Divya Bhaskar

Home » Lifestyle » Health » Health Benefits and some important care Tips of Tulsi called Basil

ખૂબ ગુણકારી તુલસીના સેવન વખતે ધ્યાનમાં રાખો આ વાત, એક ભૂલ પડશે ભારે

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:37 PM

તુલસીનું સેવન કરતાં પહેલાં જાણી લો આ વાત, ફાયદાની જગ્યાએ થઈ શકે છે નુકશાન

  • Health Benefits and some important care Tips of Tulsi called Basil
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    ભૂલથી પણ આ રીતે ન કરવું તુલસીનું સેવન

    હેલ્થ ડેસ્ક: તુલસીનું બાયોલોજિકલ નામ બેસિલ છે. તુલસીને હિંદુ ધર્મમાં ખૂબજ પવિત્ર ગણવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. ઘણાં ઘરમાં તુલસીની નિયમિત પૂજા પણ થતી હોય છે. તુલસીના ધાર્મિકની સાથે-સાથે વૈજ્ઞાનિક ફાયદા પણ બહુ છે.


    ઘરનાં આંગણમાં વાવેલ તુલસીનો આ છોડ હેલ્થ માટે પણ ઘણો ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ તુલસીને એક મહત્વની ઔષધી ગણવામાં આવી છે. ઘણા રોગોના નિદાન માટે તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીનાં પાન સર્વશ્રેષ્ઠ એન્ટિબાયોટિક ગણાય છે. વિશેષકોનું માનવું છે કે, શ્વાસ સંબંધિત બીમારીઓમાં તુલસી ખૂબજ ફાયદાકારક છે.


    આમ તો તુલસીથી અનેક બીમારીઓનો ઇલાજ કરી શકાય છે, પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર તુલસીને દાંતથી ચાવી શકાય નહીં. હિંદુ સંસ્કૃતિમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્નીના રૂપમાં પૂજવામાં આવે છે, તેથી તે ખૂબજ પવિત્ર વસ્તુ છે.


    એટલું જ નહીં, વિજ્ઞાન પણ તુલસીનાં પાન ચાવવાની જગ્યાએ સીધાં ગળવાની કે બીજી કોઇ રીતે ઉપયોગમાં લેવાની સલાહ આપે છે. તેના માટે વિજ્ઞાનમાં કેટલાંક કારણો પણ આપવામાં આવ્યાં છે.


    આ વિશે કેટલીક મહત્વની બાબતો જણાવી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ.


    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો તુલસીના ફાયદા અને સેવન વખતે કઈં વાતોનું ખાસ ધ્યાન રાખવું...

    દવા છે મૃત્યુ સિવાય બધા જ રોગોની, સેવન કરો માત્ર 2 ટીંપાં

  • Health Benefits and some important care Tips of Tulsi called Basil
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    તુલસીમાં આયર્ન અને મર્કરીનું પ્રમાણ ખૂબ ઊંચુ હોય છે
  • Health Benefits and some important care Tips of Tulsi called Basil
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    તુલસી થોડી એસિડિક નેચરની હોય છે
  • Health Benefits and some important care Tips of Tulsi called Basil
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ખૂબ ફાયદાકારક પણ છે
  • Health Benefits and some important care Tips of Tulsi called Basil
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ચામાં તુલસી નાખવાથી તુલસીના સૌથી વધુ ફાયદા મળી રહે છે
  • Health Benefits and some important care Tips of Tulsi called Basil
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મોંના જર્મ્સથી પણ રક્ષણ આપે છે
  • Health Benefits and some important care Tips of Tulsi called Basil
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મોં પર થતા ખીલથી પણ તુલસી છૂટકારો અપાવે છે
  • Health Benefits and some important care Tips of Tulsi called Basil
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બ્લડ સુગર કંટ્રોલ કરવામાં તુલસી ખૂબજ ફાયદાકારક છે
  • Health Benefits and some important care Tips of Tulsi called Basil
    પાન સીધાં ગળી પણ શકાય છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending