શરીર અને સ્વાસ્થ્યને થતાં નુકસાનથી બચાવે છે સલાડ, જાણો તેને ખાવાના ફાયદા

રોજ ખાવું જોઈએ સલાડ, જે લોકો નથી ખાતાં તેમને આવા ફાયદાઓ નહીં મળે

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 19, 2018, 05:41 PM
Good Reasons to Eat a Salad a Day

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સલાડ ખાવું કોને ગમે? સલાડ એટલે પાંદડાં અથવા સલાડ એટલે ઘાસફૂસ. આવી સામાન્ય માન્યતાઓ આપણી જીવનશૈલીમાં વણાયેલી છે. સલાડ બનાવવું અને નિયમિત આરોગવું આપણાં દેશમાં અને તેમાંયે વિશેષ કરીને આપણાં ગુજરાત રાજ્યમાં બહુ ઓછા લોકોને ગમે છે. ચટપટું અને સ્વાદિષ્ટ મસાલેદાર ખાવાના શોખીન ગુજરાતના લોકોની સલાડ પ્રત્યેની સૂગ જગજાહેર છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને વર્તમાન જીવન પ્રણાલિકાઓએ આ આદતને વધારે પ્રબળ બનાવી છે. સ્વસ્થ રહેવા માટે સલાડને આપણી થાળીમાં આવકારવું આવશ્યક છે.


આગળ વાંચો સલાડમાં રહેલાં પૌષ્ટિક તત્વો અને સલાડના ફાયદાઓ વિશે.

Good Reasons to Eat a Salad a Day

સલાડ ખાવાના ફાયદાઓ:

 
-સલાડ ખાવાથી વ્યક્તિને અનેક સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ થઈ શકે. અનેક બીમારીઓ અટકાવવા માટે, દીર્ધાયુ જીવન જીવવા માટે તથા સ્વસ્થ રહેવા માટે સલાડ ઉપયોગી થઈ શકે. સૌપ્રથમ સલાડમાં રેસાઓ સારી માત્રામાં હોવાથી પાચનશક્તિ સુધરી શકે છે.


-કબજિયાત તથા આંતરડાની અનેક બીમારીઓ અટકાવી શકાય. સલાડના કારણે કોલેસ્ટ્રોલની માત્રા ઘટી શકે અને તેના દ્વારા હૃદયની બીમારીઓ અટકાવી શકાય. ‘બી’ શ્રેણીના વિટામિન્સ,વિટામિન ‘સી’ અને વિટામિન ‘એ’ શરીરના અનેક અવયવોને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.


-મિનરલ્સ હાડકાં, વાળ, નખ અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે. સલાડમાં સમાયેલાં તત્વો જેવા કે લાયકોપિન અને બીટા કેરોટિન વ્યક્તિની ઇમ્યુન શક્તિ વધારી શકે અને ઇન્ફેકશન ઘટાડી શકે એટલું જ નહીં કેન્સર,એજિંગ (વૃદ્ધત્વ) વગરેને પણ રોકી શકે.

     
-જો સલાડમાં ફળોનો પણ ઉપયોગ કરવામાં આવે તો વધારે માત્રામાં વિટામિન્સ મળી શકે. તે જ પ્રમાણે અખરોટ, ટોફુ અથવા પનીર દ્વારા શરીરને પ્રોટીન્સ મળી શકે અને શાકાહારી વ્યક્તિઓમાં પ્રોટીન્સની ઊણપને અટકાવી શકે.

     
-સ્વસ્થ રહેવા માટે તથા અનેક બીમારીઓ અટકાવવા માટે નિયમિત સલાડ ખાવું ફાયદાકારક છે. વિવિધ ઘટકો દ્વારા સલાડને આકર્ષક અને સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તેમના દ્વારા મળતાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ તત્વો વ્યક્તિને અનેક બીમારીઓ થતી અટકાવવા માટે અને સદૈવ સ્વસ્થ રાખવા માટે મદદ કરી શકે. સલાડ પ્રત્યેની સૂગ દૂર કરી તેના પ્રત્યે નાની ઉમરથી જ અભિરુચિ કેળવવી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે

Good Reasons to Eat a Salad a Day

સલાડમાં પૌષ્ટિક તત્વો:

 

સલાડમાં ઉપયોગમાં રહેલા વિવિધ ઘટકોના માધ્યમથી શરીર માટે આવશ્યક અનેક પૌષ્ટિક તત્વો મળી શકે છે. તેનો સૌથી અગત્યનો હિસ્સો છે ફાઇબર્સ. લીલાં શાકભાજીમાં ફાઇબર્સ અથવા રેસાની માત્રા ખૂબ વિશેષ હોય છે. આ રેસા અથવા ફાઇબર્સ પાચનશક્તિ અને સંતૃપ્તિ વધારે છે. પુરુષોની દરરોજની ફાઇબર્સની આવશ્યકતા 40 ગ્રામ જેટલી હોય છે. સ્ત્રીઓની દરરોજની ફાઇબર્સની આવશ્યકતા 25 ગ્રામ જેટલી હોય છે. લીલાં શાકભાજી, કઠોળ, ફળો વગરે ફાઇબર્સના અગત્યના સ્ત્રોત છે. એક કપ સલાડ દ્વારા ત્રણથી ચાર ગ્રામ જેટલું ફાઇબર્સ મળી શકતું હોય છે. જે આપણી દૈનિક જરૂરિયાતનું ફક્ત સાત કે દસ ટકા જેટલું હોય છે. સલાડમાં અનેક વિટામિન્સ અને મિનરલ્સ પણ સમાયેલાં હોય છે. લીલાં શાકભાજીમાં બી શ્રેણીના વિટામિન્સ સારી માત્રામાં હોય છે. તે જ પ્રમાણે અનેક એન્ટિઓક્સિડેન્ટ પદાર્થો જેવા કે લાયકોપિન, બીટા કેરોટિન વગેરે સમાયેલાં હોય છે. વિટામિન ‘એ’ ગાજરમાં, વિટામિન ‘સી’ ટામેટાંમાં ખૂબ સારી માત્રામાં હોય છે. આ બંને વિટામિન ઉત્તમ એન્ટિઓક્સિડેન્ટ પદાર્થ તરીકે કામ કરે છે.


સલાડમાં ડ્રેસિંગ માટે વાપરવામાં આવતા તેલ સલાડને સ્વાદિષ્ટ બનાવે છે. સાથે-સાથે ફેટ સોલ્યુબલ વિટામિન્સને સહેલાઇથી આંતરડા દ્વારા શોષણ કરવામાં મદદરૂપ થતાં હોય છે. ઉપરાંત શરીર માટે ફાયદાકારક પોલીઅનસેચ્યુરેટેડ અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટીએસિડ પહોંચાડતા હોય છે. જો સલાડમાં ટોફુ, પનીર, મગ, અખરોટ ઉમેરવામાં આવે તો તેના દ્વારા શરીરને પ્રોટીન પણ મળી શકતું હોય છે.

X
Good Reasons to Eat a Salad a Day
Good Reasons to Eat a Salad a Day
Good Reasons to Eat a Salad a Day
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App