-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 05:27 PM IST
યૂટિલિટી ડેસ્ક: ગર્ભાવસ્થાની જાણ થતાં જ પ્રેગ્નન્ટ મહિલાની સાથે-સાથે આખુ ફેમિલિ ખાસ સાવચેતીઓ રાખવા લાગે છે. કેટલાક લોકો એમ પણ માનતા હોય છે કે, ગર્ભાવસ્થામાં દાદર ચડવા-ઉતરવાનું ટાળવું જ જોઇએ. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ, શું છે હકિકત. આમ તો દાદરનો ઉપયોગ કરવો સ્વાસ્થ્યપ્રદ છે, પરંતુ દાદરનો ઉપયોગ કરવામાં કેટલીક સાવચેતીઓ જરૂર રાખવી જોઇએ. ખાસ તો દાદર ઉતરતી વખતે લપસી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં લપસી જવાથી કસુવાવડનો ભય સતાવી શકે છે. તો પાછળના તબક્કામાં લપસી જવાથી વહેલી પ્રશ્રુતિ થઈ શકે છે.
ગર્ભધારણ બાદ પેટ વધવા લાગે છે, જેનાથી પગથિયાં સરખાં જોઇ નથી શકાતાં. ઉપરાંત વધતા વજનના કારણે પણ સંતુલન બગડી શકે છે. આ બધાં કારણોથી કસુવાવડ થવાની શક્યતાઓ વધી જાય છે. એટલે ગર્ભાવસ્થાના બીજા અને ત્રીજા મહિનામાં દાદર ચડવા-ઉતરવાનું ટાળવું જોઇએ. જેથી બેલેન્સ બગડવાથી થનાર દુર્ઘટનાને ટાળી શકાય છે.
આ વિશે વિસ્તૃતમાં જણાવી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ..
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ગર્ભાવસ્થા દરમિયાન કઈ પરિસ્થિતિમાં ક્યારેય ન કરવો દાદરનો ઉપયોગ....

શરૂઆતના મહિનાઓમાં ક્યારે દાદરનો ઉપયોગ ટાળવો?
૧. પહેલા 3 માસમાં રક્તસ્ત્રાવ થઈ ચૂક્યો હોય.
૨. હોર્મોનલ અસંતુલન, પીઠનો દુખાવો અને ખેંચના કિસ્સાઓમાં દાદરના ઉપયોગથી કસુવાવડ થઈ શકે છે.
૩. જો તમે ડાયાબિટીશના પેશન્ટ હોય તો દાદરનો ઉપયોગ જોખમી નીવડી શકે છે.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, ગર્ભાવસ્થામાં દાદરનો ઉપયોગ અનિવાર્ય જ હોય તો શું ધ્યાન રાખવું....
યૂટિલિટી ડેસ્ક: ગર્ભાવસ્થાની જાણ થતાં જ પ્રેગ્નન્ટ મહિલાની સાથે-સાથે આખુ ફેમિલિ ખાસ સાવચેતીઓ રાખવા લાગે છે. કેટલાક લોકો એમ પણ માનતા હોય છે કે, ગર્ભાવસ્થામાં દાદર ચડવા-ઉતરવાનું ટાળવું જ જોઇએ. તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ, શું છે હકિકત. આમ તો દાદરનો ઉપયોગ કરવો સ્વાસ્થ્યપ્રદ છે, પરંતુ દાદરનો ઉપયોગ કરવામાં કેટલીક સાવચેતીઓ જરૂર રાખવી જોઇએ. ખાસ તો દાદર ઉતરતી વખતે લપસી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં લપસી જવાથી કસુવાવડનો ભય સતાવી શકે છે. તો પાછળના તબક્કામાં લપસી જવાથી વહેલી પ્રશ્રુતિ થઈ શકે છે.
ગર્ભધારણ બાદ પેટ વધવા લાગે છે, જેનાથી પગથિયાં સરખાં જોઇ નથી શકાતાં. ઉપરાંત વધતા વજનના કારણે પણ સંતુલન બગડી શકે છે. આ બધાં કારણોથી કસુવાવડ થવાની શક્યતાઓ વધી જાય છે. એટલે ગર્ભાવસ્થાના બીજા અને ત્રીજા મહિનામાં દાદર ચડવા-ઉતરવાનું ટાળવું જોઇએ. જેથી બેલેન્સ બગડવાથી થનાર દુર્ઘટનાને ટાળી શકાય છે.
આ વિશે વિસ્તૃતમાં જણાવી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ..
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો ગર્ભાવસ્થા દરમિયાન કઈ પરિસ્થિતિમાં ક્યારેય ન કરવો દાદરનો ઉપયોગ....
દાદરનો ઉપયોગ અનિવાર્ય હોય તો, ધ્યાનમાં રાખો આ ટિપ્સ:
૧. દાદર ચડતી કે ઉતરતી વખતે કઠેડાનો ઉપયોગ કરવો.
૨. દાદરના ભાગમાં પૂરતો પ્રકાશ હોવો જરૂરી છે, જેથી દાદર સરખો દેખાય અને પડી જવાનો ભય ન રહે.
૩. દાદર હંમેશાં ધીરેથી ચડવો કે ઉતરવો. જેથી ઉતાવળમાં પગથિયું ચૂકી ન જવાય.
૪. કદાચ પડી જાઓ તો, તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક સાધવો.