - સાંધામાં ગાંઠની ફરિયાદ થવી

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો હાઇ યૂરિક એસિડ ઘટાડવાના ઉપાય અને તેમાં રાખવામાં આવતી પરેજી...

  • Tips to Reduces Uric Acid Levels
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
    2થી 3 અખરોટ રોજ ખાલી પેટ ખાવાથી યૂરિક એસિડ ઓછું થવા લાગે છે.
  • Tips to Reduces Uric Acid Levels
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
    એક ચમચી અશ્વગંધા પાઉડર અને મધને એક ગ્લાસ નવશેકા દૂધમાં મિક્સ કરીને પીવો.
  • Tips to Reduces Uric Acid Levels
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    એક ચમચી અળસીના બીજ ભોજનના અડધા કલાક પછી ચાવીને ખાવાથી આરામ મળે છે.
  • Tips to Reduces Uric Acid Levels
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    એક ચમચી બેકિંગ સોડા એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો, તેનાથી ક્રિસ્ટલ તૂટીને શરીરમાં ઓગળી જાય છે અને યૂરિનના માધ્યમથી બહાર નીકળી જાય છે.
  • Tips to Reduces Uric Acid Levels
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    આમળાના રસને એલોવેરા જ્યૂસમાં મિક્સ કરીને પીવાથી યૂરિક એસિડ ઓછું થવા લાગે છે.
  • Tips to Reduces Uric Acid Levels
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    નારિયેળ પાણી પીવાથી પણ હાઇ યૂરિક એસિડ ઘટાડવામાં મદદ મળે છે.
  • Tips to Reduces Uric Acid Levels
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    અજમો યૂરિક એસિડની આયુર્વેદિક દવા છે. તેને ખાવાથી શરીરમાં યૂરિક એસિડ કંટ્રોલ થાય છે.
  • Tips to Reduces Uric Acid Levels
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    બીટ, સફરજન અને ગાજરનો જ્યૂસ રોજ પીવો, તેનાથી યૂરિક એસિડ ઓછું થાય છે અને શરીરમાં પીએચ લેવલ વધે છે.
  • Tips to Reduces Uric Acid Levels
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    એક ગ્લાસ પાણીમાં 2થી 3 ચમચી એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરીને દિવસમાં 2થી 3 વખત પીવો.
  • Tips to Reduces Uric Acid Levels
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    યૂરિક એસિડ યૂરિનથી બહાર નીકળે છે એટલે શરીરમાં પાણી પૂરતા પ્રમાણમાં હોવું જરૂરી છે. તેની સાથે પાણી શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખે છે, જેનાથી શરીર એનર્જેટિક રહે.
  • Tips to Reduces Uric Acid Levels
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    આ રોગ વિશે મોટાભાગના લોકોને વધુ કંઈ ખબર નથી હોતી. કાયમ આપણે શરૂઆતના લક્ષણ જોઈને બીમારીનો ખ્યાલ લગાવી લઈએ છીએ.
  • Tips to Reduces Uric Acid Levels
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ઓછા ફેટવાળું દૂધ પીવો.
  • Tips to Reduces Uric Acid Levels
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પેક્ડ ફૂડ ખાવાથી બચો.
  • Tips to Reduces Uric Acid Levels
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પેસ્ટ્રી, કેક વગેરે બેકરી પ્રોડક્ટ ખાવાથી બચો.
  • Tips to Reduces Uric Acid Levels
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    જાંબુ, ચેરી અને સ્ટ્રોબેરી જેવા ફળ ખાવા.
  • Tips to Reduces Uric Acid Levels
    વિટામિન C અને ફાયબરથી ભરપૂર વસ્તુઓ ખાવી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending