• Home
  • Lifestyle
  • Health
  • સેકન્ડ પ્રેગ્નન્સી, Health Tips and Complications about Second Pregnancy

સેકન્ડ પ્રેગ્નન્સી સમયે આવી શકે છે આ 3 સમસ્યાઓ, જાણો કેવી રીતે કરવી સારવાર

બીજી વાર પ્રેગ્નન્સીનું વિચારી રહ્યા હોય ત્યારે તમારામાં રોમાંચ હોય

divyabhaskar.com | Updated - May 19, 2018, 10:00 AM
મેલ ઈનફર્ટિલિટી
મેલ ઈનફર્ટિલિટી

યુટિલિટિ ડેસ્ક: પહેલીવાર માતા બનવાનું સુખ અદભુત હોય છે, પરંતુ જ્યારે તમે બીજી વાર પ્રેગ્નન્સીનું વિચારી રહ્યા હોય ત્યારે તમારામાં રોમાંચ હોય પણ ઘણા લોકોને સમસ્યાઓ આવતી હોય છે. જેના કારણે કેટલીકવાર ટેન્શનમાં પણ આવી જતા હોય છે લોકો. આ સમયે સૌથી પહેલાં તો સમસ્યા શું છે અને તેનું સ્વરૂપ જાણી લેવું સૌથી જરૂરી છે.

મેલ ઈનફર્ટિલિટી:

ઉંમર વધવાની સાથે ફક્ત મહિલાની જ ફર્ટિલિટી પ્રભાવિત થાય છે થાય છે એવું નથી, પુરૂષની ફર્ટિલિટી પર પણ તેની અસર જોવા મળે છે. પુરૂષોમાં પણ ઉંમર વધવાની સાથે શુક્રાણુની ગુણવત્તા અને પ્રમાણમાં ઊણપ આવે છે. ખરાબ સ્વાસ્થ્ય, સ્મોકિંગની આદત અને કેટલીક દવાઓના કારણે મેલ ઈનફર્ટિલિટી પર અસર જોવા મળે છે.


જીવનશૈલી સાથે સંબંધિત મહત્વનું કારણ:

વજન વધવાથી પુરૂષ અને મહિલા બંન્નેમાં ઈનફર્ટિલિટીની સમસ્યા ઊભી થઈ શકે છે. મહિલાઓમાં વજન વધવાથી હોર્મોન અસંતુલિત થઈ જાય છે. વજન વધી જાય ત્યારે મહિલાઓમાં ઓવુલેટરી ડિસફંક્શન થઈ શકે છે અને પુરૂષોમાં શુક્રાણુના ઉત્પાદનમાં ખામી આવી શકે છે અને સાથે-સાથે ઈરેક્ટાઇલ ડિસફંક્શનમાં વધારો થઈ શકે છે.


ઇનફર્ટિલિટીની દવાઓ:
સ્ત્રીબીજના નિર્માણ માટે દવાઓ આપવામાં આવે છે, જેથી વધારે બીજ રિલિઝ થઈ શકે છે. એક પ્રજનન ચક્રમાં અનેક બીજનું ઉત્પાદન કરવા માટે ઇનજેક્ટેબલ દવાઓને પણ લેવામાં આવે છે. આઇયૂઆઇની સાથે આ બંન્ને રીતનો ઉપયોગ કરી શકાય છે.

આગળની સ્લાઇડ પર ક્લિક કરી જાણો તેનું કારણ અને સારવારના વિકલ્પ....

કારણોને સમજો
કારણોને સમજો

કારણોને સમજો: 
કોઇપણ યુવતી એક નક્કી બીજ સાથે જન્મે છે. સમય કે ઉંમરની સાથે આ એગ્સનું પ્રમાણ ઘટે છે. 37 વર્ષની ઉંમરે અંડાણુની સંખ્યા ઝડપથી ઘટે છે. 


સારવારના વિકલ્પ:
આ એક ખોટી ધારણા છે કે પ્રજનન સંબંધી ઉપચારનો અર્થ છે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ) હોય છે. જ્યારે સચ્ચાઇ એ છે કે સેકન્ડરી ઇનફર્ટિલિટીના ઉપચાર માટે અનેક ઉપાય મળે છે. તેમાં ઇનફર્ટિલિટીની દવાઓથી લઇને ઇન્ટ્રાયૂટેરાઇન ઇનસેમિનેશન (આઇયૂઆઇ કે આર્ટિફિશિયલ ઇનસેમિનેશન) અને અનેક અન્ય ઉપાય પણ છે. 

X
મેલ ઈનફર્ટિલિટીમેલ ઈનફર્ટિલિટી
કારણોને સમજોકારણોને સમજો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App