• Home
  • Lifestyle
  • Health
  • બાળકની યાદશક્તિ માટે ઉપાય, easy and effective Tips for smart Children

રોજ કરો માત્ર 1 ઉપાય, બાળક થઈ જશે એકદમ સ્માર્ટ અને ઈન્ટેલિજન્ટ

બદામથી યાદશક્તિ તેજ બને છે એ વાત તો બધા જાણે છે

divyabhaskar.com | Updated - May 15, 2018, 04:27 PM
તેજ મગજ
તેજ મગજ

યુટિલિટિ ડેસ્ક: બદામથી યાદશક્તિ તેજ બને છે એ વાત તો બધા જાણે છે, પરંતુ બદામને દૂધમાં મિક્સ કરી પીવાથી તેની પૌષ્ટિકતા વધે છે અને શરીરમાં તાકાત વધે છે. બદામવાળું દૂધ કેવી રીતે બાળક માટે ફાયદાકારક છે એ વિશે જણાવી રહ્યા છીએ અમે.

તેજ મગજ: ડૉક્ટર અને વિશેષક માને છે કે બદામ ખાવાથી મગજની તાકાત વધે છે. બદામમાં પ્રોટીન હોય છે, જે બ્રેન ફંક્શનને સ્ટ્રોગ બનાવે છે. પ્રોટીન ઉર્જા આવવાની સાથે-સાથે બ્રેન સેલ્સને રિપેર પણ કરે છે. તેના કારણે સમજવાની અને વિચારવાની ક્ષમતા વધે છે. બદામને દૂધમાં મિક્સ કરી પીવાથી તેનાં પૌષ્ટિક તત્વોનું સ્તર વધી જાય છે.

હાડકાં મજબૂત કરશે: બદામવાળું દૂધ પીવાથી હાડકાં મજબૂત કરશે, કારણકે આ મિશ્રણથી બાળકને ખૂબ વિટામિન ડી મળે છે. વિટામિન ડીના કારણે હાડકાં મજબૂત બને છે. બદામવાળું દૂધ પીવાથી બાળકોમાં અર્થરાઇટિસ અને ઓસ્ટિયોપરોસિસનો ખતરો ઘટે છે.


આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ બીજા કયા ફાયદા મળશે આ સુપર ફુડમાંથી....

રોગ પ્રતિકારક શક્તિ વધે છે
રોગ પ્રતિકારક શક્તિ વધે છે

રોગ પ્રતિકારક શક્તિ વધે છે: બાળકોને અવારનવાર તાવ શરદીની સમસ્યા સતાવતી રહે છે. એટલે બદામવાળું દૂધ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને રોગોથી બચી શકાય છે. 


આંખ માટે ફાયદાકારક: બદામવાળા દૂધમાં વિટામિન એ ભરપૂર હોય છે, જે આંખોની રોશની જાળવી રાખવા બહુ મહત્વનું છે. 


હેલ્ધી સ્કિન માટે ફાયદાકારક: બદામવાળા દૂધ વિટામિન ઈ પણ હોય છે, જે ત્વચાને રોગમુક્ત અને સ્વસ્થ્ય રહે છે. તેને પીવાથી ત્વચા પણ હેલ્ધી રહે છે. 

X
તેજ મગજતેજ મગજ
રોગ પ્રતિકારક શક્તિ વધે છેરોગ પ્રતિકારક શક્તિ વધે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App