મહિલાઓમાં ગર્ભાશયની તકલીફથી લઈ આંખ સુધીના રોગો દૂર કરે છે આ દાણા

 નિયમિત ખાઓ આ દાણા, આંખ, સાંધાની તકલીફ, એનિમિયામાં છે લાભપ્રદ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 28, 2018, 03:53 PM
Great health benefits of raisin kishmish

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કિસમિસ એક ખાટું-મીઠું ડ્રાયફ્રૂટ છે, જે દ્રાક્ષને સૂકવીને તૈયાર કરવામાં આવે છે. કિસમિસમાં કેલ્શિયમ, આયર્ન, મેગનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક, કોપર, પ્રોટીન, વિટામિન સી, ઈ, કે, બી6, થાયમિન, રીબોફ્લેવિન, નિયાસીન, ફોલેટ જેવા પોષક તત્વો હોય છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. દૂધના લગભગ તમામ તત્વો કિસમિસમાં હોય છે. કિસમિસ દૂધની સરખામણીમાં જલ્દી પચે છે.


કિસમિસના ફાયદા


વૃદ્ધાવસ્થમાં કિસમિસ ન માત્ર સ્વાસ્થની રક્ષા કરે છે પરંતુ આયુષ્યને પણ વધારે છે. એવું માનવામાં આવે છે કે કોઈ પણ રોગી માટે તે વિશેષ રીતે લાભદાયક છે. ઘણાં રોગોમાં તેનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. રોજ 10 દાણા કિસમિસ ખાવી જોઈએ.જેથી આજે અમે તમને કિસમિસના કેટલાક ઔષધીય ગુણો વિશે જણાવાના છે.


કિસમિસ ખાવાના બેમિસાલ ફાયદા

- આંખની રોશની વધારવામાં, નખ સંબંધી સમસ્યા, સફેદ ડાઘ, મહિલાઓમાં ગર્ભાશયની સમસ્યામાં કિસમિસ લાભપ્રદ છે. આવી સમસ્યાઓમાં 10 દાણા કિસમિસ દૂધમાં નાખી તેમાં ઘી અને સાકર મિક્સ કરી પીવાથી ફાયદો થાય છે.


-10 કિસમિસ રોજ અંજીર સાથે સવારે પાણીમાં પલાળી દો. રાતે ઉંઘતા પહેલા કિસમિસ અને અંજીરને દૂધ સાથે ઉકાળી તેનુ સેવન કરો. આવું ત્રણ દિવસ કરો. ગમે તેટલો તાવ હશે તે તરત ગાયબ થઈ જશે.


-કિસમિસ ફાયબર્સનો ઉત્તમ સ્રોત છે. તેથી તે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં સહાયક છે.


-કોઇ પણ બીમારી બાદ સાજા થવાના સમયગાળા દરમિયાન કિસમિસનું સેવન લાભદાયી છે.


-શુગરની માત્રા હોવાને કારણ ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિઓએ ડોકટરની સલાહ મુજબ કિસમિસનું સેવન કરવું.


દ્રાક્ષ કોણે ખાવી ન જોઇએ?

-જેમણે કફ શરદી લાંબા સમયથી રહેતાં હોય તેણે દ્રાક્ષ ખાવી ન જોઇએ. દ્રાક્ષ સ્વભાવે ઠંડી છે. જેને ઠંડી વસ્તુ માફક ન આવતી હોય તેમે પોતાની પ્રક્રૃતિ મુજબનાં ફળ ફળાદી ખાવાં જોઇએ. આ ઉપરાંત ખાટી કાચી દ્રાક્ષ તો સહેજપણ ખાવી ન જોઇએ.

X
Great health benefits of raisin kishmish
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App